પાઠ ૫ ભારત : આઝાદી તરફ પ્રયાણ

1. સાયમન કમિશનનો વિરોધ કઇ રીતે કરવામાં આવ્યો?
ઉત્તર : સાયમન કમિશનનો ભારતમાં આગમન સમયે લોકોએ હળતાળ, સામાજિક સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાપટાઓ ફરકાવી વિરોધ કર્યો, જેની સામે સરકારે દમનનીતિ વાપરી, સરકારે દમનનીતિનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભપંત, જવાહાર નેહરુ પણ બન્યા, લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. થોડા સમયમાં તેમનું અવસાન થયું.

2. લાલા લજપતરાયની મૃત્યુના કેવા પડઘા પડ્યા ?
ઉત્તર : લાલાજીના મૃત્યના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાડીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાડર્સની હત્યા કરવામાં આવી.

3. નેહરુ અહેવાલમાં કઇ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો?
ઉત્તર : સંસ્થાનિક સ્વરાજ, સ્વતંત્ર, ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્તવયે મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો.

4. હિંદ રાષ્ટ્રીય મહાસભા એ પહેલો સ્વાતંત્ર્ય દિન ક્યારે ઉજવ્યો હતો ?
ઉત્તર : હિંદ રાષ્ટ્રીય મહાસભા એ પહેલો સ્વાતંત્ર્ય દિન 26 જાન્યુઆરી 1930ના દિવસે ઉજવ્યો હતો.

5. ટૂંક નોધ લખો : દાંડી કૂચ
ઉત્તર : 
  • સવિનય કાનૂન ભંગના આંદોલના ભાગરૂપે ગાંધીજીએ દાંડીગામના દરિયાકિનારે જઇ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.

  • અમદાવાદના સાબરમતી આશ્રમથી 12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીના નેતૃત્વ હેઠળ સરોજની નાયડુ, મહાદેવભાઇ દેસાઇ સહિત દાંડીકૂચ શરૂઆત કરી.

  • દાંડીકૂચની યાત્રા અમદાવાદ થી આશરે 370 કિમી છે.

  • દાંડીકૂચની યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આંણદ, બોરીઆવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના–મોટા નગરોમાં સભાઓ ભરી લોકોની સવિનય કાનૂન ભંગની માટે તેની સમજ આપી.

  • ગાંધીજીએ ભાટ મુકામે કહ્યું ‘કાગડા–કૂતરાની મોત મરશું પણ પાછો આશ્રમે જઇશ નહીં'.

  • આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાડવાનું અદભૂત કાર્ય કર્યું. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું.

  • 6 એપ્રિલ, 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયાકિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠુ લઇ મીઠાનાં અન્યાયી કાયદો તોડ્યો.

  • ગાંધીજી એ કહ્યું કે ‘મેને નમક કા કાનૂન તોડ દીયા’ અને આ સમયે ત્યા ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યુ કે ‘હું બ્રિટિશ ઇમારતના પાયામાં લૂણો લગાડું છું’ તેવા શબ્દોથી સંબોધન કર્યું.

  • મહાદેવ દેસાઇ આ કૂંચને ‘મહાભિનિષ્કમણ’ સાથે સરખાવે છે.
6. દાંડીકૂચ ની યાદમાં ગાંધીજીના કેવા પડઘા પડયા?
ઉત્તર : 
  • દાંડીયાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃત્તિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા.

  • આ ક્રાયક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂ પીઠા ઉપર પીકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું ના–કર આંદોલન, અસ્પ્રશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા.

  • આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકારે લાઠીચાર્જ, કારાવાસ સહિતનાં દમનકારી પગલાં લેવાયા.

  • પ્રતિક્રિયા રૂપે દેશમાંથી રેલ્વે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ, હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા.

  • આ ધટનાઓમાં અબ્દુલ ગફાર ખાન ‘સરહદના ગાંધી’ નેતૃત્વ હેઠળનું આંદોલન, મુંબઇ પાસે વડાલના પીઠા ઉપર નાગરિકોનો હુમલો દિલ્લીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિગ, સુરતના ઘરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરી, શાળાઓમાંથી અભ્યાસનો ત્યાગ કરવાના કાર્યક્રમો મુખ્ય ગણાય.