પાઠ ૪ ઉષ્મા
32. દિવસના ભાગમાં, સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી..................થાય.
ઉત્તર : ગરમ
ઉત્તર : દિવસના ભાગમાં, સમૃદ્રના પાણી કરતા જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા સમુદ્ર પરથી ઠંડી હવા ઘસી આવે છે. ઊંચાઈ પર પહોંચેલી ગરમ હવા સમુદ્ધ તરફ વહેવા લાગે છે. અને ચક્ર પૂર્ણ કરે છે. દરિયા પરથી જમીન પર આવતી હવાને ‘દરિયાઈ લહેર’ કહે છે.
34. કારણ આપો : દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફ રાખવામાં આવે છે.
ઉત્તર : કારણ કે સમુદ્રકાંઠે સમુદ્ર પરથી ‘દરિયાઈ લહેર’ જમીન તરફ આવે છે. આવી ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે.
35. સમજાવો : ભૂ લહેર
ઉત્તર : રાત્રિ સમયે સમુદ્રનાં પાણીને જમીનની સાપેક્ષે ઠંડુ પડતા વાર લાગે છે. આથી, જમીન પરથી ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે જેને ‘ભૂ લહેર’ જહે છે.
36. સૂર્યમાંથી આવતી ઉષ્મા આપણા સુધી...................ના કારણે પહોંચે છે.
ઉત્તર : ઉષ્મીય વિકિરણ
37. આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ છીએ ત્યારે આપણે.....................દ્વારા જ ઉષ્મા મેળવતા હોઇએ છીએ.
ઉત્તર : વિકિરણ
38. આપણું શરીર આસપાસના વાતાવરણમાં ઉષ્મા કઇ પદ્ધતિથી મુક્ત કરે છે?
ઉત્તર : આપણું શરીર વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા મુક્ત કરે છે.
39. વિકિરણ દ્રારા ઉષ્મા પદાર્થની સપાટી પર પડતાં શું શું થાય છે ?
ઉત્તર : વિકિરણ દ્વારા ઉષ્મા પદાર્થની સપાટી પર પડતાં તેનો કેટલોક ભાગ શોષાય છે, કેટલોક ભાગ પરિવર્તન પામે છે, કેટલોક ભાગ તેની અંદરના ભાગમાં વહન પામે છે. પદાર્થમાં શોષાતી ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન વધે છે.
40. ગરમ હવામાનવાળા પ્રદેશોમાંથી મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે. – સમજાવો.
ઉત્તર : સફેદ રંગ એ હળવો રંગ છે જે તેના પર આપાત થતી ઉષ્માનું મોટા ભાગનું પરાવર્તન કરે છે. આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે જેથી ઉષ્માનું પરાવર્તન થવાથી મકાનોને વધુ ઉષ્માથી રક્ષણ મળે છે.
41. (1) માધ્યમની હાજરી હોય (2) માધ્યમની ગેરહાજરી હોય તેવા ઉષ્મીય વિકિરણની ઘટનાના ઉદાહરણ લખો.
ઉત્તર : શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ ત્યારે વિકિરણ દ્વારા જ ઉષ્મા મેળવીએ છીએ જેમાં હવાની હાજરી હોવાથી તે માધ્યમની હાજરીમાં થાય છે. જ્યારે સૂર્યમાંથી આવતા કિરણો આપણી સુધી પહોંચે છે. તેમાં અવકાશમાં માધ્યમ હોતું નથી.
42. ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમસી હોય, તો તેમાં........................પ્રક્રિયા દ્વારા ઉષ્મા બીજા છેડા પર પહોંચે છે.
ઉત્તર : ઉષ્માવહન
43. આઇસક્રીમમાં લાકડાની ચમચી ડૂબાડતા, ચમસીનો બીજો છેડો.............
ઉત્તર : ઠંડો પડતો નથી.
44. ઉષ્મા પ્રસરણની કઇ પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી?
ઉત્તર : ઉષ્મીય વિકિરણ
45. વાળા 1 લિટર પાણીને તાપમાનવાળા 1 લિટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન ...................હોય.
ઉત્તર : વચ્ચેનું
46. 40 તાપમાન ધરાવતા લોખંડના ગોળાને જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો ............... .
ઉત્તર : ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં.
47. સમાન માત્રામાં પાણી ભરેલી બે તપેલી સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવી છે, જેમાં એક તપેલીને બહારથી કાળો રંગ કરેલો છે. એક કલાક પછીનું બંનેનું અવલોકન જણાવો.
ઉત્તર : કાળો રંગ ઉષ્માનું વધુ શોષણ કરે છે. આથી કાળો રંગ કરેલી તપેલીમાનું પાણી બીજી તપેલીમાના પાણી કરતા વધુ ગરમ હશે.
48. આદિત્ય, ક્રિશ અને તેજસ ત્રણ મિત્રો ઉનાળાની બપોરે ઘરની બહાર રમે છે. આદિત્યએ સફેદ શર્ટ, ક્રિશે લાલ અને તેજસે કાળો શર્ટ પહેરેલાં છે, તો વધુ ગરમી કોને લાગશે ?
ઉત્તર : તેજસને
49. ...............રંગના કપડાં, હળવા રંગના કપડાં કરતાં ઉષ્માનું શોષણ વધુ કરે છે.
ઉત્તર : ઘેરા
50. કારણ આપો : શિયાળામાં ઘેરા રંગના કપડાં પહેરવા જોઇએ.
ઉત્તર : ઘેરા રંગના કપડાં એ ઘેરા રંગના લીધે ઉષ્માનું શોષણ વધુ કરે છે. આથી, આવા રંગના વસ્ત્રો શિયાળામાં આપણને હૂંફ આપે છે. આથી શિયાળામાં ઘેરા રંગના કપડાં પહેરાવા જોઇએ.
51. કારણ આપો : શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ.
ઉત્તર : કારણ કે ઊન એ ઉષ્માનું મંદવાહક છે. વળી, ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે. આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે. તેથી આપણને હુંફ અનુભવાય છે. આથી શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ.
52. શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતા વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઇએ ?
ઉત્તર : એક કરતા વધુ પાતળા વસ્ત્રોએ આપણને ઠંડીમાં વધુ રક્ષણ આપી શકે છે. કારણ કે બે પાતળા વસ્ત્રો વચ્ચેનું હવાનું સ્તર આપણને હૂંફ પૂરી પાડે છે. આથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઇએ.
55. જોડકાં જોડો :
વિભાગ – અ |
વિભાગ – બ |
1. ભૂમિય પવનો વહે છે. |
1. ઉનાળામાં |
2. દરિયાઈ પવનો વહે છે. |
2. શિયાળામાં |
3. ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે. |
3. દિવસ દરમિયાન |
4. હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે. |
4. રાત્રિ દરમિયાન |
જવાબ |
1. – 4 |
2. – 3 |
3. – 2 |
4. – 1 |
ઉત્તર : ✔
57. થરમૉમીટરના ઉપયોગ પહેલા અને પછી થરમૉમીટરને યોગ્ય રીતે સાફ કરવું જોઇએ. (✔ કે ✖)
ઉત્તર : ✔
58. ક્લિનીકલ થરમૉમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપી શકાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
59. વિવિધ હેતુઓ માટે એક જ થરમૉમીટર વપરાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
60. સમાન તાપમાનવાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
61. બધા જ ગરમ પદાર્થો ઉષ્માનું વિકિરણ કરે છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
0 Comments