છત્રી
લેખક-રતિલાલ બોરીસાગર
સાહિત્ય પ્રકાર-હાસ્ય નિબંધ
લેખક પરિચય- રતિલાલ મોહનલાલ બોરીસાગર નો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા . ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા'. મરક મરક ','આનંદલોક', 'એન્જોયગ્રાફી'' તિલક કરતા ત્રેસઠ 'થયા વગેરે તેમના હાસ્યલેખોના નોંધપાત્ર સંગ્રહો છે . તેમણે 'સંભવામિ યુગે યુગે 'હાસ્યનવલ લખી છે .હાસ્ય સાહિત્ય નું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે. 'બાલ વંદના' તેમનું બાળસાહિત્યનું પ્રધાન છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ,મારવાડી સમેંલન- મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ પ્રાપ્ત થયા છે.
છત્રી હાસ્ય નિબંધ માં લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગો નિરૂપાયા છે. છત્રી ની ખરીદી વખતે થતા અનુભવ અને વારંવાર છત્રી ખોવાઇ જવાથી તેને સાચવી રાખવા માટેના ઉપાયો માંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. અને છત્રી ખોવાઈ જતાં એના ઉપર લખેલા નામ ,સરનામાં ના કારણે છત્રી જેને મળી છે તેનો પત્ર આવે છે ને લેખક છત્રી લેવા રાજકોટ જાય છે .પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા છત્રી ભૂલીને આવે છે. આમ, માણસનું ભૂલકણાપણું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે.
શબ્દાર્થ :
-સાઈઝ-કદ,માપ;
-ઉપાય-ઇલાજ (અહીં)યુક્તિ;
-ટકાઉ-ટકી રહે તેવું,મજબૂત;
-મિથ્યા-ફોગટ,વ્યર્થ,નકામું;
-આચરણ-વર્તન;
-સાંનિધ્ય-સમીપતા;
-ક્ષમાયાચના-ક્ષમા માંગવી તે;
-કારગત-સફળ
વિરુદ્ધાર્થી શબ્દ
સજ્જન×દુર્જન;
વ્યવહારુ×અવ્યવહારુ
ઉધાર×જમા
સહેલું×અઘરું
ભીની×સૂકી
નવી×જૂની
પ્રશ્ન×ઉત્તર
નકામો×કામનો
પ્રામાણિકતા×અ પ્રમાણિકતા
રૂઢિપ્રયોગ
-આચરણ માં મૂકવું-પાલન કરવું,અમલ માં મૂકવું;
-કદર કરવી-લાયકાત જોય યોગ્ય બદલો આપવો;
-ફાફા મારવા-વ્યર્થ પ્રયત્ન કરવો
નીચેના શબ્દો ની સાચી જોડણી લખો.
-નાજૂક-નાજુક
-પરિસ્થિતી-પરિસ્થિતિ
-રવિન્દ્રનાથ-રવીન્દ્રનાથ
નીચેના શબ્દ ની સાચી સંધિ જોડો.
-ઉપ+આય-ઉપાય
-શ્રત+ધા-શ્રદ્ધા
-વિ+અવહાર - વ્યવહાર
નીચેના શબ્દ નો સમાસ ઓળખાવો.
-ચાતુર્માસ-દ્વિગુ સમાસ
-પ્રભુ ભજન-તત્પુરુષ
-નામ-સરનામું- દ્વન્દ્વ સમાસ
-રિક્ષા ભાડું-તત્પુરુષ સમાસ
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
-અડગ રહેવું તે-મક્કમ
નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
1. દુકાનદારે લેખકને કઇ સલાહ આપી?જ. દુકાનદારે લેખકને એવી સલાહ આપી કે છત્રી તેમની પાસે ટકે, એવો ઉપાય શોધી કાઢવો.
2. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું?
જ. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો.
3.દુકાનદારે કરેલું કયું સંબોધન લેખક ને ગમ્યું?
જ.દુકાનદારે કરેલું સાહેબ સંબોધન લેખક ને ગમ્યું.
4.લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાત માં મક્કમ રહ્યાં, કારણ કે......
જ.કારણ કે તે બીજા ની પ્રામાણિકતા ની કદર કરવા ઇચ્છતા હતા.
5.છત્રી પાઠ નું સાહિત્ય સ્વરૂપ જણાવો.
જ.છત્રી પાઠ નું સાહિત્યસ્વરૂપ હાસ્ય નિબંધ છે.
6.છત્રી પાઠ ના લેખક નું નામ જણાવો.
જ.છત્રી પાઠ ના લેખક નું નામ રતિલાલ બોરીસાગર છે.
