પાઠ 5 બીજ ,બીજ ,બીજ
21. બીજા કેટલા પ્રકાર છે? કયા કયા?
જવાબ : બીજ ના બે પ્રકાર છે (1)એક દળી બીજ અને (2)દ્વીદળીબીજ.22. શાના છોડ બીજ વગર પણ ઉગાડી શકાય છે?
જવાબ : બટાકા ,ગુલાબ, મેંદી, કેળા, જામફળ, બોરડી વગેરેના છોડ બીજ વગર પણ ઉગાડી શકાય છે.
23. બીજ ની અંદર શું હોય છે?
જવાબ : બીજ ની અંદર ગર્ભ હોય છે જેમાં નવો છોડ ઉગાડવા ની ક્ષમતા હોય છે.
24. નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે?
જવાબ : બીજ જમીનમાંથી પાણી શોષી ને અંકુર પામે છે .આ અંકુર હવા સૂર્યપ્રકાશ અને પાણી મેળવીને વૃદ્ધ પામતો જાય છે છેવટે મોટો છોડ કે ઝાડ બને છે.
25. બીજ થી રમી શકાય તેવી કોઈ રમત લખો.
જવાબ : આમલીના બીજ થી પાચીકા અને તેના જેવી અન્ય રમતો રમી શકાય.
26. કઠોળ કેવી રીતે ફણગાવવા માં આવે છે?
જવાબ : કઠોળ ની રાત્રે પાણીમાં પલાળવામાં આવે છે. સવારે કઠોળ અને પાણીમાંથી કાઢીને ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દેવામાં આવે છે ત્યારબાદ એક-બે દિવસમાં ફણગાવેલા કઠોળ તૈયાર થાય છે
26. બીજનો ફેલાવો પવન દ્વારા કેવી રીતે થાય છે ઉદા.આપી સમજાવો?
જવાબ : કેટલાક છોડના બીજ હલકા અને પાતળા તાતણા વાળા હોય છે. આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે .અને દૂર સુધી ફેલાય છે આમ બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે. દાખલા તરીકે આંકડો કણજી અને શીમળાના બીજ.
27. ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ કેમ ઊગી નીકળે છે?
જવાબ : બીજનો ફેલાવો વિવિધ પરિબળો મારફતે થાય છે આ કારણે જમીન પર અનેક જગ્યાએ વનસ્પતિના બીજ ફેલાયા હોય છે .ચોમાસા દરમિયાન વરસાદ પડતા બીજનું અંકુરણ થવા માટે જરૂરી પાણી મળી રહે છે. તેથી ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે
28. જમીનમાં વરસાદ આવ્યા પછી વધુ પાણી ભરાઈ જાય તો બીજમાંથી અંકુર શા માટે ફૂટતા નથી?
જવાબ : બીજ માંથી અંકુર ફૂટવા માટે બીજને પ્રમાણસર પાણી મળે તે જરૂરી છે. તેની સાથે સાથે બીજને હવા અને ગરમી મળવા પણ એટલા જ જરૂરી છે. જમીનમાં બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઇ જતાં બીજને અંકુરણ માટે જરૂરી હવા તેમજ ગરમી મળતા નથી તેથી બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જાય તો માંથી અંકુર ફૂટતાં નથી.
29. આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી ?આવું કેમ?
જવાબ : આખી તુવેર એ તુવેરના છોડ નું બીજ છે. તે બીજની નિષ્ક્રિય અવસ્થા છે તેને હવા પાણી અને અનુકૂળ જગ્યા મળતા અંકુરિત થાય છે. તુવેરની દાળ એ તુવેરનું કુદરતી બીજ નથી આખી તુવેરને ભરડી તેની બે ફાડ કરી ફોતરા દૂર કરી જરૂરી પ્રક્રિયા કરી દાળ બનાવવામાં આવે છે. આમ કરવાથી તુવેરની દાળ અંકુરિત થવાની ક્ષમતા ગુમાવે છે.
30. જો બીજી ફેલાય નહિ અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય?
