4. વસ્તુઓના જુથ બનાવવા 

23. નરમ પદાર્થ કોને કહેવાય છે? બે ઉદાહરણ આપો.
ઉત્તર: જે પદાર્થને સરળતાપૂર્વક દબાવી શકાય અથવા જેના પર ઘસરકો પાડી શકાય પાડી શકાય, તેવા પદાર્થો નરમ પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે, મીણ, રૂ, વાદળી

24. કઠોર પદાર્થ કોને કહેવાય? બે ઉદાહરણ આપો.
ઉત્તર: જે પદાર્થને દબાવી ન શકાય, જેના પર ઘસરકો ન પાડી શકાય, તેને કઠોર અથવા સખત પદાર્થ કહે છે. લોખંડ, સ્ટીલ, પથ્થર વગેરે સખત પદાર્થ છે

25. રૂ એવો પદાર્થ છે?
ઉત્તર: નરમ

26. વાદળી ............... હોય છે.
ઉત્તર: નરમ

27. દ્રાવ્ય પદાર્થો એટલે શું? બે ઉદાહરણ આપો.
ઉત્તર: જે પદાર્થ પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય છે અથવા અદ્રશ્ય થાય છે, તેવા પદાર્થને દ્રાવ્ય પદાર્થો કહે છે. ખાંડ ,મીઠું પાણીમાં ઉમેરતા દ્રાવ્ય બને છે.

28. અદ્રાવ્ય પદાર્થ એટલે શું? બે ઉદાહરણ આપો
ઉત્તર: જે પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને કેટલા સમય સુધી પાત્રમાં હલાવાથી થી પણ અદ્રશ્ય થતા નથી તેમને પાણીમાં અદ્રાવ્ય પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે લાકડાનો વહેર ,ચોક વગેરે.

29. તફાવત આપો : દ્રાવ્ય પદાર્થો અને અદ્રાવ્ય પદાર્થ
ઉત્તર:

દ્રાવ્ય પદાર્થ

અદ્રાવ્ય પદાર્થ

1. જે પદાર્થ પાણીમાં મિશ્રિત બની અદ્રશ્ય બને તેને દ્રાવ્ય પદાર્થ કહે છે.

 

2. ઉદા. મીઠું, ખાંડ, મધ વગેરે દ્રાવ્ય પદાર્થો છે.

 

 

3. દ્રાવ્ય પદાર્થોને પાણીમાં દ્રાવ્ય થઇ ગયા પછી જોઇ શકાતાં નથી.

1. જે પદાર્થો પાણીમાં મિશ્રિત થતાં નથી, સતત હલાવવા છતાં ઓગળતાં નથી, તેને અદ્રાવ્ય કહે છે.

2. ઉદા. લોખંડનો ભૂકો, રેતી, લાકડાનો વહેર વગેરે અદ્રાવ્ય પદાર્થો છે.

3. અદ્રાવ્ય પદાર્થો પાણીમાં સહેલાઇથી જોઇ શકાય છે.


30.જળચર સજીવો માટે ઓક્સિજન વાયુ પાણીમાં દ્રાવ્ય હોવાનું ફાયદાકારક છે,સમજાવો.
ઉત્તર: માછલી જેવા જલચર સજીવો ને શ્વસન માટે ચુઈ ઝાલર - ફાટ જેવી રચના હોય છે. જેના દ્વારા તે પાણીમાં ઓગળેલા ઓક્સિજન લઇ શકે. સજીવો જરૂરી એવો ઓક્સિજન મળે તો તે જીવી શકે નહીં, ઓક્સિજન પાણીમાં 4% જેટલો દ્રાવ્ય બની સજીવોને મળે છે. આ દ્રાવ્ય ઓક્સિજન નો ઉપયોગ જળચર સજીવો શ્વસન માટે કરે છે. આમ જળચર સજીવો માટે ઓક્સિજન વાયુ પાણી હોવાનું ફાયદાકારક છે.

