4: ભારતની રાષ્ટ્રીય ચળવળો
4. સમજાવો : બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા.
ઉત્તર :
- 16 ઓક્ટોમ્બર, 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં ‘રાષ્ટ્રીય શોક દિન’ તરીકે મનાવાયો. તે દિવસ તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું આંદોલન પણ કરવામાં આવ્યું.
- બંગાળી પ્રજા જમાદા નહિ; પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે, હિંદમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો હતો. તેને રોકવા આ વિભાજન કરાયુ. તે દિવસે સમગ્ર બંગાળમાં હિદુંઓ, મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડીબાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા.
- આ આંદોલનના મહત્વના ત્રણ લક્ષણો હતા. જેમાં (1) સ્વદેશી અપનાવવું (2) વિદેશી માલનો બહિષ્કાર કરવો (3) રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું.
- સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો. જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડયો.
- માન્ચેસ્ટરથી આવતું કાપડ પેદા થઇ ગયુ. ઇગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બ્રેડ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વદ્યયું, સ્વદેશી માલ બનાવવામાં કારખાના શરૂ થયા.
- બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોના પણ લડાઇના પ્રત્યાઘાતો પડ્યા.
- ગુજરાતમાં પણ સ્વદેશીની લડતો પડઘો પડ્યો.
- આનો પડઘો બ્રિટિશ પાર્લમેન્ટમાં જબરસ્ત પડ્યો. પુન: વિચારણા કરીને માત્ર છ વર્ષ બાદ બંગાળના ભાગલા રદ કરવા પાડયા.
5. ભારતમાં ઉગ્રક્રાંતિકારી ચળવળ વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર :
- ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી. દામોદાર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુઓ, વીર સાવરકર, બાહીન્દ્ર ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશ્ફાક ઉલ્લાખાં, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રૌશનસિંહ જેવા અનેક ક્રાંતિવીરોએ રાષ્ટ્રવાદની જ્યોત જંલતી રાખી.
- શસ્ત્રો બનાવવાથી માંડીને તેના ઉપયોગ સુધીની તાલીમ પામેલ યુવાનોએ અંગ્રેજ સરકારની ઊંઘ હારમ કરી નાખી હતી.
- લોકમાન્ય ટિલકે તો ઊગ્ર ભાષામાં જાહેર કર્યું, ‘સ્વરાજએ મારો જન્મસિદ્ધ હક છે. અને તેને હું લઇને જ જપીશ.’ જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓને મંદત બની ગયો.
- ઊગ્ર ક્રાંતિકારી લડતમાં લડવૈયા માતૃભૂમિ સ્વતંત્ર્યતા માટે હસતે મુખે બલિદાનો આપવા તત્પર હતા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઇ શકતા હતા.
- ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ પ્રાંત, ઉત્તરપ્રદેશ અને મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હતી.
- આ પ્રવૃત્તિઓ ‘મિદામેળા સોસાયટી’, ‘અભિનવ ભારત સમાજ’, ‘અનુશીલન સમિતિ’, ‘અજુમાન–એ–મુહિલ્લા ને વતન’, ‘ઈન્ડિયન પેટ્રિઓટ્સ એસોસિયેશન’ વગેરે સંસ્થાનો સ્થાયીને, ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ આપ્યો.
- પ્રથમ તબક્કામાં ‘એધ્યા’, ‘યુગોત્તર’, ‘નવશક્તિ’, ‘વંદે માતરમ્’, ‘કેસરી’, ‘મહામ’ જેવા વર્તમાનપત્રો અને સામાયિકોએ સતત બળ પૂરું પાડયું.
- અલીપુર હત્યાકાંડમાં 35 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયાં; ‘હાવગ હત્યાકાંડ’ ના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાયેલી, દિલ્લીમાં વાઇસરૉય હાર્ડિજ પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ; 13 નવેમ્બર, 1909 ના રોજ અમદાવાદમાં રાયપુરના દરવાજા બહાર વાઇસરૉય મિન્ટો ઉપર નાખેલ બોમ્બ વગેરે બનાવ્યો દ્રષ્ટાંતો રૂપે આપી શકાય.
- બીજા તબક્કામાં ‘કાકોરી લૂંટ કેસ’, ‘લાહોર હત્યાકાંડ’ અને કેન્દ્રિય ધારાસભામાં બોમ્બ નાખવાના બનાવો બનેલા. આ સહાળી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિવીરો વિશે આપણે વિશેષ જાણીએ છીએ.
6. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ વિશે સમજાવો.
ઉત્તર :
- ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા અરવિંદ ઘોષના ભાઇ બારીન્દ્રકુમાર ઘોષ હંમેશા આગળ રહેતા.
- બારીન્દ્રકુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને ખૂદી વળ્યા. અહીં તેમને છોટુભાઇ અને અંબુભાઇ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળી ગયા.
- નર્મદા કાંઠે સાંકરિયા સ્વામી પણ મળ્યા. આ સ્વામી 1857નો સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા.
- બારીન્દ્રકુમારે વડોદરા, ચરોતરનો પ્રદેશ, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિના રંગ લગાડ્યો.
- એ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરૉય મન્ટોની બંગી પર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો.
- અરવિંદ ઘોષ ‘ભવાની મંદિર’ નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરયો ઉપરાંત ‘દક્ષિણા’ સામાયિકમાં છપાવેલું.
- ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે ‘દેશી વનસ્પતિ દવાઓ’, ‘નહાવાના સાબુ બનાવવાની રીત’, ‘કસરત’, ‘ગુલાબનો કિસ્સો’, ‘કાયદાનો સંગ્રહ’ વગેરે શીર્ષકવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજો ને ખબર ન પડે. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી.
- ચાંદોદ કરનારી પાસે ‘ગંગાનાથ વિદ્યાલય’ ની સ્થાપના કરાઇ, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી.
- ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. સરકાર તેમની સામે સખત પગલાં ભર્યા; પરંતુ લડત ન અટકી, છેવટે સરકારને પણ લાગ્યું કે દમનચક્રથી શાસન નહિ ચાલે.
0 Comments