પાઠ ૬ ભીખુ
પ્રશ્ન-4. નીચેનાં પ્રશ્નોના ઉત્તર લખો:
(1) લેખક ચાલતાં ચાલતાં અટકી ગયા ત્યાં તેમણે શું જોયું?જવાબ- લેખક ફૂટપાથ પર ચાલતા હતા. તે સમયે તેમણે ત્રણ દરવાજા પાસે દર્દથી બોલાયેલા આ શબ્દો સાંભળ્યા, 'એક કંગાલ પર ઇતની રહમ કરો !' આથી લેખક ચાલતા ચાલતા અટકી ગયા. ત્યાં તેમણે દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રીને ત્રણ- ચાર બાળકો સાથે જોઈ.
(2) લેખકનો હાથ શાથી ભોંઠો પડ્યો?
જવાબ- લેખકે સ્ત્રીને કંઈક આપવા માટે પોતાના કોટના ખિસ્સામાં હાથ નાખ્યો. બે કલાક પહેલાં જ એ ખિસ્સામાં રાણીછાપ રૂપિયાનો સિક્કો હતો. તેમાંથી મોટાભાગની રકમ લેખકે સિનેમામાં અને હોટલમાં વાપરી નાખી હતી. માત્ર ત્રણ પૈસા જ બચ્યા હતા. તેથી લેખકનો હાથ ભોંઠો પડ્યો.
(3) લેખક કોની વર્તણૂક બારીકાઇથી જોઇ રહ્યા હતા? શા માટે?
જવાબ- લેખક એક દસ-બાર વર્ષના અત્યંત કંગાળ લાગતા છોકરાની વર્તણૂકને બારીકાઇથી જોઇ રહ્યા હતા , કારણ કે તે મીઠાઈ ની દુકાન આગળના એક ખૂણામાં ઊભો હતો. તે અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ , ખાસ કરીને જલેબીના ચકચકિત ગુંચળા તરફ જોઈ રહ્યો હતો.
(4) છોકરાએ ભોંઠો પડેલો પોતાનો હાથ પોતાના કંગાળ પહેરણમાં શા માટે છુપાવી દીધો?
જવાબ- એક જુવાને મીઠાઈ ની દુકાન માંથી પાશેર જલેબી ખરીદી. જુવાન તેમાંથી જલેબી ખાતો ખાતો છોકરા પાસેથી પસાર થયો. છોકરાએ જલેબીની આશાએ પોતાની હથેળી લંબાવી. જલેબી જોઈને તે છોકરાના મોંમાં પાણી આવ્યું હતું , પણ યુવાન તેને કંઈ આપ્યા વિના ચાલ્યો ગયો તેથી તેનો ભોંઠો પડેલો હાથ તેણે પોતાના કંગાળ પહેરણ માં છુપાવી દીધો.
(5) ભીખુ દાળિયા ખાતા શા માટે અટકી ગયો?
જવાબ- ભીખુ એ છ પૈસાના દાળિયા જોખવ્યા. પછી તે નીચે ધૂળમાં ચીંથરું પાથરી તેમાં દાળિયા બાંધવા લાગ્યો. તેણે તેમાંથી એક મુઠ્ઠી ભરી દાળિયા લીધા. તે દાળિયા મોંમાં મુકવા જતો હતો ત્યાં તેને તેના ભૂખ્યા ભાંડુઓ યાદ આવ્યા, તેથી તે દાળિયા ખાતો અટકી ગયો.
(6) ભીખુનો ભાંડરડાં માટેનો પ્રેમ લેખકને શા માટે ગમ્યો?
જવાબ- ભીખુ ખરીદેલા દાળિયા ચીંથરામાં બાંધી રહ્યો હતો , ત્યારે તેણે તેમાંથી દાળિયાની એક મુઠ્ઠી ભરી ; પણ દાળિયા ખાધા નહીં. તે ભૂખનું દુઃખ ગળી જઈને તેની મા પાસે પહોંચ્યો. તે મા આગળ જૂઠું બોલ્યો કે તેને એક શેઠે જલેબી ખવડાવી છે. તેથી લેખકને ભીખુનો ભાંડરડાં માટેનો પ્રેમ ગમ્યો.
(7) ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો?
જવાબ- ભીખુની મા અને એનાં ભાંડુ ભૂખ્યાં હતાં. એની પાસે એટલા પૈસા નહોતા , કે જેથી ઘરનાં બધાની ભૂખ સંતોષી શકાય. બધાંને દાળિયા મળી રહે એ માટે ભીખુ એ પોતે દાળિયા ખાધા નહીં. કુટુંબ પ્રત્યેની લાગણીને કારણે તે એની મા આગળ ખોટું બોલ્યો કે પોતે ધરાઈને ખાધું છે.
