1. આર્યનાથે ......... વગાડવાની કલા તેના કુટુંબના સભ્યો પાસેથી શીખી છે.
ઉત્તર : બીન 2. “ક્રાલબેલિયા' તરીકે કઈ જાતિના લોકો ઓળખાય છે?
ઉત્તર : જે જાતિના લોકો બીન વગાડીને સાપને નચાવી તેના પર જ પોતાનું ગુજરાન ચલાવે છે, તે જાતિના લોકોને “કાલબેલિયા' કહે છે.
3. કાલબેલિયાને લોકો ......... પણ કહે છે.
ઉત્તર : મદારી
4. આર્યનાથના દાદાનું નામ ............ છે.
ઉત્તર : રોશનનાથજી
5. નાગ ગુંફન કલા કયા રાજયમાં પ્રચલિત છે?
ઉત્તર : ગુજરાત
6. નાગ ગુંફન કલાનો ઉપયોગ શેના માટે થાય છે?
ઉત્તર : નાગ ગુંફન કલાનો ઉપયોગ રંગોળીમાં, ભરતગૂંથણમાં તથા દીવાલ શણગારવામાં થાય છે.
7. નાગ ગુંફન કલા ક્યાં ક્યાં પ્રચલિત છે?
ઉત્તર : નાગ ગુંફન કલા સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં પ્રચલિત છે.
8. મદારીઓ સાપને ........... માં રાખતા હતા.
ઉત્તર : વાંસની ટોપલી
9. મદારી પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતા હતા?
ઉત્તર : મદારી પોતાની વાંસની ટોપલીમાં સાપ અને જંગલી ઔષધિઓ લઈને ગામે-ગામ ફરતા હતા અને દરેક ગામમાં જ્યાં માણસો ભેગા થશે તેવું લાગે ત્યાં બીન વગાડીને લોકોનું ટોળું ભેગું કરતા, પછી લોકો ભેગા થતાં ટોપલીમાંથી સાપને બહાર કાઢી તેનો ખેલ બતાવતા તથા સાપ વિશે સમજાવતા. તે પછી લોકોને જરૂરી ઔષધિ પણ આપતા બદલામાં લોકો તેમને પૈસા કે અનાજ આપતા. આમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા.
10. મદારી લોકોને કેવી રીતે મદદ કરતા હતા?
ઉત્તર : ગામમાં સાપ નીકળ્યો હોય તેને પકડવા, કોઈને સાપ કરડ્યો હોય તો તેનો ઇલાજ કરવા અને બીજા ઘણા બધા રોગોમાં દેશી દવા આપીને મદારીઓ લોકોને મદદ કરતા હતા.
11. મદારી સાપના ડંખના નિશાન પરથી સાપનો પ્રકાર જાણી શકે છે.
ઉત્તર : સાચું
12. પહેલાંના સમયમાં ગામમાં કોઈને સાપ કરડ્યો હોય તો લોકો ........ ને બોલાવતા.
ઉત્તર : મદારી
13. ખેડૂતો મદારીને શા માટે બોલાવતા હતા?
ઉત્તર : ખેતરમાં સાપ નીકળ્યો હોય તો તેને પકડવા માટે ખેડૂતો મદારીને બોલાવતા હતા.
14. મદારી સાપને શેની મદદથી નચાવતા હતા?
ઉત્તર : બીન
15. કાલબેલિયા જાતિના લોકો બાળકોને વારસામાં પોતાનો વ્યવસાય આપે છે.
ઉત્તર : સાચું
16. કાલબેલિયા વડીલો પોતાનાં બાળકોને વ્યવસાય અંગેની કઈ કઈ બાબતો શીખવે છે?
ઉત્તર : કાલબેલિયા વડીલો પોતાનાં બાળકોને સાપ કેવી રીતે પકડવો, તેને કેવી રીતે કાબુમાં રાખવો , જંગલમાં વિવિધ જડીબુટ્ટી એકઠી કરી તેનો વિવિધ રોગોના ઉપચાર માટે ઉપયોગ કરવાની રીત, સાપનો ડંખ જોઈને તેની જાત ઓળખી તેનો ઉપચાર કરવાની રીત, સાપના ઝેરી દાંત કાઢવાની રીત, સાપના ઝેરની નળી બંધ કરવાની રીત વગેરે વ્યાવસાયિક બાબતો શીખવે છે.
