પાઠ ૪ ઉષ્મા
1. તાપમાન એટલે શું ?
ઉત્તર : પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન ‘તાપમાન’ તરીકે ઓળખાય છે.
2. તાપમાનનું માપન કરતાં સાધનને.....................કહે છે.
ઉત્તર : થરમૉમીટર
3. તબીબી થરમૉમીટર એટલે શું?
ઉત્તર : જે થરમૉમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે, તેને તબીબી થરમૉમીટર કહે છે.
4. ક્લિનીકલ થરમૉમીટરની રચના આકૃતિસહ વર્ણવો.
ઉત્તર : સમાન જાડાઇવાળી પાતળી–સાંકળી કાચની નળીના એક છેડા પર નળીના અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. આ બલ્બમાં મરક્યુરી (પારો) ભરેલો હોય છે. બલ્બની બહારના ભાગમાં મરક્યુરીનો પાતળો દોરો જેવો ભાગ દેખાય છે. થરમૉમીટરની સપાટી પરનું અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે. જે વડે દર્શાવાય છે. ક્લિનીકલ થરમૉમીટર 35 થી 42 સુધીનું તાપમાન માપી શકે છે.
5. થરમૉમીટરની સપાટી પરનું અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે, જે ......................વડે દર્શાવાય છે.
ઉત્તર : અંશ C
6. ક્લિનીકલ થરમૉમીટરથી .........................થી .......................સુધીનું તાપમાન માપી શકાય છે.
ઉત્તર : 35, 42
7. ક્લિનીકલ થરમૉમીટરમાં ક્યા માપક્રમ દર્શાવેલ હોય છે?
ઉત્તર : C (સેલ્સિયસ) અને F (ફેરનહીટ) બંને
8. ક્લિનીકલ થરમૉમીટરના વાંચન વખતે રાખતી સાવચેતી જણાવો.
ઉત્તર : થરમૉમીટરને વપરાશ પહેલા અને પછી જંતુનાશક દ્રાવણથી ધોવું જોઇએ. વપરાશ પહેલા પારાનું સ્તર 35 થી નીચે છે કે નહીં તે જુઓ. તમારી દ્રષ્ટીના સમયાંતરે પારાનું લેવલ રાખીને જુખો. થરમૉમીટરને કાળજીપૂર્વક રાખો. જો જે કોઇ કઠણ પદાર્થ સાથે અથડાશે તો તૂટી શકે છે, થરમૉમીટરને જ્યારે આંક નોંધતા હોય ત્યારે બલ્બથી ન પકડો.
9. કારણ આપો : થરમૉમીટરના ઉપયોગ પહેલા અને પછી તેને યોગ્ય રીતે સાફ કરવું જોઇએ.
ઉત્તર : માનવશરીરનું તાપમાન માપવા થરમૉમીટરને શરીરનાં સંપર્કમાં રાખવામાં આવે છે. જો વ્યક્તિ દર્દી હોય તો દર્દીના શરીરનાં સૂક્ષ્મજીવો થરમૉમીટર સાથે ચોંટી જઇ શકે છે. જે અન્ય વ્યક્તિને ચેપ લગાડી શકતો હોવાથી થરમૉમીટરને યોગ્ય રીતે સાફ કરવું જોઇએ.
10. થરમૉમીટરમાં ક્યું પ્રવાહી વપરાય છે?
ઉત્તર : પારો
11. માનવશરીરનું તાપમાન કેટલું હોય છે?
ઉત્તર : 37
12. ઊકળતા પાણીનું તાપમાન માપવા માટે ......................પ્રકારનું થરમૉમીટર વાપરી શકાય નહીં.
ઉત્તર : ક્લિનીકલ
13. કારણ આપો : ક્લિનીકલ થરમૉમીટરને તડકામાં કે અગ્નિની નજીક ન રાખવું જોઇએ.
ઉત્તર : ક્લિનીકલ થરમૉમીટરનો ઉપયોગ માનવશરીરનું તાપમાન માપવા માટે થતો હોવાથી તેનો માપક્રમ 35 થી 42 હોય છે. આથી તેને તડકામાં કે અગ્નિની નજીક રાખતા તે તૂટી જવાની સંભાવના છે.
14. હવામાન ખાતુ......................ની મદદથી તાપમાન માપે છે.
ઉત્તર : મહત્તમ–લઘુત્તમ થરમૉમીટર
15. સામાન્ય રીતે લેબોરેટરી થરમૉમીટરની રેન્જ.................થી................હોય છે.
ઉત્તર : -10 થી 110
16. કારણ આપો : જે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તે પ્રવાહીમાં જ થરમૉમીટરને રાખીને તાપમાન નોંધવું જોઇએ.
ઉત્તર : કારણકે લેબોરેટરી થરમૉમીટર જ્યાં સુધી તેનો મરક્યુરીવાળો બલ્બ પદાર્થના સંપર્કમાં હોય ત્યાં સુધી જ પદાર્થનું સાચું તાપમાન બતાવે છે. આથી જે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તે પ્રવાહીના સંપર્કમાં હોવું જરૂરી છે. સંપર્ક તુટી જતા તરત જ તેના પારાના સ્તરમાં વઘધટ થવા લાગે છે.

0 Comments