નીચેના પ્રશ્નોના ત્રણ- ચાર વાક્યમાં ઉત્તર લખો.
1. રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે......
જ. છત્રી હાસ્ય નિબંધ માં લેખક ના ભૂલકળા સ્વભાવ ને કારણે છત્રી ખોવાઈ જવાના પ્રસંગો પરથી હાસ્ય નિષ્પન્ન થાય છે. છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસ્સો ખર્ચો થાય તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહાર નહીં, પણ એક મુર્ખામી ભર્યું કામ હતું તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસા નો પ્રશ્ન નહોતો ,બીજા ની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતા ની કદર કરવી જોઈએ, એવો તેમનો દૃઢ મત હતો.
2. રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામીભરી લાગતી હતી કારણકે......
જ. છત્રી હાસ્ય નિબંધ માં લેખક ના ભૂલકળા. સ્વભાવ ને કારણે છત્રી ખોવાય જવાને કારણે હાસ્ય નિષ્પન્ન થાય છે.રાજકોટ છત્રી લેવા જવાની વાત માં પણ હાસ્ય નિષ્પન્ન થયેલું છે. કારણ કે અમદાવાદ થી છેક રાજકોટ જવાના ભાડા ના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા-પાણી- નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચો ઉમેરીએ તો ત્રણસો- સાડા ત્રણસો રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામીભરી લાગતી હતી.
નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યો માં મુદ્દાસર ઉત્તર લખો.
1. છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળતી હતી?
જ.છત્રી નખોવાય એ માટે લેખકને નીચે મુજબની સલાહો મળતી હતી.
1) લેખકે ગળા માં માળાની જેમ મોટી દોરી રાખવી. એ દોરી સાથે છત્રી ને બાંધી દેવી ,છત્રી ખૂલી શકે એટલી મોટી દોરી રાખવી. વરસાદ માં ભીની થયેલી છત્રી થી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછડ વીંટી રાખવો.
2) લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઇવર રાખે છે તેમ તેઓ આવો બે -ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે 3)તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું ,એકટાણાં કરવાંને પ્રભુ ભજન કર્યા કરવું .આથી છત્રી ખરીદવી જ ન પડે. એટલે છત્રી ખોવાવાનો પ્રશ્ન જ ના રહે.
4) તેમણે છત્રી ઉપર પોતાનું નામ-સરનામું લખાવવું જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખી ને તેમને જાણ કરી શકે.
આમ છત્રી ન ખોવાય એ માટે લેખક ને ઉપર મુજબની સલાહો મળી.
2. 'છત્રી' નિબંધ માંથી હાસ્યરસ રજૂ કરતા ઉદાહરણો આપો .
જ. પાઠ નું નામ-'છત્રી'
સાહિત્ય પ્રકાર-'હાસ્ય નિબંધ'
લેખક નું નામ-રતિલાલ બોરીસાગર
જન્મ-31/08/1938
છત્રી હાસ્યનિબંધ માં લેખકના ભૂલકણા સ્વભાવને કારણે તેમની છત્રી ખોવાઈ જવાના પ્રસંગો અને છત્રી ને સાચવવા માટે સુચવેલા ઉપાયો ને કારણે કેટલાક હાસ્ય નિષ્પન્ન થાય છે 1. છત્રી ખોવાઈ નહીં એ માટે લોકોએ આપેલી સલાહ પણ રમૂજના જ ઉદાહરણો છે 2.તમારી છત્રી મારી પાસે ટકતી નથી. ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો ?3છત્રી પર નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર લખવાની વાત તો રમૂજ પ્રેરે છે ,પણ એનાથી પણ વિશેષ છત્રી પર આખો બાયોડેટા લખવાના વિચાર પર તેમને સંયમ રાખવો પડે છે, એમાં પણ હાસ્ય જોવા મળે છે.4.દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતાં સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે!'- જાણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય એવી રીતે એમાંથી પણ લેખક ખોવાઈ જવાની વાતને હસી કાઢે છે .5. ખોવાયેલી છત્રી લેવા અમદાવાદ થી છેક રાજકોટ જવું એ માટે ખાસ્સો ખર્ચો કરવો અને અંતે ભૂલ કળા સ્વભાવને કારણે મેળવેલી છત્રી ફરી બસમાં ભૂલી જવી ત્યારે પેલી કહેવત યાદ આવે છે: તાં બિયાની ડોશી ને ઢીંગલો માથે મુંડામણ'
આમ ,વાત ને સાદી સીધી અને હળવાશ થી રજૂ કરીને તેમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાની અદભુત કળા લેખક માં છે તેનો પરિચય પણ આ નિબંધ આપણને કરાવે છે.
0 Comments