31. ચાવી પાણીમાં........
ઉત્તર : ડૂબી જાય

32. પાણીમાં ડૂબી જાય તેવી ચાર વસ્તુઓ ના નામ આપો.
ઉત્તર : લોખંડની ખીલી, પથ્થર ,ઈંટ ,તાળુ , કાચની પ્લેટ પાણીમાં ડૂબી જાય તેવી વસ્તુઓ છે.

33. કેરોસીન પર તરતી વસ્તુઓ તથા તેલ કરતી વસ્તુઓ ની યાદી બનાવો.
ઉત્તર : થરમોકોલ, સૂકા પાંદડા , સળી , પીછા પ્લાસ્ટિક , ખાલી રીફિલ ,પ્રાણીઓ ના વાળ વગેરે વસ્તુઓ કેરોસીન અને તેલ પર તરે છે.

34. વ્યાખ્યા આપો: પારદર્શક પદાર્થ
ઉત્તર : જે પદાર્થ માંથી પ્રકાશ પસાર થઈ શકે ,જેની આરપાર જોઈ શકાય ,એટલે કે અન્ય વસ્તુઓ ને જોઈ શકાય તે પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે.

35. પારદર્શક વસ્તુઓ ના ચાર ઉદાહરણ આપો.
ઉત્તર : પાણી , હવા , રંગવિહીન કાચ , પ્લાસ્ટિક વગેરે પારદર્શક વસ્તુઓ છે.

36. વ્યાખ્યા આપો: અપાદર્શક પદાર્થ
ઉત્તર : જે પદાર્થમાંથી પ્રકાશ પસાર ન થઈ શકે, એટલે કે જેની આરપાર અન્ય વસ્તુઓ ને જોઈ શકાય નહીં તેને અપારદર્શક  પદાર્થ કહે છે.

37. અપારદર્શક પદાર્થ ના ચાર ઉદાહરણ આપો.
ઉત્તર : લાકડું , પથ્થર , લોખંડ , રબર વગેરે અપારદર્શક પદાર્થ છે.

38. વ્યાખ્યા આપો: પારભાસક પદાર્થ
ઉત્તર : જે પદાર્થ માંથી વસ્તુઓને અંશતઃ જો શકાય, એટલે કે સ્પષ્ટ ન જોઈ શકાય તેને પારભાસક પદાર્થ કહે છે.

39. પારભાસક પદાર્થ ના ચાર ઉદાહરણ આપો.
ઉત્તર : તેલીયા કાગળ, બિલોરી કાચ, પાતળા રંગીન કાગળ, પ્લાસ્ટિક ,દિવેલ ,પેટ્રોલ વગેરે પાસે પદાર્થો છે.

40. દુકાન વેચવાની ઘણી વસ્તુઓ કાચની બરણીમાં રાખવામાં આવી છે ; કારણકે...
ઉત્તર : કાચ પારદર્શક હોય છે તેમાં રાખેલી વસ્તુ અને સરળતાથી જોઈ શકે અને તે વસ્તુઓ ખરીદવા ગ્રાહક પ્રેરાય તે માટે વસ્તુઓ કાચની બરણીમાં રાખવામાં આવી છે.

41. પદાર્થોની વહેચણી થી શુ ફાયદા થાય છે?
ઉત્તર : પદાર્થોની જુદા જુદા જૂથમાં  પદાર્થ ના ગુણધર્મો ના આધારે વહેંચણી કરવાથી પદાર્થ અભ્યાસમાં સરળતા રહે છે, સમય પણ બચે છે. અસંખ્યાત પદાર્થ વસ્તુમાંથી જરૂરિયાતની વસ્તુઓ ઝડપથી શોધી શકાય છે. ચોક્કસ પ્રકારના ફેરફારો તારણ કાઢી શકાય છે અને આગાહી પણ કરી શકાય છે.

