એસીડ, બેઇઝ અને ક્ષાર

11. સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક..............................છે.
ઉત્તર : લિટમસ

12. આંબળા અને સાઇટ્રસ ફળોમાં ક્યો એસિડ હોય છે?
ઉત્તર : એસ્કોર્બિક એસિડ

13. નિસ્યંદિત પાણી એસિડિક / બેઝિક / તટસ્થ છે, તે તમે કેવી રીતે નક્કી કરશો ?
ઉત્તર : નિસ્યંદિત પાણીમાં લિટમસ સૂચક નાખવામાં આવે છે. જો તેનો રંગ લાલ થાય તો તે એસિડિક છે. જો રંગ ભૂરો થાય તો તે બેઝિક છે. પરંતુ લિટમસનો રંગ જાંબુડિયો થાય છે. જેથી તે તટસ્થ છે.

14. નિસ્યંદિત પાણીમાં લિટમસપત્ર કેવું રંગ પરિવર્તન દર્શાવે છે?
ઉત્તર : રંગ પરિવર્તન ન દર્શાવે

15. લિટમસના દ્રાવણના સ્ત્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે?
ઉત્તર : લિટમસના દ્રાવણનો સ્ત્રોત લાઇકેન છે. તેનો ઉપયોગ બીજા દ્રાવણની પ્રકૃતિ એસિડિક છે કે બેઝિક તે જાણવા માટે કરવામાં આવે છે.

16. લિટમસને વારાફરતી એસિડિક અને બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે તો તે ક્યારે કયો રંગ ધારણ કરશે ?
ઉત્તર : લિટમસને એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે તો તે લાલ રંગ ધારણ કરે છે. અને જો તેને બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે તો ભૂરો રંગ ધારણ કરે છે.

17. આપેલા દ્રાવણોની પ્રકૃતિ ચકાસતો પ્રયોગ વર્ણવો. (ડિટરજન્ટનું દ્રાવણ, લીબુંનો રસ, ચૂનાનું પાણી, દહીં, મીઠાનું દ્રાવણ)

હેતુ : આપેલાં દ્રાવણો એસિડિક છે કે બેઝિક છે તે તપાસવું.

સાધન : કસનળીઓ, કસનળી રાખવાનું સ્ટેન્ડ, ડ્રોપર

પદાર્થ : ડિટર્જન્ટનું દ્રાવણ, લીબુંનો રસ, ચૂનાનું પાણી, દહીં, મીઠાનું દ્રાવણ (ફિનોલ્ફથેલીન સૂચક), લિટમસ પત્ર (લાલ, ભૂરા બંને)

આકૃત્તિ :


પદ્ધતિ : અલગ–અલગ કસનળીમાં ડિરર્જન્ટ, ચૂનાનું પાણી, દહીં, મીઠાનું દ્રાવણ, લીબુંનો રસ વગેરે 5-10 ml લો. હવે ભીના કરેલાં લાલ લિટમસપત્ર પર દરેક દ્રાવણનાં 4-5 ટીપાં ડ્રોપર વડે મૂકો. લિટમસપત્રના રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો એ જ રીતે ભીના કરેલા ભૂરા લિટમસપત્ર પર વારા ફરતી દરેક દ્રાવણમાં 4-5 ટીપાં ડ્રોપરની મદદથી મૂકો. થતાં ફેરફારની નોંધ કરો.

અવલોકન :

ક્રમ

કસોટી માટેનું દ્રાવણ

લાલ લિટમસપત્ર પર અસર

ભૂરા લિટમસપત્ર પર અસર

1

ડિટર્જન્ટનું દ્રાવણ

લિટમસ પત્ર ભૂરા રંગનું બને

રંગ બદલાતો નથી.

2

લીબુંનો રસ

રંગ બદલાતો નથી.

લિટમસ પત્ર લાલ રંગનું બને

3

ચૂનાનું પાણી

લિટમસ પત્ર ભૂરા રંગનું બને

રંગ બદલાતો નથી.

4

દહીં

રંગ બદલાતો નથી.

લિટમસ પત્ર લાલ રંગનું બને

5

મીઠાનું દ્રાવણ

રંગ બદલાતો નથી.

રંગ બદલાતો નથી.


નિર્ણય : 
(1) ડિટર્જન્ટનું દ્વાવણ, ચૂનાનું પાણી બેઝિક પ્રકૃત્તિ ધરાવે છે. 
(2) લીબુનો રસ, દહીં એસિડિક પ્રકૃતિ ધરાવે છે. 
(3) મીઠાનું દ્રાવણ તટસ્થ પ્રકૃતિ ધરાવે છે.

18. લિટમસપત્ર ક્યા રંગના મળે છે? 
ઉત્તર : ભૂરો અને લાલ

19. ભૂરા લિટમસપત્રને એક દ્રાવણમાં ડૂબાડતાં તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ કઇ છે? સમજાવો.
ઉત્તર : ભૂરા લિટમસપત્રને દ્રાવણમાં ડુબાડતાં જો તે ભૂરા રંગનું જ રહે તો તે દ્રાવણ લિટમસ પત્ર અસર કરતું ન હોવાથી (રંગપરિવર્તન કરતુ ન હોવાથી) તે તટસ્થ દ્રાવણ અથવા બેઇઝ છે.

20. વ્યાખ્યા આપો : તટસ્થ દ્રાવણ 
ઉત્તર : એવા દ્રાવણો જે લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહે છે.

21. હળદર પટ્ટી કેવી રીતે બનાવવામાં આવે છે?
ઉત્તર : એક ચમસી હળદરનો પાવડર લઇને તેમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરો. હવે બ્લોટિંગ પેપર / ગાળણપત્ર પર હળદરની પેસ્ટ લગાડીને સુકાવા દેતા હળદર પટ્ટી/પત્ર તૈયાર થાય છે.

22. લીબુંનો રસ, ચૂનાનું પાણી અને ખાંડના દ્રાવણને હળદર પત્ર પર ડ્રોપર વડે નાંખતા મળતું અવલોકન જણાવો.
ઉત્તર : લીબુંનો રસ, હળદર પત્ર સાથે કથ્થાઇ રંગ આપશે. ચૂનાનું પાણી હળદરપત્ર સાથે લાલ રંગ આપશે. ખાંડના દ્રાવણથી હળદરપત્રના રંગના પરિવર્તન થતું નથી.

23. સફેદ શર્ટ પરનો હળદરનો ડાઘ સાબુથી ધોતા શું થાય છે. કેમ?
ઉત્તર : સાબુનો બેઝિક પ્રકૃતિનું દ્રાવણ છે. હળદર પત્ર પર જો બેઝિક દ્રાવણના બે–ત્રણ ટીપા નાખવામાં આવે તો તે લાલ રંગ ધારણ કરે છે. આથી સફેદ શર્ટ પર જો હળદરનો ડાઘ પડ્યો હોય અને સાબુથી દોવામાં આવે તો તે લાલ રંગ ધારણ કરે છે.