17. સાપને કાન હોતા નથી. તો તે બીન વગાડવાથી નૃત્ય કેમ કરે છે?
ઉત્તર : સાપને કાન હોતા નથી, પણ બીન વાગવાથી જમીનમાં ક્ુજારી ઉત્પન્ન થાય છે અને તે અનુભવીને સાપ બીન વાગવાથી નૃત્ય કરે છે.
18. મોટા થતાં આર્યનાથને તેના પિતાએ શું શીખવ્યું?
ઉત્તર : મોટા થતાં આર્યનાથને તેના પિતાએ સાપના ઝેરી દાંત કાઢતાં અને તેની ઝેરની નસ બંધ કરતાં શીખવ્યું.
19. પહેલાંના સમયમાં મદારી લોકોનું મનોરંજન કરતા ન હતા.
ઉત્તર : ખોટું
20. સરકારે કાયદો બનાવ્યો છે કે, કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકે નહીં.
ઉત્તર : સાચું
21. નીચેનામાંથી કયા પ્રાણીને પોતાની જોડે રાખવું એ ગુનો નથી?
ઉત્તર : બકરી
22. હાલના સમયમાં મદારીને પોતાનું ગુજરાન ચલાવવાની તકલીફ કેમ પડે છે?
ઉત્તર : અત્યારે ટીવી જેવાં મનોરંજનનાં સાધનો આવી ગયા હોવાથી લોકો મદારીનો ખેલ જોવા આવતા નથી. ઉપરાંત સરકાર દ્વારા જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમને પાસે નહિ રાખવાનો કાયદો બનાવવામાં આવ્યો છે; તેથી મદારીને તેમનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડી રહી છે.
23. મદારી સાપને મારી તેમની ચામડી વેચતા હતા.
ઉત્તર : ખોટું
24. કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકશે નહીં - આ કાયદો યોગ્ય છે કે અયોગ્ય? કેમ ?
ઉત્તર : કોઈ પણ વ્યક્તિ જંગલી જાનવરોને પકડી અથવા રાખી શકશે નહીં. આ કાયદો સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. તે યોગ્ય છે. કારણ કે, કોઈ પણ પ્રાણીને પીંજરામાં રહેવું કે કોઈની કેદમાં રહેવું ગમતું નથી. તેને કુદરતી વાતાવરણમાં હરવું ફરવું ગમે છે.
25. .......... મદારી લોકોનો ખજાનો છે.
ઉત્તર: સાપ
26. મદારીઓ તેમની દીકરીઓને લગ્નની ભેટમાં સાપ આપે છે.
ઉત્તર : સાચું
27. ............ નૃત્ય સાપના હલનચલન જેવું જ હોય છે.
ઉત્તર : કાલબેલિયા
28. હાલ મદારી પોતાના સાપ વિશેના જ્ઞાનનું શું કરે છે?
ઉત્તર : હાલ મદારી પોતાના સાપ વિશેનું જ્ઞાન ગામના લોકો અને બાળકોને આપે છે. તેમનામાંથી સાપનો ડર દૂર કરે છે. અને સાપને ઓળખવામાં મદદ કરે છે.
29. કાલબેલિયા નૃત્યમાં વપરાતાં મોટા ભાગનાં સાધનો શેમાંથી બનાવેલાં હોય છે?
ઉત્તર : સૂકવેલી દૂધી
30. કાલબેલિયા નૃત્યમાં સંગીત માટે કયાં કયાં સાધનો વપરાય છે?
ઉત્તર : કાલબેલિયા નૃત્યમાં સંગીત માટે બીન, તુંબા, ખંજરી અને ઢોલ જેવાં સાધનો વપરાય છે.
0 Comments