પ્રશ્ન-2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો:
(1) 'ભીખુ' પાઠ ના લેખક નું નામ જણાવો.જવાબ- 'ભીખુ' પાઠ ના લેખક નું નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી 'ધૂમકેતુ' છે.
(2) બજાર શાનાથી ભરચક હતું?
જવાબ- બજાર મોટર, ગાડી , સાયકલ અને માણસોના ઠઠારાથી ભરચક હતું.
(3) લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા?
જવાબ- લેખક અકસ્માતથી બચવા ફૂટપાથ પર ચાલતા હતા.
(4) લેખકે શા માટે પોતાનું ડોકું અવાજ તરફ ફેરવ્યું?
જવાબ- 'એક કંગાલ પર ઇતની રહમ કરો !'- એ શબ્દો બીજીવાર સંભળાતા લેખકે પોતાનું ડોકું અવાજ તરફ ફેરવ્યું.
(5) લેખક ની દ્રષ્ટિ ક્યા કયા પદાર્થો પર ફરી વળી?
જવાબ- લેખકની દ્રષ્ટિ ફૂલોની છાબડીઓ , નાળિયેર , સાબુ તથા ગોળ જેવા અનેક પદાર્થો પર ફરી વળી.
(6) છોકરાની મા તરફ શોફરે શા માટે ઠપકા ભરી નજર નાખી?
જવાબ- છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની મા તરફ શોફરે ઠપકા ભરી નજર નાખી.
(7) પારસી બાનુના પટાવાળા એ છોકરાને શું કહીને ધમકાવ્યો?
જવાબ- 'એઇ - આંખ પણ નથી કે શું? એમ કહીને પારસી બાનુ ના પટાવાળા એ છોકરાને ધમકાવ્યો.
(8) ભિખારી છ પૈસાનું શું જોખાવતો હતો?
જવાબ- ભિખારી છ પૈસાના દાળિયા જોખાવતો હતો.
(9) છોકરા એના (ભિખારી) ભાઈને શા માટે વળગી પડ્યા?
જવાબ- છોકરા ભૂખ્યાં હતા તેથી (ભિખારી) ભાઈ કંઈ લાવ્યો હશે એમ ધારીને તેને વળગી પડ્યા.
પ્રશ્ન-3. નીચેનાં પ્રશ્નોના ઉત્તર બે-ત્રણ વાક્યમાં લખો:
(1) લેખક થી શા માટે રાડ ફાટી ગઈ?
જવાબ- લેખકે સરિયામ રસ્તે એક છોકરાને રસ્તો ઓળંગતો જોયો. એ વખતે એક ધસમસતી મોટર એ છોકરા તરફ આવી. છોકરાને મોટરના મોમાં - મૃત્યુના મુખમાં જતો જોઈ લેખક થી રાડ ફાટી ગઈ.
(2) અંધારા ખૂણામાં બેઠેલી સ્ત્રી કેવી લાગતી હતી?
જવાબ- અંધારા ખૂણામાં બેઠેલી સ્ત્રી અત્યંત ગરીબ અને અશક્ત લાગતી હતી. તેની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. તેની આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. અને ગરીબી તેના ઉપર અસહ્ય જુલ્મ કરી રહી હતી એમ લાગતું હતું.
(3) કયા વિચાર સાથે લેખક નો હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો?
જવાબ- સાધારણ માણસોના તદ્દન સામાન્ય વિલાસ માંથી પણ ઘણી વ્યક્તિઓને પોષી શકાય તેમ છે.' - એ વિચાર સાથે લેખક નો હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો.
(4) લેખક સ્ત્રીને ત્રણ પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા?
જવાબ- લેખક ત્રણ પૈસા સ્ત્રીને આપતા, પૈસાના ખખડાટથી જાગેલું છોકરું ઊઠીને લેખકને હેરાન કરે એ વિચારથી લેખક દૂર જતા રહ્યા.
(5) 'કુટુંબ નો સ્તંભ' કોને કહેવાય?
જવાબ- ઘરનો સ્તંભ ઘર માટે ટેકા કે આધાર નું કામ કરે છે. એમ જે વ્યક્તિ પર સમગ્ર કુટુંબનો આધાર હોય તેને 'કુટુંબનો સ્તંભ' કહે છે.
(6) લેખકે અંધારા ખૂણામાં કોને જોયા?
જવાબ- લેખકે અંધારા ખૂણામાં એક કંગાળ સ્ત્રીને બેઠેલી જોઇ. એના પગ પાસે ઉઘાડે શરીરે ત્રણ છોકરા સુતા હતા. તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં કરીને જતાં-આવતાં લોકોને જોતું હતુ.
(7) ભીખુ એ જલેબી ખરીદીને શા માટે ખાધી નહીં?
જવાબ- જલેબી ની સુગંધથી ભીખુનું મોં પાણી પાણી થઇ ગયું, છતાં તેણે જલેબી ખરીદી નહીં. એને તેના ભૂખ્યા ભાંડુઓ યાદ આવ્યા. તેણે જલેબી ને બદલે છ પૈસા ના દાળિયા ખરીદ્યા , જેથી બધા ભાંડુઓને થોડા થોડા દાળિયા ખાવા મળે.
(8) ભીખુ એ લેખક સામે લુચ્ચાઈમાં મોં કેમ મલકાવ્યું?
જવાબ- ભીખુએ પોતાના ભાંડુઓ માટે જલેબી જતી કરી , દાળિયા ન ખાધા. લેખકે આ હકીકત જોઈ. એટલે લેખકે તે છોકરાનું નામ પૂછ્યું. પોતાની વાત લેખક કળી ગયા છે એવું જાણીને ભીખુએ લુચ્ચાઈમાં મોં મલકાવ્યું.
0 Comments