(8) લેખકે હોટલ અને સિનેમાને શા માટે યાદ કર્યા?
જવાબ- લેખકે બે કલાક પહેલા જ કલદાર રાણીછાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. તેમાંથી નવ આના સિનેમામાં અને સવા છ આના હોટલમાં ખર્ચાઈ ગયા હતા. હવે લેખક પાસે માત્ર ત્રણ પૈસા જ બાકી રહ્યા હતા તે તેમણે ભીખારણ બાઈને આપી દીધા. ભીખુ એ પોતે ભૂખ્યા રહીને પોતાના ભૂખ્યા ભાંડુઓને દાળિયા ખાવા આપ્યા હતા. આ જોઈને લેખકને થયું કે સિનેમા અને હોટલના વિલાસી ખર્ચા ઓછા કરવામાં આવે તો આવા ગરીબોને પોષી શકાય. આમ લેખકે હોટલ અને સિનેમાને યાદ કર્યા.
(9) 'ભીખુ ભૂખનું દુઃખ ગળી ગયો.'- એવું લેખકે કેમ કહ્યું?
જવાબ- ભીખુ પોતે પણ ખુબ ભૂખ્યો હતો. ભૂખનું એ દુઃખ દૂર કરવા એણે છ પૈસા ના દાળિયા ખરીધા. દાળિયા મોંમાં નાખવા જતા એને પોતાનાં ભૂખ્યાં ભાંડુઓ યાદ આવ્યા. તે દાળિયા ખાઈ ન શક્યો. લેખક તેથી કહે છે : 'ભીખુ ભૂખનું દુઃખ ગળી ગયો.'
(10) આ વાર્તાનું શીર્ષક તમે શું આપો? શા માટે?
જવાબ- વાર્તાનું શીર્ષક હું 'અંતરના અમી' આપું, કારણ કે આ વાર્તાનું મુખ્ય પાત્ર ભીખુ પોતે દુઃખ વેઠે છે, પણ મા અને ભાઈભાંડુ નો વિશેષ ખ્યાલ રાખે છે. પોતે ભીખ માગીને લાવે અને પોતે ન ખાય પણ ભાઈભાંડુ ને ખવડાવે છે. જે ભીખુ ના અંતરમાં રહેલો અમૃત તત્વ છે.
પ્રશ્ન-5. નીચેના વાક્યો કોણ બોલે છે ? કોને કહે છે ? તે જણાવો:
(1) "એક કંગાલ પર ઇતની રહમ કરો."
=> કંગાળ સ્ત્રી બોલે છે લેખકને કહે છે.
(2) "માં ! કંઈ ખાવાનું છે? શું છે લાવ જોઉં !"
=> છોકરા બોલે છે અને મા ને કહે છે.
(3) "ખાવાનું તો ભાઈ લાવે ત્યારે......."
=> મા બોલે છે અને છોકરા ને કહે છે.
(4) "એઇ - આંખ પણ નથી કે શું?"
=> પારસી બાનુ નો પટાવાળો બોલે છે અને ભીખુ ને કહે છે.
(5) "મેં તો બહુ દાળિયા ખાધા ખૂબ પાણી પીધું".
=> ભીખુ બોલે છે અને માને કહે છે.
(6) "અત્યાર સુધી ક્યાં રોકાણો' તો ભાઈ?"
=> મા બોલે છે અને ભીખુ ને કહે છે.
પ્રશ્ન-6. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો:
(1) ઉગારી લેવું - બચાવી લેવું
વાક્ય- ડ્રાઇવર સમય સૂચકતા વાપરીને મુસાફરોને અકસ્માતથી ઉગારી લે છે.
(2) વાત કળાઈ જવી - સમજાય જવું
વાક્ય- પોતાની વાત કળાઇ ગઈ છે તે જાણીને દિશા ત્યાંથી નીકળી ગઈ.
(3) વદન કરમાય જવું - નિરાશ થઈ જવું
વાક્ય- મારો ભાઈ પ્રવાસે ન જઈ શક્યો તેથી મારું વદન કરમાઈ ગયું
(4) રાડ ફાટી જવી - ભયથી ચીસ પડી જવી
વાક્ય- રસ્તા પર અકસ્માત થતાં કેશવ ની રાડ ફાટી ગઈ.
