પ્રકરણ ૧૪ નૈસર્ગિક સ્ત્રોતો



પ્રશ્ન 19. ગ્રીનહાઉસ એટલે શું? ગ્રીનહાઉસ અસર કોને કહે છે?
ઉત્તર : ગ્રીનહાઉસ એટલે ઉષ્ણ કટિબંધીય વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી ગરમ રાખવા માટે તૈયાર કરાતા કાચનાં બંધ આવરણો.

ગ્રીનહાઉસ અસર :
કેટલાક વાયુઓ (દા.ત., CO), પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે.આ પ્રકારના વાયુઓનો પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના વિશ્વના સરેરાશ તાપમાનને વધારે છે.આ પ્રકારની અસરને ગ્રીનહાઉસ અસર કહે છે.

પ્રશ્ન 20. ઓક્સિજન ચક્ર સમજાવો.
ઉત્તર: સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતા O2 ના ચક્રિયકરણ ને ઓક્સિજન ચક્ર કહે છે.

O2 નો ઉપયોગ કરતી ક્રિયાઓ: વાતાવરણનો O2 ત્રણ પ્રક્રિયાઓ દહનમાં શ્વસનમાં અને નાઈટ્રોજન ઓક્સાઈડ ના નિર્માણ માં વપરાય છે.

શ્વસનક્રિયા માં ઓક્સિજન જરૂરી છે. પરંતુ કેટલાક બેક્ટેરિયા માટે સતત વીઓ ઓક્સિજન ઝેર સમાન છે.

O2 મુક્ત કરતી ક્રિયા: હરી દ્રવ્ય ધરાવતા સજીવો ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિ વડે થતી પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા ઓક્સિજન વાતાવરણમાં પાછો મુક્ત થાય છે.

પ્રશ્ન 21. ઓઝોન શું છે? ઓઝોન ઝેરી હોવા છતાં સજીવો માટે કેવી રીતે લાભકારક છે તે જણાવો.
ઉતર: વાતાવરણમાં તત્વિય ઓક્સિજન સામાન્ય રીતે દ્વિ પરિમાણીય અણુ સ્વરૂપે જોવા મળે છે, પરંતુ વાતાવરણ ના ઉપરના ભાગમાં ઓક્સિજનના ૩ પરમાણુ ધરાવતો જોવા મળે છે તેને ઓઝોન (O3) અણુ કહે છે.

ઓક્સિજન ના દ્વિ પરિમાણીય અણુથી વિપરીત ઓઝોન ઝેરી હોય છે. પરંતુ ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક આવેલ નથી. તે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો નું શોષણ કરી પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે આ રીતે સજીવો માટે લાભકારક છે.

પ્રશ્ન 22. ટૂંકનોંધ લખો: ઓઝોન સ્તરનું વિઘટન
ઉતર: ઓઝોન સ્તરનું વિઘટન હાલમાં એક ગંભીર સમસ્યા છે. મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો પૈકી CFC ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં સ્થાયી અવસ્થામાં હોય છે. CFC ક્લોરિન અને fluorine યુક્ત કાર્બનિક સંયોજન છે. તે કોઈ જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન પામતું નથી. તેઓના સ્તરની નજીક પહોંચી ઓઝોન ની સાથે પ્રતિક્રિયા કરી એક પછી એક અણુ દૂર કરે છે તેના પરિણામે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે.

હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્ટિકા ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો જોવા મળ્યા છે ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોનના વધારે નાશ થવાને કારણે પૃથ્વી પરના સજીવ પર તેની ખૂબ ગંભીર અસરો જોવા મળે છે.