પાઠ ૫ ભારત : આઝાદી તરફ પ્રયાણ
7. હિંદ છોડો આંદોલન સમજાવો.
ઉત્તર :
- મુંબઇમાં મળેલી કોગ્રેસ અધિવેશનમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8 ઓગસ્ટ, 1942ની રાત્રે ‘હિંદ છોડો આંદોલન’ નો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
- ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઇ પટેલ, જવાહારલાલ નેહરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણ્ય કોગ્રેસ નેતાઓની ધરપકડ કરવામાં આવી.
- ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાળો પડી અને ગાંધીજી કહેલું કે ‘આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.’અને તેના માટે લોકો વધુ બલિદાન કરવા તૈયાર હતા. તેમનું સૂત્ર હતું કે, ‘કરેંગે યા મરેંગે’.
- દેશમાં ગામો તથા શહેરોમાં મજુરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમોમાં આગળ પડતો ભાગ લીધો.
- મજૂરોએ કારખાનાંમાં હડતાલો પાડી. જમેશેદપુરના લોખંડના કારખાનાંમાં તથા મુંબઇ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી.
- અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યા.
- દેશોમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો. શાંત દેખાવની સામે સરકારે દમન અપનાવતા શહેરો તથા ગામડાના લોકોના ટોળાએ તાર, ટેલિફોનો, રેલ્વે લાઇન, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા–કોલેજોનાં મકાનો, રેલ્વે સ્ટેશનો વગેરે તોડી નાખવા, મિલકતને લુટવાના અને આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા, રેલ્વે ને વધુ નુકશાન થયું, કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો.
8. સુભાષચંદ્ર બોઝ દ્રારા કામચલાઉ પક્ષની સ્થાપના : ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- આઝાદ હિંદ ફોઝનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી. જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ય વડા બન્યા. હિંન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા આપી.
- આ સરકારે હિંદ ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રીય ધ્વજ તરીકે ત્રિરંગો ધ્વજ તરીકે સ્વીકાર્યા.
- આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરા રાખવાનું નક્કી થયું.
- નેતાજીએ 1943માં અંદમાન–નિકોબાર ટાપુઓની મુલાકાત લઇ. આ ટાપુઓને અનુક્રમે ‘શહીદ’ અને ‘સ્વરાજ’ નામ આપ્યા.
ઉત્તર : માઉન્ટ બેટન યોજના અને હીટ સ્વતંત્ર ધારોના પરિણામો હિન્દુસ્તાનની વિભાજન સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એ બે દેશોના સ્વરૂપમાં જોવા મળી.
આ તબક્કે જ સ્વતંત્ર ભારત માટે,
(1) લશ્કરોની વ્યવસ્થા
(2) મિલકતોને લગતા પ્રશ્નો
(3) લેણા અને દેવાના હિસાબ
(4) નિરાક્ષિતોની સંખ્યા
(5) જાહેર સેવાઓ તથા તે માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા
(6) ભારતની પક્ષિમે આવેલા પશ્રિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે સમસ્યાનું નિરારણ લાવવાનું હતું.
10. પહેલી ગોળમેજી પરિષદ ક્યા અને ક્યારે મળી હતી?
ઉત્તર : પહેલી ગોળમેજી પરિષદ નવેમ્બર, 1930માં લંડનમાં મળી હતી.
11. હિંદ છોડો ચળવળ ને કચડી નાખવા સરકારે કેટલા લોકોને જેલમાં પૂર્યા હતા?
ઉત્તર : હિંદ છોડો ચળવળને કચડી નાખબા સરકારે 70,000 કરતા વધારે લોકોને જેલમાં પૂર્યા હતા.
12. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યા અને ક્યારે થયો હતો?
ઉત્તર : સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા ના કટક મુકામે 23 જાન્યુઆરી, 1897માં થયો હતો.
13. સુભાષચંદ્ર બોઝે ક્યા રાજકીય પક્ષની સ્થાપના કરી?
ઉત્તર : સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી.
14. સુભાષચંદ્ર બોઝના માતા–પિતાનું નામ લખો.
ઉત્તર : સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ રાયબહાદુર જાનકીનાથ બોઝ અને માતાનું નામ શ્રીમતી પાર્વતીદેવી હતું.
15. નેતાજી એ સૈનિકો ને ક્યા સુત્ર આપ્યા.
ઉત્તર : નેતાજી એ સૈનિકો ને ‘ચલો દિલ્લી’, ‘તુમ મુજે ખુન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા’, ‘જયહિંદ’ જેવા સુત્રો આપ્યા.
16. માઉન્ટ બેટન યોજના ક્યારે રજુ થઇ?
ઉત્તર : માઉન્ટ બેટન યોજના 3 જુન, 1947 એ રજુ થઇ.
17. બ્રિટિશ પાર્લામેન્ટે હિંદ સ્વતંત્ર્યધારો ક્યારે પસાર કર્યો.
ઉત્તર : બ્રિટિશ પાર્લામેન્ટે હિંદ સ્વતંત્ર્યધારો જુલાઇ 1947 એ પસાર કર્યો.
18. સરદાર પટેલે કેટલા રજવાડાઓને ભેગા કર્યા?
ઉત્તર : સરદાર પટેલે 562 રજવાડાઓને ભેગા કર્યા.
19. ભારતના પ્રથમ ગવનર કોણ હતા?
ઉત્તર : ભારતના પ્રથમ ગર્વનર તરીકે ચક્રવર્તી સી. રાજગોપલાચારી હતા.
20. 1946 ની ચૂંટણીમાં કોગ્રેસને કેટલી બેઠકો મળી ?
ઉત્તર : 1946ની ચૂંટણીમાં કોગ્રેસને 210માંથી 201 બેઠકો મળી.
0 Comments