પ્રશ્ન-7. આ પાઠમાં વદન નામનો શબ્દ છે.આ શબ્દમાંના અક્ષરોનો ઉપયોગ કરી બીજા શબ્દો બનાવી શકાય: (જેમ કે - વદ , વન)
(1) આ ઉપરાંત બીજા વધુ શબ્દો બનતા હોય તો બનાવો:
=> દન , દવ , નદ , નવ
(2) આ શબ્દોના અર્થ શબ્દકોશમાંથી મેળવો:
=> (1) દન = દિવસ
(2) દવ= દાવાનળ
(3) નદ = મોટી નદી
(4) નવ = '9' (સંખ્યા)
(5) વદ = કૃષ્ણ પક્ષ , અંધારીયું
(6) વન = જંગલ
(3) આ શબ્દોના ઉપયોગથી વાક્યો બનાવો:
(1) મંદિરના મહારાજે છેલ્લા છ દન થી અનાજ-પાણી છોડ્યા છે.
(2) જંગલમાં દવ લાગ્યો છે.
(3) નદ ના ઊંડાં પાણીમાં હોડીઓ તરે છે.
(4) શંકરપ્રસાદને નવ ભાઈ-બહેન છે.
(5) મારા ભાઈનો જન્મ શ્રાવણ વદ ત્રીજનો છે.
(6) પહેલાના જેવાં ગાઢ વન હવે રહ્યાં નથી.
પ્રશ્ન-8. જોડણી સુધારો:
(1) વીજડી - વીજળી
(2) સાયકલ - સાઇકલ
(3) અદ્ધર - અધ્ધર
(4) ઉધ્ધોગ - ઉદ્યોગ
(5) મૂસાફરિ - મુસાફરી
(6) જલેબિ - જલેબી
(7) દાળીયા - દાળિયા
(8) લૂચાઇ - લુચ્ચાઈ
પ્રશ્ન-9. નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો આપો:
(1) સ્તંભ = થાંભલો , આધાર
(2) ઘેલછા = ગાંડપણ , ધૂન
(3) ઠઠ = ગિરદી , ભીડ
(4) તૃષ્ણા = ઈચ્છા , કામના
(5) રહેમ = દયા , કૃપા
(6) ગુલામ = અત્યાચાર , અન્યાય
(7) તાજુ = તંદુરસ્ત , નિરોગી
(8) વદન = ચહેરો , મોઢું
(9) સ્વર = અવાજ , કંઠ
પ્રશ્ન-10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો:
(1) ઊચે × નીચે
(2)ઝાંખું × ચોખ્ખું
(3) રહેમ × ધૃણા
(4) દર્દ × ખુશી
(5) ગરીબ × અમીર
(6) જન્મ × મરણ
(7) મૃત્યુ × જન્મ
(8) કંગાળ × તવંગર
(9) અશક્ત × શકત
(10) સાંકડી × પહોળી
(11) સ્પષ્ટ × અસ્પષ્ટ
(12) હાસ્ય × રુદન
(13) આશા × નિરાશા
(14) સંભારવું × ભૂલવું
(15) સુગંધ × દુર્ગંધ
પ્રશ્ન-11. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો:
(1) રસ્તાની બાજુ પર પગે ચાલનારાઓ માટેનો રસ્તો - ફૂટપાથ
(2) મટકુ પણ માર્યા વિના - અનિમેષ
(3) પ્રયત્ન કર્યા વિના - અનાયાશ
પ્રશ્ન-12. નીચે આપેલા સંયોજકો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો: (અને , ને , પણ , તો)
(1) નીચે આવીને જોયું તો મા ક્યાંય દેખાય નહીં.
(2) અવિનાશ ઉપર આવ્યો સાથે ભાવિકા પણ આવી.
(3) મોટર , ગાડી , સાયકલ અને માણસોના ઠઠારા થી બજાર ભરચક હતું.
(4) "તું આવ્યો ને મને કહ્યું પણ નહીં?"
પ્રશ્ન-13. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો:
(1) બાળક ભૂખ્યું હતું. તેનું મોં દયામણું હતું. - ભૂખ્યું , દયામણું
(2) એક અત્યંત કંગાળ સ્ત્રી ત્યાં બેઠી હતી. - કંગાળ
પ્રશ્ન-14. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
જલેબી , જરાક , જાત , જોખાવવું , જુલમ
=> જરાક , જલેબી , જાત , જુલમ , જોખવવું
0 Comments