વાઈરલ ઇન્ફેક્શન 

લેખક- ગુણવંત શાહ

સાહિત્ય પ્રકાર-નિબંધ 

જન્મ-12/03/1937

લેખક પરિચય- 

ગુણવંત ભૂષણ લાલ શાહ નું વતન સુરતજિલ્લાનું રાંદેર છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે

' . કાર્ડિયોગ્રામ', 'રણ તો લીલાછમ' ' વગડાને તરસ ટહુકાની',' વિચારોના વૃંદાવનમાં 'તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે .'બિલ્લો ટિલ્લો ટચ 'અને 'જાત ભણીનીજાત્રા' તેમની આત્મકથા છે.'ગાંધીના ચશ્મા', 'રામાયણ: માનવતાનું મહાકાવ્ય'  અને' મહાભારત :માનવ સ્વભાવનું મહાકાવ્ય' તેમના વ્યક્તિ- વિચાર -ચિંતનના ગ્રંથો છે .તેમને' રણજિતરામ સુવર્ણચંદ્રક 'તથા 'દર્શક 'એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ના 'સાહિત્ય રત્ન 'એવોર્ડ મળ્યો છે. સરકારના 'પદ્મશ્રી' પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયા છે.

      આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. આપણે આરોગ્યની કાળજી બરોબર લેતા નથી, જેના કારણે અનેક હઠીલા રોગો શરીરમાં ઘર કરી જાય છે.' પહેલું સુખ તે જાતે નર્યા 'એ આપણે ત્યાં કહેવત છે ,પણ જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે છે .કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે. અહીં લેખક આપણું ધ્યાન દોરે છે કે જો સફાઈ નો મહિમા થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે. એ જ રીતે પાન, ગુટખા, સિગારેટ જેવા વ્યસનોમાં લોકો ડૂબેલા છે .માત્ર પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે .એ સંદેશ પણ આ નિબંધ માં પડેલો છે .સરળ ગદ્ય માં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને ધારદાર બનાવી છે .અને પ્રજાકીય જાગૃતિનું કામ કર્યું છે.

શબ્દાર્થ

બેદરકાર- કાળજી વગરનું ;

મથવું-મહેનત કરવી (અહીં )પ્રયત્ન કરવો;

 વાઈરલ -રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જીવાણું;

સાધના-સાધવું તે;

નિરોગી-તંદુરસ્ત,આરોગ્યમય;

પ્રહાર-ઘા;

કાર્ડિયોગ્રામ- હૃદયના ધબકારા આલેખતું યંત્ર;


તળપદા શબ્દો

વછૂટી જવું-નીકળી જવું(અહીં)રેબઝેબ થઈ જવું


વિરોધી શબ્દ

માંદુ×સાજું;

અસહ્ય×સહ્ય;

સ્વીકાર×અસ્વીકાર;

સ્વસ્થ×અસ્વસ્થ;

સ્થૂળ×સૂક્ષ્મ;

ગંદકી×સ્વચ્છતા;

સ્વચ્છ×અસ્વચ્છ


રૂઢિપ્રયોગ

-સુગ હોવી - ચીતરી ચડવી;

-મન ના મેલા હોવું - ખરાબ દાનત ના હોવું


શબ્દ સમૂહ માટે એક શબ્દ

-વ્યગ્યમાં કહેવું તે-કટાક્ષ;

-જેની કોઈ સંભાળ રાખનાર નથી-અનાથ;

-જેનામાં કોઈ રોગ નથી-નિરોગી


નીચેના પ્રશ્નો ના એક વાક્યમાં ઉત્તર આપો.

1) ખાવા-પીવાની બાબતમાં કોણ બેદરકાર છે?

જ) ખાવા-પીવા ની  બાબત માંભણેલા અને અભણ લોકો

2) ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા તે પાઠના આધારે જણાવો .

જ)   ભારત માં ગંદકી   થી ભારે ખલેલ પામનાર. સંત વિવેકાનંદજી હતા.

3) પોતાની માંદગીને કોણ આધ્યાત્મિક ભૂલ ગણતું?

જ) પોતાની માંદગી નેમહાત્મા ગાંધી આદ્યાત્મિક ભૂલ ગણતા.

3)આપણે ત્યાં શાનો (રોગ કે વ્યાધિના)ઉપચાર તરીકે સ્વીકાર થયો નથી?

જ)આપણે ત્યાં પ્રેમ નો ઉપચાર તરીકે સ્વીકાર થયો નથી.

4)ભારતની પ્રજામાં કઈ બાબતે ઝાઝી સૂગ જોવા મળતી નથી?

