31. ખેડૂતનો મિત્ર છે.
ઉત્તર :
 સાપ

32. “સાપ ખેડૂતનો મિત્ર છે' કારણ આપો.

ઉત્તર : સાપ ખેડૂતના પાકને નુક્સાન કરતા ઉદરોને ખાઈ જાય છે. આ રીતે તે ખેડૂતના પાકનું રક્ષણ કરે છે. માટે કહી શકાય કે સાપ ખેડૂતનો મિત્ર છે.

33. શું તમે સાપથી ડરો છો? કેમ ? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર :
 હા, મને સાપથી ડર લાગે છે. કેમ કે, હું સાપ વિશે જાણતો નથી. સાપ જંગલી પ્રાણી હોવાથી તે કરડે તો મને નુકસાન થશે તે માટે મને ડર લાગે છે.

34. હાલમાં પ્રાણીઓનો મનોરંજન માટે ક્યાં ક્યાં ઉપયોગ થતો જોવા મળે છે?
ઉત્તર : 
હાલમાં પણ ક્યારેક સરકસમાં, નેચર પાર્કમાં કે રોડ પર પ્રાણીઓના ખેલ બતાવીને તેમનો મનોરંજન માટે ઉપયોગ થાય છે.

35. પ્રાણીઓને પાંજરામાં પૂરાઈ રહેવું ગમતું નથી.
ઉત્તર :
 સાચું

36. નીચેનામાંથી કયા પ્રાણીનો ઉપયોગ ખેલ બતાવવા થતો હતો?
ઉત્તર :
 રીંછ

37. હાલમાં કયાં કયાં પ્રાણીઓનો ખેલ બતાવવા ઉપયોગ થતો જોવા મળે છે?
ઉત્તર : 
હાલમાં ક્યારેક હાથી, રીંછ, વાઘ, સિંહ, ફૂતરા, વાંદરા, સાપ વગેરે પ્રાણીઓનો ખેલ બતાવવા માટે ઉપયોગ થતો જોવા મળે છે.

38. પ્રાણીઓના ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થાય છે? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર :
 પ્રાણીઓના ખેલ જોયા પછી અમારા મનમાં નીચે મુજબના પ્રશ્નો થાય છે :
(1) આપણા મનોરંજન માટે પ્રાણીઓને હેરાન કરવાં એ શું સારી વાત છે ?
(2) પ્રાણીઓને તેમના પરિવારથી દૂર કરવાં શું સારું કહેવાય?
(3) શું પ્રાણીઓને પીંજરામાં પૂરવાં સારું કહેવાય?
(4) શું પ્રાણીઓને પીંજરામાં રહેવું ગમતું હશે ?
(5) શું પ્રાણીઓને ખેલ બતાવવાનું કામ કરવું ગમતું હશે?

39. માણસો પ્રાણીઓને કેવી રીતે હેરાન કરે છે?
ઉત્તર : 
માણસો પ્રાણીઓને પથ્થર મારીને, પાણી છાંટીને, વિવિધ અવાજો કરીને, તેમની નકલ કરીને એમ જુદી જુદી રીતે હેરાન કરે છે.

40. મનોજ તેની સોસાયટીમાં ફરતા કૂતરાને પથ્થર મારે છે. તેનું આ વર્તન યોગ્ય છે? શા માટે?
ઉત્તર :
 મનોજનું આ વર્તન યોગ્ય નથી. કારણ કે, પ્રાણીઓ પણ સજીવ છે. તેમને સંવેદના હોય છે. તેમને પણ વાગે છે. તેથી મનોજે આવું ન કરવું જોઈએ.

41. રિતુને પોપટ ખૂબ ગમે છે, તેથી તેણે પોતાના ઘરે પોપટને પાંજરામાં રાખ્યો છે; આ બાબત યોગ્ય છે? શા માટે?
ઉત્તર :
 રિતુનું આ વર્તન યોગ્ય નથી. કેમ કે, પ્રાણીઓને પણ આપણી જેમ મુક્ત રીતે હરવું-ફરવું ગમે છે. પાંજરામાં પૂરવાથી તેમની આઝાદી છીનવાઈ જાય છે. માટે રિતુએ આમ ન કરવું જોઈએ.

