પાઠ ૬ ભીખુ

લેખક- ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી 'ધૂમકેતુ'

જન્મ: ઇ.સ.1892

મૃત્યુ : ઇ.સ.1965

સાહિત્ય પ્રકાર- સંવેદનકથા


પ્રશ્ન-1. 'ભીખુ' પાઠના લેખકનું ઉપનામ શું છે?
(A) ધૂમકેતુ 
(B) સુંદરમ 
(C) કલાપી 
(D) મરીઝ

=> (A)ધૂમકેતુ

(2) વીજળીની રોશની શાનાથી ઝાંખી થતી હતી?

(A) ધુમાડાથી 
(B) મીલથી 
 (C) ચમકારાથી 
(D) સાંજથી

=> (A)ધુમાડાથી

(3) અહીં 'માણસોનો ઠઠારો' એટલે.......

(A) ધક્કામુકી 
(B) ભીડ 
(C) મેળો 
(D) ઝગમગાટ

=> (B) ભીડ

(4) 'એક કંગાલ પર ઇતની રહમ કરો !' આ વાક્ય કોણ બોલે છે?

(A) ભીખુ 
(B) કંગાળ સ્ત્રી 
(C) શોફર 
(D) દર્દી

=> (B) કંગાળ સ્ત્રી

(5) દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં કોણ બેઠું હતું?

(A) ધનવાન સ્ત્રી 
(B) કંગાળ સ્ત્રી 
(C) ભિખારી 
(D) ભીખુ

=> (B) કંગાળ સ્ત્રી

(6) મૃત્યુના મુખમાંથી છોકરાને કોણે બચાવી લીધો?

(A) લેખકે 
(B) શોફરે 
(C) કંગાળ સ્ત્રીએ 
(D) મોટરે

=> (B) શોફરે

(7) શોફરે ઠપકા ભરી નજર કોના તરફ નાખી?

(A) છોકરા તરફ 
(B) છોકરાની મા તરફ 
(C) લેખક તરફ 
(D) લોકો તરફ

=> (B) છોકરાની મા તરફ

(8) 'પગથી પર ચડી ગયો' એટલે....

(A) પગેથી ચાલીને ગયો 
(B) ફૂટપાથ પર ગયો
(C) રોડ પર ગયો 
(D) એક પ્રકારના વાહનમાં ગયો.

=> (B) ફૂટપાથ પર ગયો

(9) મીઠાઈની દુકાનમાં દુકાનદારે શા માટે રોશની કરી હતી?

(A) તહેવારને કારણે 
(B) લોકોને આકર્ષવા
(C) મીઠાઈ જોઈ શકાય તેથી 
(D) લોકોની ઠઠને કારણે

=> (A) તહેવારને કારણે

(10) 'ભીખુ' પાઠ માં 'આ છોકરો સ્તંભ હશે' શબ્દનો અર્થ શો છે?

(A) નોકરી કરતો હતો 
(B) કુટુંબમાં જવાબદાર 
(C) કમાતો 
(D) અડગ

=> (B) કુટુંબમાં જવાબદાર

(11) આ વાર્તાની ઘટના કયા શહેરની છે?

(A) અમદાવાદ 
(B) દિલ્હી 
(C) ગોંડલ 
(D) રાજકોટ

=> (D) અમદાવાદ