જવાબ : તો એક જ ઝાડ ના બધા જ બીજ તેની નીચે જ પડી રહે. તે બીજ માંથી ઉગેલા છોડને યોગ્ય રીતે તડકો પાણી અને હવા મળે નહીં અને તે સારી રીતે વિકાસ પામી શકે નહીં. વળી એક જગ્યા જ પડી રહે તો તે જગ્યાએ જ તે વનસ્પતિ ઊગે પરંતુ બીજી જગ્યાએ વનસ્પતિ જોવા મળે નહીં.
31. બીજનો ફેલાવો કરવામાં ભાગ ભજવતા બે પરિબળો ઉદાહરણ આપી સમજાવો.
જવાબ : (1) પવન : વજનમાં હલકા હોય તેવા બીજ પવનથી ઉડી ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઇ છે ઉ દા. આંકડો અનેક શીમળાના બીજ. (2) પાણી : પાણીમાં તરે તેવા બીજ પાણીના પ્રવાહ સાથે ખેંચાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ છે ઉદા. રજકો અને તકમરીયા ના બીજ. (3) પક્ષીઓ અને પ્રાણીઓ : પક્ષીઓ અને પ્રાણીઓ વનસ્પતિ ખાય છે .ક્યારે બીજો તેમના શરીરમાં જાય છે ન પચેલા બીજ પક્ષીઓની આધાર સાથે અને પ્રાણીઓના મળ સાથે જમીન પર પડે છે અને ફેલાઈ છે. ગારડુ ગોખરુ ના બીજ કાંટાવાળા હોય છે. તે પ્રાણીઓના શરીર સાથે ચોટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે.
32. બીજના ફેલાવાથી થતા ફાયદા જણાવો.
જવાબ : (1)વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ ફેલાવાથી તે વનસ્પતિ નીએક જ સ્થળે ગીચતાથતી અટકે છે.(2)બીજના ફેલાવાથી અલગ અલગ જગ્યાએ વનસ્પતિ ઊગે છે તેથી તેમના સૂર્યપ્રકાશ પાણી અને પોષક દ્રવ્ય મેળવવાની હરીફાઈ અટકે છે અને વિકાસ સારો થાય છે (3).બીચ લાવવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહત માં બહોળો ફેલાવો કરવાની તક મળે છે આથી વનસ્પતિ નો વિસ્તાર વધે છે.
33. ખરા કે ખોટા તે જણાવો
1. બીમાર વ્યક્તિને ફણગાવેલા ઘઉં ખાવાની સલાહ આપવામાં આવી છે.
ઉત્તર :×
2. કઠોળ ફણગાવવા સૌપ્રથમ પાણીમાં પલાળવામાં આવે છે.
ઉત્તર : ✓
3. બીજને ઉગવા માટે ફક્ત હોવા જરૂરી છે.
ઉત્તર : ×
4. પાલના બીજ અંકુરણ પામે ત્યારે બે બીજ પત્ર દેખાય છે.
ઉત્તર : ✓
5. સડેલા બીજ વાવવાથી ઉગતા નથી.
ઉત્તર :✓
6. બધા જ પ્રકારના બીજ નો આકાર એક સરખો હોય છે.
ઉત્તર : ×
7. વનસ્પતિના ફળમાં બીજ હોય છે.
ઉત્તર : ✓
8. નારિયેળીના બીજ પવન ફેલાઈ છે.
ઉત્તર : ×
32. બંધબેસતાં જોડકાં રચો.
ઉત્તર : ✓
5. સડેલા બીજ વાવવાથી ઉગતા નથી.
ઉત્તર :✓
6. બધા જ પ્રકારના બીજ નો આકાર એક સરખો હોય છે.
ઉત્તર : ×
7. વનસ્પતિના ફળમાં બીજ હોય છે.
ઉત્તર : ✓
8. નારિયેળીના બીજ પવન ફેલાઈ છે.
ઉત્તર : ×
32. બંધબેસતાં જોડકાં રચો.
વિભાગ અ (બીજ) |
વિભાગ બ (શાના દ્રારા ફેલાય છે?) |
1. ગોખરુનાં બીજ |
1. પક્ષીઓ |
2. તકમરિયાંનાં બીજ |
2. પવન |
3. આકડાનાં બીજ |
3. મનુષ્ય |
4. વડનાં બીજ |
4. પશુઓ |
|
5. પાણી |
ઉત્તર |
1. – 4 |
2. – 5 |
3. – 2 |
4. – 1 |
|
0 Comments