42. બધા જ પ્રકારના સાપ ઝેરી હોય છે.
ઉત્તર :
 ખોટું

43. ભારતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે?
ઉત્તર : 
4

44. ક્રયા કયા પ્રકારના સાપ ઝેરી હોય છે?
ઉત્તર :
 કોબ્રા (નાગ), કાળોતરો, રસેલ વાઇપર (ખડચિતડ), સો-સ્કેલ્ડ વાઇપર (ફૂરસા) સાપ ઝેરી હોય છે.

45. સાપના ઝેરની દવા કેવી રીતે બનાવાય છે?
ઉત્તર :
 સાપના ઝેરની દવા સાપના ઝેરમાંથી જ બનાવાય છે.

46. મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે?
ઉત્તર : 
મદારીની જેમ, રબારી, ભરવાડ, માછીમાર, મરઘાંપાલક, પશુપાલક વગેરે લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે.

47. ................ માછલાં પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે.
ઉત્તર : 
માછીમાર

48. ઘેટાં-બકરાં પાળે તેને શું કહેવાય?
ઉત્તર :
 ભરવાડ

49. રબારી લોકો કયાં પશુઓ પાળે છે?
ઉત્તર : 
રબારી લોકો ગાય-ભેંસ જેવાં દુધાળાં પશુઓ પાળે છે.

50. ભરવાડ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે?
ઉત્તર :
 ભરવાડ ઘેટાં-બકરાં પાળે છે. તેમના દૂધ તથા ઊનનો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

51. કેટલાક લોકો મરઘાં પણ પાળે છે.
ઉત્તર : 
સાચું

52. મરઘાં પાળનાર લોકોને મરઘાં કેવી રીતે મદદરૂપ થાય છે?
ઉત્તર :
 મરઘાં ઈંડાં આપે છે, માંસાહારી લોકો તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેથી તેના ઈંડાં અને માંસ બંને વેચીને મરઘાં વેચનાર પોતાનું ગુજરાન ચલાવે છે.

53. ખેડૂતો ખેતી સાથે ........... નો વ્યવસાય પણ કરે છે.
ઉત્તર :
 પશુપાલન

54. ખેડૂતો પોતાને ત્યાં કયાં કયાં પશુઓ પાળે છે?
ઉત્તર : 
ખેડૂતો પોતાને ત્યાં ગાય, ભેંસ, બળદ જેવાં પશુઓ પાળે છે.

55. ભારવાહક તરીકે કયાં કયાં પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે?
ઉત્તર :
 બળદ, ઘોડો, ગધેડો, હાથી, ઊંટ વગેરેનો ભારવાહક તરીકે ઉપયોગ કરવા ઉછેર કરવામાં આવે છે.

56. પ્રાણીઓને રાખવા માટે અલગ જગ્યા જરૂરી છે.
ઉત્તર :
 સાચું

57. પ્રાણીઓને રાખવા પશુપાલકો શું કરે છે?
ઉત્તર : 
પ્રાણીઓને રાખવા પશુપાલકો પોતાના ઘરની આગળ કે પાછળ વાડા જેવું બનાવે છે, જેમાં તેમને રાખવાની વ્યવસ્થા કરે છે.

58. પ્રાણીઓ બીમાર પડે, તે વખતે તેને પાળનાર વ્યક્તિ શું કરે છે?
ઉત્તર : 
પ્રાણીઓ બીમાર પડે, તે વખતે તેને પાળનાર વ્યક્તિ તેની ઘરે સારવાર અને માવજત કરે છે અને જરૂર જણાય તો તેમને પ્રાણીઓના દવાખાને લઈ જઈ તેમની સારવાર કરાવે છે.

59. દુધાળા પાલતુ પ્રાણીઓ શું ખાય છે?
ઉત્તર : 
દુધાળા પાલતુ પ્રાણીઓ મોટે ભાગે ઘાસ, પાંદડાં, શાકભાજી, અનાજ, ભૂસું તથા તેમના માટે આવતો અલગ ખોરાક ખાય છે.