પાઠ ૨ આહારના ઘટકો

28. પાચક રેસાને............પણ કહે છે.
ઉત્તર : રૂક્ષાંશ

29. પાચક રેસા અથવા રૂક્ષાંશ આપણને ક્યા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે? તેની અગત્યતા સમજાવો.
ઉત્તર : પાચક રેખાઓના પ્રાપ્તિસ્થાન : અનાજ, દાળ, બટાકા, ફળો અને શાકભાજી વગેરેમાંથી પાચક રેસાઓ પ્રાપ્ત થાય છે.

અગત્યતા : તેઓ પાચનક્રિયાની કાર્યક્ષમતા માટે શરીરના અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢવા આવશ્યક છે.

30. .................અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.
ઉત્તર : પાચક રેસા

31. વિટામિનના પ્રકાર જણાવી દરેકની ઉપયોગિતા જણાવો.
ઉત્તર :

વિટામિન–A : આંખો તથા ત્વચાની તંદુરસ્તી અને જાળવણી માટે

વિટામિન–B : ચેતાતંત્ર અને પાચનક્રિયાની કાર્યક્ષમતા વધારવા, કોષોની ક્રિયાશીલતા અને જૈવરાસાયણિક ક્રિયા માટે

વિટામિન–C : દાંત અને પેઢાની તંદુરસ્તી માટે, રોગપ્રતિકારક શક્તિ કેળવવા

વિટામિન–D : હાડકાં અને દાંત માટે જરૂરી કેલ્શિયમના શોષણ માટે.

વિટામિન–E : કોષોની કાર્યક્ષમતા માટે

વિટામિન–K : રૂધિરની જામી જવાની ક્રિયા માટે

32. યોગ્ય રીતે જોડકાં ગોઠવો:

વિભાગ અ

વિભાગ બ

જવાબ

1. તલ

1. કાર્બોદિત

1. – 2

2. ઘઉં

2. ચરબી

2. – 1

3. સંતરું

3. વિટામિન– A

3.– 5

4. પપૈયું

4. પ્રોટીન

4. – 3

5. વટાણા

5. વિટામિન– C

5. – 4


b. 

વિભાગ અ

વિભાગ બ

જવાબ

1. પાલક, જમરૂખ

1. આયોડિન

1. – 3

2. માછલી, ઝિંગા

2. ફૉસ્ફરસ

2. – 1

3. દૂધ, ઇંડાં

3. આયર્ન

3. – 4

4. કેળાં, દૂધ

4. કેલ્શિયમ

4. – 2

5. વટાણા

5. પ્રોટીન

5. – 5


33. પાણી હોય તેવા 4 ખાદ્ય પદાર્થોનાં નામ લખો.
ઉત્તર : દૂધ, છાસ, તરબુચ, લીંબુ, ટામેટું, શેરડી, કેરી, લીંલુ નાળિયેર વગેરે પાણી ધરાવતા ખાદ્ય પદાર્થો છે.

34. આપણા શરીર માટે જરૂરી ખનીજક્ષારોનો સ્ત્રોત અને તેમની અગત્યતા જણાવો.
ઉત્તર :
ખનીજ ક્ષાર : આયોડિન
સ્ત્રોત : આયોડિનયુક્ત મીઠુ, ઝીંગા, માછલી, દરિયાઈ ખોરાક
અગત્યતા : થાઇરોક્સિન અંત:સ્ત્રાવના સંશ્લેષણ માટે, માનસિક, શારીરિક સ્વસ્થતા માટે.

ખનીજ ક્ષાર : ફૉસ્ફરસ
સ્ત્રોત : દૂધ, કેળા, સોયાબીન, તલ,, સૂકો મેવો, અનાજ
અગત્યતા : દાંત, હાડકાનાં બંધારણ માટે, ATP ના બંધારણ માટે

ખનીજ ક્ષાર : આયર્ન
સ્ત્રોત : લીલાં પાંદડાંવાળા શાકભાજી, સફરજન, જામફળ, સૂકો મેવો
અગત્યતા : હિમોગ્લોબિનના બંધારણ માટે, એનિમિયાથી બચવા માટે

ખનીજ ક્ષાર : કૅલ્શિયમ
સ્ત્રોત : દૂધ, ઇંડા, કેળાં, છાસ, દહીં
અગત્યતા : દાંત અને હાડકાનાં બંધારણ માટે, સુક્તાન ન થાય તે માટે

35. ‘પાણી શારીરિક સ્વસ્થતા માટે અગત્યનોપ ધટક છે.’ – સમજાવો.
ઉત્તર : શારીરિક સ્વસ્થતા માટે પાણી નીચેની બાબતો માટે અગત્યનું છે:
(1) શરીરમાં તમામ જૈવરાસાયણિક પ્રક્રિયા માટે પાણી જરૂરી છે. 
(2) શરીરમાં વાયુઓ, પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યોના વહન માટેનું અગત્યનું માધ્યમ છે. 
(3) શરીરનું તાપમાન જાળવી રાખવા માટે જરૂરી છે. 
(4) બિનજરૂરી અને હાનિકારક પદાર્થોને મૂત્ર તથા પરસેવા સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢવા માટે જરૂરી છે. (5) આપણાં આહારના પોષકદ્રવ્યોનું શોષણ કરવા પાણી જરૂરી છે. 
(6) ખોરાકને રાંધવા માટે નરમ અને પાચક બનાવવા પાણી જરૂરી છે.

36. સમતોલ આહાર એટલે શું?
ઉત્તર : જે આહારમાં પ્રોટીન, ચરબી, કાર્બોદિત, ખનીજ ક્ષારો, વિટામિન, પાણી અને પર્પાપ્ત માત્રામાં રેસાઓ પણ આવેલા હોય તેવા આહારને સમતોલ આહાર કહે છે.

37. આપણે રોજિંદા ખોરાકમાં સમતોલ આહાર લેવો જોઇએ, કારણ કે...............
ઉત્તર : આહારમાં બધાં જ પોષક દ્રવ્યો, પર્યાપ્ત માત્રામાં હોય, જેમાં રૂક્ષાંશ અને પાણી પણ હાજર હોય તેવો ખોરાક લેવાથી શરીરની કાર્યક્ષમતા અને તદુંરસ્તી લાંબા સમય સુધી જળવાય છે. રોગપ્રતિકારક શક્તિ કેળવાય છે અને ત્રુટિજન્ય રોગો થતાં નથી. માટે સમતોલ આહાર લેવો જોઇએ.

38. ભોજનમાં ........................ની વધુ માત્રા મેદસ્વીતાનું કારણ બને છે.
ઉત્તર : ચરબી 

39. વધુ પડતો ચરબીયુક્ત ખોરાક ન લેવો જોઇએ, કારણકે..............
ઉત્તર : વધુ પડતો ચરબીયુક્ત આહાર લેવાથી શરીરમાં મેદસ્વીતાનું પ્રમાણ વધે છે. વધારાની ચરબી રક્તવાહિનીઓમાં જમા થાય છે. જે હૃદય પર વિપરીય અસર કરે છે. ભવિષ્યમાં બીજા રોગ પણ થવાની શક્યતા રહેલી છે માટે વધુ પડતો ચરબીયુક્ત ખોરાક લેવો જોઇએ નહીં.