હું એવો ગુજરાતી
કવિ-વિનોદ જોશી
સાહિત્ય પ્રકાર-ગીત
કવિ પરિચય-
વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે .તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે .'ઝાલરવાગે જૂઠડી' 'શિખંડી 'તેમના મહત્વના કાવ્યસંગ્રહો છે 'અભિપ્રેત' 'નિવેશ'રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત ' 'સોનેટ 'તેમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયેલા છે.
કાવ્ય પરિચય-
ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે .ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે.પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે .અહીં નદીઓ, પહાડો ,જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે .અહીં ગાંધી-સરદાર જેવા પ્રેરણાના પુરુષો પાક્યા છે જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. સિહ જેવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી છે .એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે .ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે.
શબ્દાર્થ
રચના કર -સમુદ્ર, સાવજ -સિંહ ,
સુધા- અમૃત; આયુધ
આયુધ- શસ્ત્ર,
પિંડ -આકાર, ઘાટ;
પ્રાણ- શ્વાસ (અહીં) અસ્તિત્વ
ફૂલે-વિકસે
તળપદા શબ્દો
-પરભાતી-પ્રભાતિયાં
-સાવજ-સિંહ
-જાયો-પુત્ર
વિરોધી શબ્દો
-ધવલ×શ્યામ;
-સુધા×વિષ;
-સ્મિત×રુદન;
-આશિષ×અભિશાપ
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
-નવ રાત્રીઓનો સમૂહ-નવરાત્રી
-રત્નોના ભંડારરૂપ સાગર-રત્નાકર
રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
ગજ ગજ છાતી -ફૂલવી-ખૂબ આંનદિત થવું
સમાસ નો પ્રકાર જણાવો.
-મહાજાતિ-કર્મધારય
નવરાત્રી-દ્વિગુ
નર્મદા-ઉપપદ
નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો .
1. કવિ ની છાતી શા માટે ગજગજ ફૂલે છે?જ. ગુજરાતી હોવાની વાતથી કવિ ની છાતી ગજગજ ફૂલે છે.
2.હું એવો ગુજરાતી' કાવ્ય માં કઈ નદીનો ઉલ્લેખ થયો છે?
જ.'હું એવો ગુજરાતી' કાવ્ય માં નર્મદા નદી નો ઉલ્લેખ થયો છે.
જ. ગાંધીજી પાસે સત્યનું સશક્ત આયુધ હતું.
4. 'હું એવો ગુજરાતી' કાવ્યમાં કવિ નરસિંહમહેતા ને શા માટે યાદ કરે છે?
જ. કવિ નરસિંહ મહેતા નેપ્રભાતિયાં માટે યાદ કરે. છે.
5.'હું એવો ગુજરાતી 'કાવ્ય ના કવિ નું નામ જણાવો?
જ.'હું એવો ગુજરાતી' કાવ્ય ના કવિ નું નામવિનોદ જોશી છે.
નીચે આપેલા પ્રશ્નોના ત્રણ -ચાર વાક્યમાં ઉત્તર લખો.
1.સત્યના આયુધ ની કઈ વિશેષતા છે?
જ. 'હું એવો ગુજરાતી' કાવ્ય માં કવિ ને ગુજરાતી હોવાનો ગર્વ છે.ગુજરાતે જ ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો ની ભેટ આપી છે.
કવિએ ગાંધીજી ના સત્ય નેઆયુધ( શસ્ત્ર) કહ્યું છે .વિશ્વમાં અનેક યુદ્ધો જાતજાતનાં આયુધો થી લડાયા છે. અને ભવિષ્યમાં પણ લડાશે ;પરંતુ આ સત્ય રૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા. અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે.
2. ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણો માં શું રહેલું છે?
જ. કવિ ને પોતે ગુજરાતી હોવાનો ગર્વ છે.પોતાના શિરે ભરતમાતાના આશિષ હોવાનો પણ ગર્વ છે.
તેઓ કહે છે કે ગુજરાતી. વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે .એટલે એમના માં એ પાણીનું ખમીર છે. એમના પ્રાણો માં રત્નાકર ધબકે છે, એટલે કે એમનું જીવન રત્નાકર જેવુ સમૃદ્ધ છે.
નીચેના પ્રશ્નોના દશ-બાર વાક્યો માં મુદ્દાસર ઉત્તર આપો.
1. 'હું એવો ગુજરાતી' કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે?
જ. કાવ્ય નું નામ-'હું એવો ગુજરાતી'
કવિ-વિનોદ જોશી
સાહિત્ય પ્રકાર-ગીત
' હું એવો ગુજરાતી' કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે.
ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે .એનો દેહ અરવલ્લીનો છે .એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે. આજ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે .આ ભૂમિ શત્રુંજય પર્વતના શિખર થી શોભે છે. અહીં જ સૂર્ય મંદિરના ગુંજારવ સંભળાય છે.આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે. અહીંની દ્વારકા નગરીમાં કૃષ્ણપ્રેમ અમૃત રસપાય છે. આ ભૂમિ પર દુહા છંદની રમઝટ બોલાય છે. અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે. મીરાં કરતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે. આ ભૂમિ પર અનેક આખ્યાનો રચાયા છે. આ જ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે .એમાં ગાંધીજીએ ધારણ કરેલ સત્ય રૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાંધાંક હતી. ગાંધીજીના મૌનઅને સરદારની એક હાંક નો જબરો પ્રભાવ હતો. આ સંતોની અને શૂરવીરો ની ભુમિ છે. જેમણે પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની ધાર થી ભૂમિ ની રક્ષા કરી છે. એ ભૂમિના પોતે સંતાન છે એનું કવિ ગૌરવ અનુભવે છે.
0 Comments