પાઠ 4 કેરીઓ બારેમાસ



1. એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે?
ઉત્તર : ફ્રુટ સલાટ

2. કઇ ઋતુમાં દૂધ જલદી બગડી જાય છે?
ઉત્તર : ઉનાળામાં

3. ખાદ્ય પદાર્થ ના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવા લાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે?
ઉત્તર : વાપરવા ની તારીખ

4. બ્રેડ કે રોટલી ત્રણ-ચાર દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેમાં શું ફેરફાર જોવા મળે છે?
ઉત્તર : બ્રેડ કે રોટલી ત્રણ-ચાર દિવસ સુધી ભેજવાળા વાતાવરણમાં રહે તો તેમના પર સફેદ ફૂગ જોવા મળે છે.

5. કેરી ના પાપડ બનાવવા કેરી ના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે?
ઉત્તર : ગોળ અને ખાંડ

6. પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર : અડદ

7. હર્ષના ટિફિનમાં ................ નામની મીઠી રોટલી હતી.
ઉત્તર : પૂરણપોળી

8. ............... ની ઋતુ માં ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે છે.
ઉત્તર : શિયાળા

9. સોસ બનાવવા માટે.............. નો ઉપયોગ કરવામાં આવે છે.
ઉત્તર : ટમેટા

10. ઉનાળાની ઋતુ માં પુરી સાથે.............. નો રસ ખાવાની મજા આવે છે.
ઉત્તર : કેરી

11. ............... ને ઉકાળવાથી તે લાંબા સમય સુધી બગડતું નથી.
ઉત્તર : દૂધ

12. ચટાઈ ............... ના ઝાડના પાંદડાંમાંથી બનાવવામાં આવે છે.
ઉત્તર : વડ

13. ગોળ અને ખાંડ સાથે........... ભેળવી કેરી ના પાપડ બનાવવામાં આવ્યા.
ઉત્તર : કેરી નો માવો

14. ............ માંથી વેફર્સ સેક્સ બનાવવામાં આવે છે.
ઉત્તર : બટાટા

15. ખોરાકનું બગડવું એટલે શું?
ઉત્તર : ખોરાક વધુ પડી રહે ને વાસી થઈ જાય, તેમાંથી ખરાબ વાસ આવે તેને ખોરાકનું બગાડવું કહે છે.

16. અલ્પેશ અને મહેન્દ્ર બન્ને ભાઈઓ ઉનાળાની રજાઓ કયા વીતાવતા હતા?
ઉત્તર : અલ્પેશ અને મહેન્દ્રને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડિયામાં વીતાવતા હતા.

17. કેરી ના પાપડ બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે છે?
ઉત્તર : કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરીઓ ,ગોળ અને ખાંડ ની જરૂર પડે છે.

18. એક અઠવાડિયા સુધી રાખી શકાય તેવા ખોરાકના ત્રણ ઉદાહરણ આપો.
ઉત્તર : બટાકા ,ડુંગળી કેક ,સફરજન ,મીઠાઈ.

19. જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે, ત્યારે તમે શું કરો છો?
ઉત્તર : મારા ઘરે ખાવાનું બગડી જાય તો અમે તેને માટી નો ખાડો કરી દાટી દઈએ છીએ અથવા કચરા પેટીમાં નાખી દઈએ છીએ.

20. કેરીના માવા માં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવ્યો?
ઉત્તર : કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેના ઘટ્ટ પ્રવાહીને તડકામાં સૂકવવાથી તેમાંથી પાણી દૂર થાય છે .આથી ધન સ્વરૂપમાં તેનો એક સરખો થર જામે છે. તડકે સૂકવવા થી ભેજ વગરના કેરી ના પાપડ લાંબા સમય સુધી બગડતા નથી આથી તેને તડકામાં સૂકવવામાં આવે છે.