જ)ભારત ની પ્રજા માં ગંદકી બાબતે ઝાઝી સૂગ જોવા મળતી નથી 

5)ગુણવંત શાહ   સાહિત્યક્ષેત્રે શેના માટે જાણીતા છે?

જ)ગુણવંત શાહ સાહિત્યક્ષેત્રે નિબંધકાર તરીકે જાણીતા છે.

નીચેના પ્રશ્નોના ત્રણ- ચાર વાક્યોમાં ઉત્તર આપો.

1) લેખક કઇ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે?

જ) પ્રસ્તુત નિબંધ મા  લેખકે આપણે આરોગ્ય ની કાળજી લેતા નથી તે વાત કરી ને આપણા સમાજ ની અનેક મર્યાદા ઓ   તરફ આંગળી ચીંધી છે.જેમાંની કેટલીક તંદુરસ્ત સમાજ ની મર્યાદા ઓ છે જે નીચે મુજબ છે.

       કીડીયારાની જેમ ઓ.પી.ડી .પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે . અનાથઆશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધો ની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે.

2) ખાનપાન અંગેના લેખકના વિચારો જણાવો .

જ) પ્રસ્તુત નિબંધ માંખાન-પાન અંગેના લેખકના વિચારો નીચે મુજબ જોવા મળે છે.

      તમાકુના ગુટકા ખાનાર ને સફરજન મોંઘું પડે છે. સિગારેટના ધુમાડા કાઢનારને ખજુર, અંજીર ,બદામ કે કાજુ મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય એ જરૂરી નથી ,ફળ પણ હોઈ શકે .કોઈ ના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે ખાવામાં સંયમ જાળવવો જોઈએ.

3)લેખક હદયરોગના હુમલા વિશે શું માને છે?

જ)    લેખકે પ્રસ્તુત નિબંધ માં પ્રજા ના આરોગ્ય બાબતે વર્ણન કર્યું છે 

    લેખકે હૃદયરોગ ના હુમલા વિશે જણાવ્યું છે કે હૃદયરોગ નો હુમલો આવવાનું કારણ માણસ પોતાના શરીર ને પોટલું  સમજી કલાકો સુધી ઑફિસ માં બેસી ને કામ કર્યા કરે છે.તેને કારણે તેણે તે સમયે,ગમે તેટલું ખાવું પડે છે.હુમલો આવે ત્યારે માણસને પરસેવો નથી વળ્યો હોતો. તેથી શરીરે પોતાના મલિક ને કરેલો એ  ક્રૂર કટાક્ષ ગણાય.

     આમ,લેખક હૃદયરોગ ના હુમલા વિશે માને છે.

નીચેના પ્રશ્નોના આઠ-દસ વાક્યમાં ઉત્તર લખો.

1) આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો.

જ) આ નિબંધમાં લેખકે સંદેશ આપ્યો છે કે સ્વચ્છતા નું મહત્વ સમજવું જોઈએ અને વ્યસનોથી દૂર રહેવું જોઈએ .

        આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિત પણે આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય, તો પણ ડોક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ, વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસ નો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ .તમાકુના ગુટકા ,સિગારેટ વગેરે વ્યસનથી દૂર રહેવું જોઈએ ,કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે .કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે તે માટે ખાવામાં સંયમ રાખવો જરૂરી છે. મનની સ્વસ્થતા નો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે .કેમ કે મનની પ્રસન્નતા પાચનશક્તિને જાળવે છે .માણસે હસવાની ટેવ પાડવી જોઈએ .ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે. જીવનમાં  દાવ પેચ રમવાથી કે છળ કપટ કરવાથી પણ શરીર સ્વસ્થ રહે તું નથી. એનાથી દૂર રહેવું જરૂરી છે .આરોગ્યની જાળવણી માટેનો અકસીર ઉપાય' લવ થેરપી 'છે.

2) લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો.

જ)     લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા પગલા લેવા તેના કેટલાક સૂચનો કર્યા છે જે નીચે મુજબ છે.

      પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી . સમજ ,વિવેક તેમજ સદવર્તન સાથે જાણે આપણે છૂટાછેડા લીધા છે ,પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છે. એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે. ખાણીપીણીની વસ્તુઓ તેમજ તેની રીતભાત અયોગ્ય છે ને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે .એ અંગે સાચી સમજ તેમજ જાણકારી સમાજની જાગૃતિ માટે જરૂરી છે. તમાકુના ગુટકા, ધુમ્રપાન, વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે .વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થય ને નુકશાન પહોંચાડે છે.આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઉભી કરવી જોઈએ.