પ્રકરણ ૧૪ નૈસર્ગિક સ્ત્રોતો



પ્રશ્ન-11 જળ-પ્રદૂષણ એટલે શું? જળ-પ્રદૂષણ કેવી રીતે થાય છે તે જણાવો.
ઉત્તર: પાણીમાં હાનિકારક પદાર્થોનો ઉમેરો થતાં તે ઉપયોગ માટે નકામું બને તેને જળ-પ્રદૂષણ કહે છે.

જળ-પ્રદૂષણ મુખ્યત્વે માનવ-પ્રવૃત્તિઓ વડે થાય છે,જે નીચે મુજબ છે:

  • ખેતરોમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને કીટકનાશકોનો કેટલોક ભાગ પાણીમાં જતાં પાણી પ્રદૂષિત થાય છે.

  • શહેર કે નગરના ગટર નાળાના ગંદા પાણી નદી,જળાશયોમાં ઠલવાતા ડિટરજન્ટ,સુએઝ કચરો, રોગકારકો (બૅક્ટરિયા,વાઇરસ,પ્રજીવ વગેરે) પાણીમાં ભળી પ્રદૂષિત કરે છે.

  • ઉદ્યોગોમાં સર્જાતા કચરો જળસોતમાં ઠલવાતા રાસાયણિક ઝેરી દ્રવ્યો પાણીમાં ઉમેરાતાં પાણી પ્રદૂષિત થાય છે.

  • કેટલાક વિશિષ્ટ ઉદ્યોગો પાવર પ્લાન્ટ,થર્મલ પાવર સ્ટેશનમાં ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ થાય છે અને અંતે ગંદા ગરમ પાણીને જળાશયમાં પાછું વહેવડાવવામાં આવે છે.આ ગરમ પાણી ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે.

  • જ્યારે બંધમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે નદીઓના પાણીનાં તાપમાન પર અસર થાય છે.

પ્રશ્ન-12 જળ પ્રદૂષણ ની અસરો સમજાવો.

ઉત્તર: જળ-પ્રદૂષણની અસરો નીચે મુજબ છે:

  • જળાશયોમાં અનૈછિક પદાર્થો જેવા કે ખેતરોમાં ઉપયોગમાં લેવાતી જંતુનાશક કે ખાતરો ભળવાથી અથવા કાગળ ઉદ્યોગમાં ઉત્પન્ન થયેલા પારા (મરક્યુરી) ના ક્ષાર જેવા ઝેરી પદાર્થો અથવા ગટરના ગંદા પાણી દ્વારા કૉલેરા કે ટાઇફૉઇડ જેવા રોગ ફેલાવનારા બૅક્ટરિયા પાણીમાં ભળે અને આવું પ્રદૂષિત પાણી પીવા માટે કે અન્ય ઉપયોગમાં લેવાતા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો સર્જાય છે.

  • જળાશયોમાં વસવાટ કરતી વનસ્પતિઓ અને પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઑક્સિજનનો ઉપયોગ કરે છે. જળાશયોમાં જૈવવિઘટનીય પ્રદૂષકો ઉમેરાતાં તેના વિઘટન (ઑક્સિડેશન) માટે દ્રવ્ય ઑક્સિજન વપરાય છે. દ્રાવ્ય ઑક્સિજનનો આ ઘટકો જળચ સજીવો પર વિપરીત અસર કરે છે. જળાશયોમાંથી બીજાં પોષક દ્રવ્યો નો પણ ઘટાડો થઈ શકે છે.

  • જળચર સજીવો જે જળાશયોમાં રહે છે,ત્યાં તેઓ એક વિશિષ્ટ તાપમાનને અનુલિત હોય છે. પાણીના ઉષ્મીય પ્રદૂષણને કારણે તાપમાનમાં અચાનક પરિવર્તન તેઓના માટે નુકસાનકારક હોઈ શકે છે.તાપમાનના ફેરફારની અસર તેમની પ્રજનનક્રિયા પર પડે છે. વિવિધ પ્રકારના પ્રાણીનાં ઈંડા અને ડિમ્ભ તાપમાનના ફેરફાર સામે સંવેદનશીલ હોય છે.