42. તફાવત આપો: પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ

પારદર્શક પદાર્થ

અપારદર્શક પદાર્થ

1. જે પદાર્થમાંથી પ્રકાશ આરપાર પસાર થઇ શકે તેને પારદર્શક પદાર્થ કહે છે.

2. તેની આરપાર વસ્તુઓને જોઇ શકાય છે.

3. હવા, પાણી, રંગવિહીન કાચ વગેરે પારદર્શક પદાર્થો છે.

1. જે પદાર્થોમાંથી પ્રકાશ પસાર થઇ શકે નહીં, તેને અપારદર્શક પદાર્થ કહે છે.

 

2. તેની આરપાર જોતાં વસ્તુ દેખાતી નથી.

3. પથ્થર, લાકડું, પૂંઠું વગેરે અપારદર્શક પદાર્થો છે.


43. આપણી આસપાસની વસ્તુઓનો આકાર, રંગ અને ગુણ અલગ અલગ હોય છે. (✔ કે ✖)
ઉત્તર :

44. કાગળ પ્લાટિકમાંથી બને છે. (✔ કે ✖)
ઉત્તર :

45. કાપડ વડે પાણીને ગોળી શકાય છે. (✔ કે ✖)
ઉત્તર :

46. ગ્લાસ (પ્યાલો) એ કાચ, પ્લાસ્ટિક કે ધાતુમાંથી બનાવવામાં આવે છે. (✔ કે ✖)
ઉત્તર :

47. લાકડું, પ્લાસ્ટિક, લોખંડ, એલ્યુમિનિયમ, તાંબું– આ બધા જ પદાર્થ દેખાવમાં અલગ હોય છે. (✔ કે ✖)
ઉત્તર :

48. લાકડું બહું ચળકતી વસ્તુ છે. (✔ કે ✖)
ઉત્તર :

49. મીણબત્તી પર તમે સરળતાથી ઘસરકો કરી શકો છો. (✔ કે ✖) 
ઉત્તર :

50. લાકડું કઠોર (કઠણ) પદાર્થ છે. (✔ કે ✖)
ઉત્તર :

51. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાણીમાં દ્વાવ્ય થાય છે. (✔ કે ✖)
ઉત્તર :

52. તળાવના પાણીની સપાટી પર પડેલાં વનસ્પતિનાં સુકાયેલાં પર્ણો તરે છે. (✔ કે ✖)
ઉત્તર :

53. લાકડું પાણીમાં ડૂબી જાય છે. (✔ કે ✖)
ઉત્તર :

54. રૂપિયાનો સિક્કો પાણીમાં ડૂબી જાય છે. (✔ કે ✖)
ઉત્તર :

55.આપણે બધા જ પદાર્થની આરપાર જોઇ શકીએ છીએ. (✔ કે ✖)
ઉત્તર :

56. પદાર્થના ગુણ ઉપરથી તેનો સમૂહ નક્કી કરવામાં આવે છે.(✔ કે ✖)
ઉત્તર :

57. પથ્થર પારદર્શક હોય છે, જ્યારે કાચ અપારદર્શક હોય છે. (✔ કે ✖)
ઉત્તર :

58. નોટબુકમાં ચમક હોય છે, જ્યારે રબરમાં નથી હોતી. (✔ કે ✖)
ઉત્તર : ✖

59. ચૉક પાણીમાં દ્વાવ્ય છે. (✔ કે ✖)
ઉત્તર :

60. એક લાકડાનો ટુકડો પાણી પર તરે છે. (✔ કે ✖)
ઉત્તર :

61. ખાંડ પાણીમાં દ્વાવ્ય થતી નથી. (✔ કે ✖)
ઉત્તર :

62. તેલ પાણીમાં મિશ્રિત થઇ જાય છે. (✔ કે ✖)
ઉત્તર :

63. રેતી પાણીમાં તળિયે બેસી જાય છે. (✔ કે ✖)
ઉત્તર :

64. સરકો પાણીમાં દ્વાવ્ય હોય છે. (✔ કે ✖)
ઉત્તર :