4: ભારતની રાષ્ટ્રીય ચળવળો
1. 1859 નો સ્વાતંત્ર્ય સંગ્રામ સમજાવો.
ઉત્તર :
- ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય સંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળો તેમજ તાત્કાલિક પરિબળો જેમાં એન્ફિલક રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી.
- સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો.
- આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજ કુવરસિંહ, રાણી લક્ષ્મીબાઇ, બહારદુરશાહ ઝફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા હતા.
- 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઇ જેમાં ભારતની કંપની શાસનીઓ ને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત વહીવટી, લશ્કરી, સામજિક, ધાર્મિક નિતિમાં બદલાય વગેરેનો સમાવેશ કરી શકાય.
- 1857 નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતા વહેલી શરૂઆત, કેન્દ્રિય નેતાગીરી ઉણપ, અપૂરતા અને પછાત શસ્ત્રો, સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતા પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય, યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા.
2. સમજાવો : બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા?
ઉત્તર :
- બ્રિટન શાસન સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો. જેમાં આજના બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો સમાવેશ થતો હતો.
- ભારતના બીજા પ્રદેશો કરતા બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિદું હતું.
- રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. વળી 1857ના સંગ્રામમાં હિદું અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડયા હતા. તેથી ‘ભાગલા પાડો અને રાજ કરો’ની અંગ્રેજોની કૂટનીતિ દ્રારા કોમવાટને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા.
- વાઇસરૉય કર્ઝન દ્રારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્વિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા.
- 16 ઓક્ટોમ્બર, 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો, તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં ‘રાષ્ટ્રીય શોક દિન’ તરીકે મનાવયો. તે દિવસ તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગ ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું.
- બંગાળી પ્રજા જમાદા નહિ; પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે, હિંદમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો હતો. તેને રોકવા આ વિભાજન કરાયુ. તે દિવસે સમગ્ર બંગાળમાં હિદુંઓ, મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડીબાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા.
- આ આંદોલનના મહત્વના ત્રણ લક્ષણો હતા. જેમાં (1) સ્વદેશી અપનાવવું (2) વિદેશી માલનો બહિષ્કાર કરવો (3) રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું.
- સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો. જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડયો.
- માન્ચેસ્ટરથી આવતું કાપડ પેદા થઇ ગયુ. ઇગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બ્રેડ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વદ્યયું, સ્વદેશી માલ બનાવવામાં કારખાના શરૂ થયા.
- બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોના પણ લડાઇના પ્રત્યાઘાતો પડ્યા.
- ગુજરાતમાં પણ સ્વદેશીની લડતો પડઘો પડ્યો.
- આનો પડઘો બ્રિટિશ પાર્લમેન્ટમાં જબરસ્ત પડ્યો. પુન: વિચારણા કરીને માત્ર છ વર્ષ બાદ બંગાળના ભાગલા રદ કરવા પાડયા.
3. સમજાવો : ઇતિહાસકાર મુજબ પાકિસ્તાનનો સાચો સર્જક મિન્ટો હતો.
ઉત્તર :
- અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમળ વચ્ચે મતભેદ ઊભું કરવા માગતા હતા.
- તે સમયે વાઇસરોય લોર્ડ મિન્ટો અને હિન્દી વજીર મોર્લેએ સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના કરી.
- રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઇ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરકદારી કરવાની શરૂઆત કરી.
- અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળની માંગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના મુસ્લિમોના એક જુથને સમજાવામાં અંગ્રેજો સફળ રહ્યા.
- પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઇ.
- આ સંસ્થાની સ્થાપના મુસ્લિમોના ધાર્મિક વડા આગાખાન, ઢાંકાના નવાબ સલીમ ઉલ્લાખા, વાઇસરૉય મિન્ટો અને તેના ખાનગી મંદત ડનલોય સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી.
- મુસ્લિમો કોગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોગ્રેસના અધિવેશનના દિવસોએ જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવામાં આવ્યું.
- આમ, અલગ પ્રતિનિધિત્વની માંગણી મુસ્લિમોની નહિ; પરંતુ અંગ્રેજોની નીતિની જ નીપજ હતી.
- મિન્ટોએ જ મુસ્લિમોની સહયોગથી બનાવવાની નીતિની શરૂઆત કરી. તેથી મિન્ટોએ કેટલાક લેખકો, મુસ્લિમ કોમવાટના પિતા કહે છે.
- એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે, ‘ પાકિસ્તાનના સાવા સર્જક મહમદઅલી ઝીણા કે રહિતુલા નહિ; પરંતુ લોર્ડ મિન્ટો જ હતા.
0 Comments