પાઠ ૨ પ્રાણીઓમાં પોષણ

21. ટુંકનોધ લખો : દાંત નો સડો
જવાબ : સામન્ય રીતે મોંમાં બેક્ટેરિયા રહેલા હોઈ છે,પરંતુ તે આપણને નુકશાન કરતાં નથી . જો અપને ખોરાક આરોગ્યા પછી દાંત ને સાફ ના કરીએ તો ઘણા હાનિકારક બેક્ટેરિયા તેમાં વસવાટ કરે છે અને વૃદ્ધિ પામે છે . અ બેક્ટેરિયા ખોરાકમાં બચી ગયેલ શર્કરાને તોડે છે અને એસિડને મુક્ત કરે છે.એસીડ ધીમે ધીમે દાંત ને નુકશાન કરે છે . જેને “દાંત નો સાડો” કહેવાય છે. જો તેને સમયસર સારવાર ન આપવા માં આવે, તો તે દાંત નો દુખાવો પ્રેરે છે પરિણામે દાંત નાશ પામે છે. ચોકલેટ ,મીઠાઈ, ઠંડા પીણા અને ખાંડની પેદાશો અને ઘણા દુષણો દાંતનો સાડો પ્રેરે છે.

22. લાળ એ ....................... ની સરળ શર્કરા માં રૂપાંતર કરે છે.
જવાબ : સ્ટાર્ચ

22 (A) ખોરાકને ચાવતા તેમાં ભળેલી લાળ ખોરાકમાં રહેલ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતરણ કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.

હેતુ : લાળગ્રંથીમાંથી સ્ત્રવતી લાળ ખોરાકને ચાવતી વખતે તેમાં રહેલા સ્ટાર્ચ નું પાચન/રૂપાંતર શર્કરામાં કરે છે.

સાધન-સામગ્રી : બે ટેસ્ટટ્યુબ, ડ્રોપર, ઉકાળેલા ચોખા, ચાવેલા ચોખા, આયોડીન દ્રાવણ, પાણી

આકૃતિ :





પદ્ધતિ : બે કસનળી લો. કસનળી A માં એક ચમચી ઊકાળેલાં ચોખા લો. થોડા ઉકાળેલા ચોખા 3-5 મિનિટ ચાવ્યા પછી કસનળી B માં લો. બંને ટેસ્ટટ્યુબમાં 4-5 મિલિ પાણી ઉમેરો. હવે ડ્રોપર ની મદદથી બંને ટેસ્ટટ્યુબ A અને Bમાં આયોડીન દ્રાવણના 3-4 ટીપાં ઉમેરો. થોડું હલાવી બંનેને રાખી મૂકો. બંને કસનળીમાં દ્રાવણના રંગમાં થતો ફેરફાર નોંધો.

અવલોકન :
(1) ઉકાળેલા ચોખા ધરાવતી કસનળી A માં રગપરિવર્તન જોવા મળે છે. કરણ કે તેમાં સ્ટાર્ચ હાજર છે.
(2) ચાવેલા ચોખા ધરાવતી કસનળીમાં ભૂરાં રંગનું દ્રાવણ જોવા મળતું નથી. કારણ કે ચાવેલા ચોખામાં લાળ
ભળવાથી સ્ટાર્ચનું રૂપાંતર શર્કરામાં થઇ જાય છે.

નિર્ણય : મોઢામાં ખોરાક ચાવવાથી લાળરસનો સ્ત્રાવ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. લાળ સ્ટાર્ચને શર્કરા માં ફેરવે છે

23. ...................... એ મુખગૃહાના પાછળના તળીયે જોડાયેલ માંસલ અંગ છે.
જવાબ : જીભ

24. જીભના કર્યો જણાવો.
જવાબ: જીભ વાત કરવા માટે , ચાવતી વખતે ખોરાક સાથે લાળરસ ભેળવવામાં તેમજ ખોરાક ને ગળવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. જીભ ઉપર આવેલાં રસંકુલોની મદદથી સ્વાદની પરખ થઇ શકે છે.

25. ચાવેલો ખોરાક મોંમાંથી ............. માં જાય છે.
જવાબ : અન્નનળી

26. અન્નનળી ગાળામાં થઇ ને ............... માં પ્રવેશે છે.
જવાબ : જઠર

27. અન્નનળીમાં ખોરાક કેવી રીતે આગળ વધે છે?
જવાબ : અન્નનળીની દિવાલના પરીસંકોચના કારણે અન્નનળીમાં ખોરાક આગળ વધે છે.

28. આપણને ઉલટી કેમ થાય છે?
જવાબ: અન્નનળીમાં ખોરાક અન્નનળીની દીવાલના પરીસંકોચ ના કારણે આગળ વધે છે. જેથી ખોરાક નીચેની દિશામાં ઘકેલાય છે .ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારતો નથી, અને આપણને ઉલટી થાય છે.

29. કારણ આપો : જમતી વખતે કોઈક વખત હેડકી કે ઉધરસ આવે છે.
જવાબ : શ્વાસનળી નસકોરામાંથી હવાને ફેફસાં સુધી પહોંચાડે છે. અન્નનળી સાથે આવેલી છે. ગાળામાં હવા અને ખોરાક માટે એક સામાન્ય માર્ગ હોય છે. ગળવાની પક્રિયા દરમીયાન, એક પડદા જેવો વાલ્વ શ્વાસનળીના માર્ગને બંધ રાખે છે અને ખોરાક ને અન્નનળી માં ધકેલે છે. જો સંજોગોવશાંત ખોરાક શ્વાસનળી માં પહોચે, તો કંઇક ફસાયું હોઈ તેમ, હેડકી આવવી તથા ઊધરસ આવવાની અનુભૂતિ થાય છે .

30. જઠર હાઈડ્રોક્ર્લોરિક એસીડ અને .............. નો સ્ત્રાવ કરે છે, જે ખોરાક પેર કાર્ય કરે છે.
જવાબ : પાચકરસો

31. જઠર એક છેડેથી........... દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે થી............ માં ખુલે છે.
જવાબ : અન્નનળી , નાના આંતરડા

32. ટુંક નોધ લખો : જઠર
જવાબ : જઠર જડી કોથળી જેવી રચના છે. તેનો આકાર પહોળા “U” જેવો છે. તે પાચનમાર્ગનો સૌથી પહોળો ભાગ છે. તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે. જઠરની દીવાલ શ્લેષ્મ, હાઈડ્રોકલોરિક ઍસિડ અને પાચકરસોનો સ્ત્રાવ કરે છે. સ્લેષ્મ જઠરની અંદરની દીવાલ ને રક્ષણ આપે છે. એસીડ ઘણા બેકેરીયા ને મારી નાખે છે, ખોરાક સાથે ભળી જઠરના માધ્યમને એસીડીક બનાવે છે તથા પચાકરસો ને કાર્યરત કરે છે. પાચકરસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે.

33. નાનું આતરડું .................. મીટર લાંબુ હોય છે.
જવાબ : 7.5

34. નાનું આતરડું ............. અને .................. ના સ્ત્રાવો મેળવે છે.
જવાબ: યકૃત, સ્વાદુપિંડ

35. .............. એ મનુષ્યની સૌથી મોટી પાચનગ્રંથી છે.
જવાબ : યકૃત