દીકરી 

કવિ-અશોક ચાવડા. 'બેદિલ'

સાહિત્ય પ્રકાર-ગઝલ

કવિ પરિચય - અશોક પીતાંબર ચાવડા નું જન્મ સ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ છે, હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સીટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલાં તળાવમાં, પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે 'ડાળખીથી સાવ છૂટાં 'પ્રતિબદ્ધ કવિતા નો સંગ્રહ છે .સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમી યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારો થી તેઓ પુરસ્કૃત થયાછે.                      આકાવ્ય ગઝલસ્વરૂપ છે..તેમાં વહાલનો દરિયો દીકરી ના ગૌરવભર્યા સ્થાન અને માનવી સંવેદનાનું આલેખન થયું છે .જાણે સ્વર્ગની એકેક દેવીની ઝલક દીકરી માં જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે .ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા-બાપ દીકરીને ઉછેરે છે .ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરી નું વ્યક્તિત્વ પ્રગટ થયું છે .મોટી થયા પછી સમજણ દીકરી બાપનો હાથ દે છે, સહાયભૂત થાય છે એ નાજુક ચિત્ર યાદગાર છે. દીકરી ની વિદાય ભીની થતી પાપણ માં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વ ની મહત્તા અને માતા-પિતાનાદીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતાપિતાના મનોભાવો ને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે.

શબ્દાર્થ 

સ્નેહ-પ્રેમ;

ફડક-ચિંતા;

શિર-મસ્તક,માથું;

ફલક-વિસ્તાર;

પલક-પાંપણ નો પલકારો;

ઝલક-શોભા;

ખડક-ધારદાર ભેખડ;

ગૌરીવ્રત-ગૌરી(પાર્વતી)પૂજાનું વ્રત


વિરોધી શબ્દ

શરમ × બેશરમ;

સમજ × નાસમજ;

ભીનું × સૂકું;

સ્વર્ગ × નર્ક


રૂઢિપ્રયોગ

માથે હાથ ફેરવવો-આશિષ  આપવા, કાળજી લેવી;

હાથ દેવો - સહારો દેવો

નીચેના પ્રશ્નો ના ઉત્તર એક વાક્ય માં લખો.

1) કવિ સ્નેહ નું ઝરણુ કોને કહે છે?

જ) કવિ સ્નેહનું ઝરણું દીકરી ને કહે છે.

2) દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે?

જ) દીકરીને માટે હાથ ફેરવવો એટલે પિતાનું વહાલ અને દીકરી હાથ દે એટલે દીકરી નો સહારો.

3) દીકરી ની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય?

જ) પિતાને સહારો આપે છે તેથી કહી શકાય કે દીકરી ની સમજણ વિસ્તરી છે.

4)દીકરી કયું વ્રત કરે છે?

જ)દીકરી ગૌરીવ્રત કરે છે.

5)'બેદિલ'કોનું ઉપનામ છે?

જ)'બેદિલ' અશોક ચાવડા'નું ઉપનામ છે.

5)કવિ શાના તિલક માં દીકરી ને જુએ છે?

જ)કવિ સુખડ ના,ચંદનના,કુમકુમના તિલક માં દીકરી નર જુએ છે.


નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો.

1) દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે ?

જ) કવિએ 'દીકરી'

' ગઝલ 'માં પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ ને આલખ્યુ છે.

    દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરી ને વાત્સલ્ય પૂરુ પાડવુ, એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલે સમજપૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય,મદદ કરે.આમ,દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરી પિતા ને મદદરૂપ બને તે ફર્ક જોવા મળે છે .

2)'જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે'એમ કવિ શા માટે કહે છે ?

જ)      ' દીકરી'ગઝલ માં કવિ એ મોટી થયા પછી દીકરી બાપનો  હાથ દે છે, સહાયભૂત થાય છે. એ નાજુક ચિત્ર યાદગાર રીતે આલખ્યુ છે.

       'જે શિરે હું હાથ ફેરવતો ,હવે એ હાથ દે'એમ કવિ કહે છે એ દીકરી માટે ખરેખર પ્રશંસનીય છે !દીકરી પિતાને પગે લાગે છે ત્યારે પિતા તેના શિરે હાથ ફેરવે છે. એમાં વહાલ છે તો દીકરી થી છુટા પડવાની વેદના પણ છે .પિતા ને ક્યાં ખબર હોય છે કે આ સમજુ દીકરી એક વખત એમને  હાથ દેશે .એમનો  સહારો બનશે, એમને હૂંફ આપશે.

નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યો માં મુદ્દાસર ઉત્તર લખો.

1) દીકરી નો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો.

જ)          કાવ્ય-'દીકરી'

               સાહિત્ય પ્રકાર-'ગઝલ'

      પ્રસ્તુત ગઝલ માં દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા-પિતાના મનોભાવોને સુંદર વાચઆપવામાં આવી છે.તેમાં વ્હાલ નો દરિયો દીકરી ના ગૌરવભર્યા સ્થાન અને માનવી સંવેદના નું આલેખન થયું છે.

        દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે. તે તુલસી જેવી પવિત્ર છે. . જેમ તુલસી ને રોજ પૂરતું પાણી સિંચીએ  તેમ દીકરી માં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી -મધુરી વાણીથી સૌના દિલ જીતી શકે .તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ ,કુટુંબ વત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને  ઉજાળે એવો એનો ઉછેર કરવો જોઈએ.ખડકમાંથીશિલ્પ કોતરાય તેમ માબાપે તેનો ઉછેર કરવો જોઈએ. 

     આમ,દીકરી નો ઉછેર પ્રેમ થી સમજણ થી થવો જોઈએ.