પાઠ : ૩ સ્વાદથી  પાચન સુધી

1. કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે?
ઉત્તર : કારેલા

2...............નો સ્વાદ ખાટો હોય છે.
ઉત્તર : આમલી

3. જીભના કયા ભાગમાં આપણે ગળ્યો સ્વાદ અનુભવાય છે?
ઉત્તર : જીભ ના આગળના ભાગમાં આપણને ગળ્યો સ્વાદ અનુભવાય છે.

4. કયા મસાલો સ્વાદ તીખો હોય છે?
ઉત્તર : મરી

5. ખોરાકને મોંથી જઠર માં લઇ જવાનું કાર્ય કોણ કરે છે?
ઉત્તર : અન્નનળી

6. ડો. બ્યુમોન્ડે માર્ટીન નામના સૈનિક પર શરીરના કયા અંગો વિશે પ્રયોગ કર્યો છે?
ઉત્તર : પેટ પર

7. પાચનતંત્ર નો કયો અવયવ ખોરાકને વલોવાનું કાર્ય કરે છે?
ઉત્તર : જઠર

8. ગ્લુકોઝનું સ્વાદ...............હોય છે.
ઉત્તર : ગળ્યો

9. ખોરાકને ચાવવાનું કાર્ય.................માં થાય છે.
ઉત્તર : મોં

10. શાક સ્વાદે મોળું બન્યું હોય તો શાકમાં..............નાખવાનું રહી ગયું હોય છે.
ઉત્તર : મીઠું

11. મરચું, મીઠું ,વરીયાળી, ખાંડ વગેરેમાંથી..............સુગંધથી ઓળખી શકાય છે.
ઉત્તર : વરીયાળી

12. જઠરમાંથી ખોરાક...............જાય છે.
ઉત્તર : નાના આંતરડામાં

13. ખોરાકનું સંપૂર્ણ પાચન................થાય છે.
ઉત્તર : નાના આંતરડામાં

14. રસોડાના મસાલામાં..............નો મસાલો કડવો હોય છે.
ઉત્તર : મેથી

15. ...............થાય ત્યારે જમવા નો સ્વાદ બરાબર જાણી શકાય નહીં.
ઉત્તર : શરદી

16. ખોરાકના છ સ્વાદ કયા કયા છે?
ઉત્તર : ગળ્યો ,ખારો ,ખાટો ,તીખો,કડવો અને તૂરો.

17. કડવો સ્વાદ હોય તેવી બે વાનગીઓ ના નામ આપો?
ઉત્તર : કારેલાનું શાક, મેથીના લાડુ

18. પાચન અંગો કોને કહે છે?
ઉત્તર : ખોરાકને પચાવવાનું કાર્ય કરતા અને તેમાં મદદ કરતા અંગોને ' પાચન અંગો ' કહે છે.

19. પાચનતંત્રના અવયવો જણાવો.
ઉત્તર : (1) મોં , દાંત, જીભ (2) અન્નનળી (3) જઠર (4) નાનું આંતરડું (5) મોટું આંતરડું

20. એસિડિટી એટલે શું?
ઉત્તર : ખોરાકનું સારી રીતે પાચન ન થાય ત્યારે પેટમાં બળતરા થાય છે આને એસીડીટી કહે છે.