પાઠ ૨ આહારના ઘટકો

11. યોગ્ય માહિતી દ્વારા કોષ્ટક પૂર્ણ કરો : આપેલ ઘટક હાજર હોય તો ‘હા’ લખો અને ગેરહાજર હોય તો ‘ના’ લખો :

ક્રમ

ખાદ્યસામગ્રી

સ્ટાર્ચ

પ્રોટીન

ચરબી

1.

કાચા બટાકા

હા

ના

ના

2.

દૂધ

ના

હા

હા

3.

મગફળી

ના

હા

હા

4.

ચોખાનો લોટ

ના

હા

ના

5.

ચણાનો લોટ

ના

હા

ના

6.

કોઇપણ ફળનો ટૂકડો

હા

ના

ના

7.

તલના પીસેલા દાણા

ના

હા

હા

8.

બાફેલું ઇંડું(સફેદ ભાગ)

ના

હા

હા



12. કાર્બોદિત આપતા કોઇ પણ દસ ખાદ્ય પદાર્થનાં નામ જણાવો.
ઉત્તર : ઘઉં, ચોખા, બાજરી, મકાઇ, બટાકા, શક્કરિયા, પપૈયું, શેરડી, તરબૂચ, કેરી વગેરે કાર્બોદિત આપતા ખાદ્ય પદાર્થ છે.

13. ચરબી પૂરી પાડતા 7 વનસ્પતિજન્ય તથા 7 પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થો જણાવો.
ઉત્તર : ચરબી પુરી પાડતા વનસ્પતિજન્ય પદાર્થો : મગફળી, તલ, બદામ, સરસવનું તેલ નાળિયેર તેલ, સોયાબીન તેલ, સૂર્યમુખીનું તેલ, એરંડા (દિવેલ)
ચરબી પૂરી પાડતા પ્રાણીજન્ય પદાર્થો : દૂધ, ઘી, ઇંડાં, માંસ, માછલી, માખણ, મલાઇ

14. પ્રોટીનયુક્ત 5 વનસ્પતિજન્ય સ્ત્રોતો અને 5 પ્રાણીજન્ય સ્ત્રોતો જણાવો.
ઉત્તર : પ્રોટીનયુક્ત વનસ્પતિજન્ય પદાર્થો : ચણા, વાલ, વટાણા, તુવેર દાળ, સોયાબિન
પ્રોટીનયુક્ત પ્રાણીજન્ય પદાર્થો : દૂધ, ઇંડાં, પનીર, માંસ, માછલી

15. સ્ટાર્ચ ધરાવતા કોઇપણ ચાર ખાદ્ય પદાર્થોનાં નામ જણાવો.
ઉત્તર : બટાકા, શક્કરિયા જેવા કંદમૂળ, ચોખા, બાજરી, ઘઉં વગેરેનો લોટ, મકાઇ, શેરડી વગેરે સ્ટાર્ચ ધરાવે છે.

16. વિટામિન –A ના સ્ત્રોતો જણાવો.
ઉત્તર : દૂધ, માખણ, ઇંડાં, ગાજર, પપૈયું, કોબીજ, કૉડ–લીવર ઓઇલ, કોથમીર વગેરેમાંથી વિટામિન-A પ્રાપ્ત થાય છે.

17. વિટામિન –C ના સ્ત્રોતો જણાવો.
ઉત્તર : લીંબુ, આમળા, નારંગી, ટામેટાં, જામફળ, છાસ, આંબલી, કાચી કેરી વગેરે......જેવાં ખાટાં ફળોમાંથી વિટામિન–C પ્રાપ્ત થાય છે.

18. વિટામિન–Dના સ્ત્રોતો જણાવો.
ઉત્તર : દૂધ, માખણ, ઇંડાં, માછલી, કોડ–લીવર ઓઇલ જેવા સ્ત્રોતોમાંથી વિટામિન-D મળે છે. તેમજ સૂર્યપ્રકાશની હાજરીમાં શરીર વિટામિન-D બનાવે છે.

19. વિટામિન-Bના સ્ત્રોતો જણાવો.
ઉત્તર : દૂધ, ઇંડા, માસ, યકૃત, શિંગ, આખા ધાન્ય, સોયાબિન, ફણગાવેલ કઠોળ વગેરે વિટામિન-Bના સ્ત્રોતો છે.

20. કાર્બોદિત આપણા શરીર માટે શું કાર્ય કરે છે?
ઉત્તર : કાર્બોદિત ઘટકો આપણા શરીરને વિવિધ કાર્યો માટેની શક્તિ પૂરી પાડે છે.

21. ચરબીની અગત્યતા સમજાવો.
ઉત્તર : ચરબી દ્વારા શરીરને ઊર્જા મળે છે. ઠંડી સામે રક્ષણ મેળવવા આ ઊર્જા કામ લાગે છે. આ ઉપરાંત વિટામિન A, D, E અને K માત્ર ચરબીમાં જ દ્વાવ્ય થાય છે, પાણીમાં નહીં. તેથી ચરબી દ્વાવ્ય વિટામિનોના શોષણ માટે જરૂરી છે.

22. ..............માનવ શરીરને કાર્બોદિત કરતાં વધારે ઊર્જા પૂરી પાડે છે.
ઉત્તર : ચરબી 

23. પ્રોટીનયુક્ત ખોરાકને ‘શરીરવર્ધક ખોરાક’ પણ કહે છે, કારણકે..........
ઉત્તર : પ્રોટીન નવા કોષોનું સર્જન કરવા માટેનો મુખ્ય ધટક છે. કોષોની સંખ્યામાં વધારો કરવા જરૂરી છે. તેનાથી શારીરીક વૃદ્ધિ સંભવે છે. માટે પ્રોટીનને શરીરવર્ધક ખોરાક કહે છે.

24. .................ની ઊણપથી હાડકાં નાજુક બની વળી જાય છે.
ઉત્તર : વિટામિન –D

25. .............હાડકાં અને દાંતને સ્વસ્થ રાખનાર ખનીજક્ષાર છે.
ઉત્તર : કૅલ્શિયમ 

26. નાના બાળકો તથા માતા બનનાર સ્ત્રીઓએ ખોરાકમાં મુખ્યત્વે કયો ઘટક વધારે લેવો જોઇએ? શા માટે ?
ઉત્તર : નવા કોષોના સર્જન માટે, શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે તથા સમારકામ માટે પ્રોટીન અતિ આવશ્યક છે. નાનાં બાળકો કે માતા બનનાર સ્ત્રીને પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન મળે તો બાળક અને માતાના સ્વાસ્થ પર વિપરીત અસર થાય. વળી પ્રોટીનની ઊણપથી ત્રુટિજન્ય રોગ પણ થઇ શકે. માટે, નાનાં બાળકો અને માતા બનનાર સ્ત્રીને પ્રોટીન–યુક્ત આહાર વધુ લેવો જોઇએ.

27. વાળ, ચામડી અને આંખની તંદુરસ્તી માટે જવાબદાર વિટામિન ................. છે.
ઉત્તર : વિટામિન-A