પ્રશ્ન 13. ભૂમિ એટલે શું?તેનું નિર્માણ કેવી રીતે થાય છે તે જણાવો. 
ઉત્તર: પૃથ્વીના સૌથી બહારના ઘન પડને ભૂમિ કહે છે.ભૂમિમાં રહેલાં ખનીજો સજીવોને જુદા જુદા પ્રકારનાં પોષક તત્ત્વો પૂરાં પાડે છે. 
શરૂઆતમાં ખનીજ તત્ત્વો મોટા પથ્થરોરૂપે હોય છે.તેના પર આબોહવાના પરિબળો સૂર્યપ્રકાશ,પાણી, પવનની અસરો થતાં પથ્થરોનું વિઘટન સૂક્ષ્મ કણોમાં થાય છે. ભૂમિ-નિર્માણમાં લાઇકેન જેવા સજીવો  અગત્યનો ભાગ ભજવે છે. આમ, પિતૃખડકો પર અજૈવ અને જૈવપરિબળોની અસરથી ભૂમિનું નિર્માણ થાય છે.

પ્રશ્ન 14. ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો સમજાવો.
ઉતર: ભૂમિ નિર્માણ માટે અજૈવ પરિબળો સૂર્ય,પાણી અને પવન છે જ્યારે જૈવ પરિબળ લાઈકેન છે.
સૂર્ય : દિવસના સમયે સૂર્ય–ઉષ્મા પથ્થરને ગરમ કરે છે.ગરમ પથ્થરોનું વિસ્તરણ થાય છે.રાત્રિના સમયે પથ્થરો ઠંડા પડતાં તેમનું સંકોચન થાય છે.પથ્થરોના બધા જ ભાગો સરખા પ્રમાણમાં ગરમ થઈ વિસ્તરણ પામતા નથી અને તે જ પ્રમાણમાં ઠંડા થઈ સંકોચાતા નથી,આવું વારંવાર થવાના પરિણામે પથ્થરોમાં તિરાડો પડતી જાય છે અને કાળક્રમે મોટા પથ્થરો તૂટી નાના ટુકડાઓમાં પરિવર્તિત થાય છે.

પાણી : 
ભૂમિ – નિર્માણમાં પાણી બે રીતે મદદરૂપ છે : 
(1) પાણી પથ્થરોની તિરાડોમાં પ્રવેશી તિરાડોને પહોળી કરે છે. 
(2) ઝડપથી વહેતું પાણી મજબૂત ( કઠણ ) પથ્થરોને તોડી નાખી શકે છે . તીવ્ર ગતિથી વહેતું પાણી તેની સાથે પથ્થરોના મોટા અને નાના કણોને નીચે તરફ લઈ જાય છે. આ કણો બીજા પથ્થરો સાથે ઘસાતા જઈ કદમાં નાના થતા જાય છે અને છેવટે ભૂમિકણોમાં ફેરવાય છે. આ રીતે ભૂમિ મૂળભૂત પથ્થરથી ઘણો દૂરના સ્થાને મળી આવે છે. 

પવન : 
તીવ્ર પવનથી પથ્થરોનો ઘસારો થતાં તૂટી નાના કણો નિર્માણ પામે છે.આ નાના કણોને પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. 

લાઇકેન : લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતી આ વનસ્પતિઓ પથ્થરોની સપાટી પર ઊગે છે. તે વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો સ્રાવ કરે છે.આ સાવ પથ્થરોની સપાટીને તોડી પાઉડરના સ્વરૂપમાં ફેરવે છે. આમ,ભુમિનું પાતળું સ્તર બનાવે છે. હવે આ સપાટી મૉસ (શેવાળ) જેવી બીજી નાની વનસ્પતિઓના ઊગવા માટે સક્ષમ હોય છે.તેઓ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે.મોટાં વૃક્ષોનાં મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ વૃદ્ધિ પામી તિરાડોને વધારે પહોળી કરે છે.આ રીતે સજીવો પણ ભૂમિ–નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે.