બે ખાનાંનો પરિગ્રહ
પ્રશ્ન-9. નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો:
(1) ગરીબ = નિર્ધન , દરિદ્ર
(2) મુસાફરી = પ્રવાસ , સફર
(3)નિશ્ચય = નિર્ણય , સંકલ્પ
(4)કસોટી = પરીક્ષા , પરખ
(5) અવાજ = કંઠ , ધ્વનિ
(6) તકલીફ = તસ્દી , શ્રમ
(7) સગવડ = અનુકૂળતા ,જોગવાઈ
(8) મેદની = ભીડ , ગીરદી
(9) ખેવના = કાળજી , સંભાળ
(10) જીવન = આયુષ્ય , જિંદગી
(11) વસમુ = મુશ્કેલ , કપરું
(12) વશ = તાબે , શરણે
પ્રશ્ન-10.નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો:
(1) ગરીબ × તવંગર
(2) સહ્ય × અસહ્ય
(3) ઓછું × વધારે
(4) સદુપયોગ × દુરુપયોગ
(5) ઇનકાર × સ્વીકાર
(6) પ્રેમ × નફરત
(7) દુઃખ × સુખ
(8) પસંદ × નાપસંદ
(9) સગવડ × અગવડ
(10) ગરમ × ઠંડું
પ્રશ્ન-11.રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો:
(1) આજીજી કરવી - વિનંતી કરવી
વાક્ય- શાળાએ પ્રવેશ મેળવવા માટે મારા પિતાએ આજીજી કરી.
(2) ભાન આવી જવું - સમજણ આવી જવી
વાક્ય- જીવનમાં દુઃખ આવી જતા બધાને ભાન આવી જાય છે.
(3) ઝંખવાણા પડવું - શરમીંદા થઈ જવું
વાક્ય- વૃશાંક પરીક્ષામાં ફેલ થયો આથી તે ઝંખવાણો પડી ગયો.
પ્રશ્ન-12. નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક-એક શબ્દ લખો:
(1) સહન ન થઇ શકે તેવું - અસહ્ય
(2) અંગ્રેજોના સમયના ભારતના સર્વોચ્ચ અધિકારી - વાઇસરોય
(3) ભેગું કરવાનું માનસિક વલણ - પરિગ્રહ
(4) વિકાસ માટે ઉઘરાવવામાં આવેલો ફાળો - ફંડ
(5) ઘરના જેવી સગવડ વાળો રેલવેનો ખાસ ડબ્બો - સલૂન
(6) પાપના નિવારણ માટેનું તપ - પ્રાયશ્ચિત
(7) જેનું મૂલ્ય ન થઈ શકે તેવું - અમૂલ્ય
પ્રશ્ન-13. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
(1) વીમાન - વિમાન
(2) પુજય - પૂજ્ય
(3) મુશાફરી - મુસાફરી
(4) ગીરદી - ગિરદી
(5) નિશ્રય - નિશ્વય
(6) તફકલી - તકલીફ
(7) મુદુલા - મૃદુલા
(8) સટેશન - સ્ટેશન
(9) પૌતરી - પૌત્રી
(10) પ્રાયશચિત - પ્રાયશ્ચિત
(11) દુરૂપયોગ - દુરુપયોગ
(12) અમુલ્ય - અમૂલ્ય
(13) સ્પેશ્યલ - સ્પેશિયલ
(14) કેડવણી - કેળવણી
(15) જીણવટ - ઝીણવટ
પ્રશ્ન-14.નીચેનાં વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો:
(1) ગરમી અસહ્ય હતી. - ગરમી
(2) 24 કલાકનો રસ્તો હતો. - રસ્તો
(3) બાપુજી બપોરનું ભોજન 10:00 વાગે લેતાં. - ભોજન
પ્રશ્ન-15. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
(1) ઇનકાર , ઈચ્છા , અવાજ , ઉપયોગ , અમૂલ્ય
=> અમૂલ્ય , અવાજ , ઈચ્છા , ઇનકાર , ઉપયોગ
(2) પૂજ્ય , તકલીફ , યજ્ઞ , સામાન , બાપુજી
=> તકલીફ , પૂજ્ય , બાપુજી , યજ્ઞ , સામાન
પ્રશ્ન-16. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો:
(1) વાઇસરૉયે તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા. - પૂજ્ય
(2) ગરમી અસહ્ય હતી. - અસહ્ય
(3) કેવો લુલો બચાવ છે. - લૂલો
(4) આંધળો પ્રેમ તે આનું નામ. - આંધળો
(5)બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા. - સદુપયોગ
પ્રશ્ન-17. 'મહાત્મા ગાંધી' વિશે સાત- આઠ વાક્યો લખો:
જવાબ- મહાત્મા ગાંધીનો જન્મ ઈ.સ ૧૮૬૯ના ઓક્ટોબરની બીજી તારીખે પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે.બાળપણમાં તેમણે 'હરિશ્ચંદ્ર' નાટક જોયું. શ્રવણ ની વાર્તા વાંચી. તેની ગાંધીજી પર ઊંડી અસર થઇ. માધ્યમિક શિક્ષણ પૂરું કરીને તેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બૅરિસ્ટર થયા. ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં તેમને રંગભેદનો કડવો અનુભવ થયો. આ અન્યાય દૂર કરવા તેમણે અહિંસક લડત ઉપાડી. તેમાં તેઓ સફળ થયા. ત્યાંથી ભારત આવ્યા.ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા બાપુએ આંદોલન ચલાવ્યું. અહિંસા અને સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતાં. સમગ્ર ભારતના લોકોનો તેમને સાથ મળ્યો. તેઓ સફળ થયા. ઇ.સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી.
0 Comments