પાઠ ૨ આહારના ઘટકો

1. રાજમા અને સરસવનું શાક..............રાજ્યની જાણીતી વાનગી છે.
ઉત્તર : પંજાબ

2. પોષક દ્રવ્યો એટલે શું? આપણા આહારનાં મુખ્ય પોષક દ્રવ્યો ક્યાં ક્યાં છે?
ઉત્તર : શારીરિક અને માનસિક વૃદ્ધિ અને વિકાસ માટે આહારમાં રહેલાં આવશ્યક ઘટકોને પોષક દ્રવ્યો કહે છે. આહારના મુખ્ય પોષક–દ્રવ્યોમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનીજક્ષારોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત પાચક રેસાઓ તથા પાણી આવશ્યક છે.

3. આયોડિનનું મંદ દ્રાવણ કેવી રીતે બનાવશો?
ઉત્તર : પાણીથી અડધી ભરેલી ટેસ્ટટ્યુબમાં ટીંચર આયોડિનનાં થોડાં (10-12) ટીપાં ઉમેરવાથી આયોડિનનું મંદ દ્રાવણ બનશે.

4. કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા કેટલાં મિલીલીટર પાણીમાં કેટલાં ગ્રામ કૉપર સલ્ફેટ ઓગાળશો?
ઉત્તર : કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે 100 મિલીલીટર પાણીમાં 2 ગ્રામ ઘન કોપર સલ્ફેટ ઓગાળવામાં આવે છે.

5. કોસ્ટિક સોડા અને પાણી કેટલા પ્રમાણમાં લેવાથી પ્રોટીનની હાજરી ચકાસવા માટેનું દ્રાવણ મેળવશો?
ઉત્તર : 100 મિલીલીટર પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળવાથી પ્રોટીન હાજરી ચકાસવા માટેનું દ્રાવણ બનશે. જે પ્રોટીનની હાજરી ચકાસવા માટેનું દ્રાવણ છે.

6. ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિત ઘટકની હાજરી ચકાસવા...................નો ઉપયોગ થાય છે.
ઉત્તર : આયોડિન દ્રાવણ

7. .....................કાર્બોદિત પદાર્થ સાથે ભૂરો રંગ આપે છે.
ઉત્તર : આયોડિન

8. જે ખાદ્ય પદાર્થ કોપર–સલ્ફેટ અને કોસ્ટિક સોડા સાથે જાંબલી રંગ આપે, તેમાં......................હોય છે.
ઉત્તર : પ્રોટીન

9. ..................કાગળને દૂધિયો બનાવે છે અને તે તડકામાં ભાષ્પીભવન પામતો નથી.
ઉત્તર : ચરબી

10. આપેલ ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિત અને પ્રોટીનની હાજરી ચકાસવાના પ્રયોગનું વર્ણન કરો:
ઉત્તર : 
હેતુ : આપેલ ખાદ્યસામગ્રીમાં કાર્બોદિત અને પ્રોટીનની હાજરી ચકાસવી.

સાધન–સામગ્રી : ટેસ્ટટ્યુબ, ડ્રોપર, ટેસ્ટટ્યુબ–સ્ટેન્ડ, ચમસી, વોચગગ્લાસ/સ્પેટ, બટાકા, દૂધ, પનીર, ચણા, ઘઉં અને ચોખાનો લોટ, તુવેરની બાફેલી દાળ.

પદાર્થ : આયોડિનનું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ, કોસ્ટિક સોડાનું દ્રાવણ

આકૃતિ :







પદ્ધતિ : 
(1) સૌ પ્રથમ ચોખાનો લોટ, ઘઉંનો લોટ તથા ચણાનો લોટ વગેરેને થોડી થોડી માત્રામાં અલગ અલગ ટેસ્ટટ્યુબમાં લઇ, દરેકમાં ડ્રોપરની મદદથી 10-10 મિલીલીટર ઉમેરી, હલાવીને દ્રાવણ બનાવો.

(2) એક ટેસ્ટટ્યુબમાં થોડું દૂધ લો. જુદી જુદી પ્લેટમાં બટાકા, તુવેરની દાળ અને પનીરના નાના ટુકડા કરી મૂકો.

(3) હવે બધાં જ ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિતની હાજરી ચકાસવા અલગ અલગ ટેસ્ટટ્યુબ અને પ્લેટમાં ડ્રોપર વડે દરેકમાં વારાફરતી કોપરસલ્ફેટનું દ્રાવણ ડ્રોપર દ્વારા ઉમેરો. હવે દરેકમાં કોસ્ટિક સોડાનું દ્રાવણ પણ ડ્રોપર વડે ઉમેરો.

(4) દરેક ટેસ્ટટ્યુબના મિશ્રણને બરાબર હલાવી થોડીવાર રહેવા દો. થયેલાં રંગ–પરિવર્તનની નોંધ કરો.

અવલોકન :

ખાદ્યસામગ્રી

આયોડિનના દ્રાવણથી થતું રંગ પરિવર્તન

બટાકા

દ્રાવણ ભૂરા/કાળા રંગનું બને છે.

દૂધ

રંગ પરિવર્તન થતું નથી.

પનીર

રંગ પરિવર્તન થતું નથી.

ચણાનો લોટ

રંગ પરિવર્તન થતું નથી.

ઘઉંનો લોટ

દ્રાવણ ભૂરા/કાળા રંગનું બને છે.

ચોખાનો લોટ

દ્રાવણ ભૂરા/કાળા રંગનું બને છે.

તુવેરની બાફેલી દાળ

રંગ પરિવર્તન થતું નથી.


ખાદ્યસામગ્રી

કોસ્ટિક સોડા+કોપરના દ્રાવણથી થતું રંગ પરિવર્તન

બટાકા

રંગ પરિવર્તન થતું નથી.

દૂધ

દ્રાવણ જાંબલી રંગનું બને છે.

પનીર

દ્રાવણ જાંબલી રંગનું બને છે.

ચણાનો લોટ

દ્રાવણ જાંબલી રંગનું બને છે.

ઘઉંનો લોટ

રંગ પરિવર્તન થતું નથી.

ચોખાનો લોટ

રંગ પરિવર્તન થતું નથી.

તુવેરની બાફેલી દાળ

દ્રાવણ જાંબલી રંગનું બને છે.



નિર્ણય : 
(1) બટાકા, ઘઉંનો લોટ, ચોખાનો લોટ કાર્બોદિત ઘટક ધરાવે છે.

(2) દૂધ, પનીર, ચણાનો લોટ, તુવેરની બાફેલી દાળ પ્રોટીન ધરાવે છે.