4: ભારતની રાષ્ટ્રીય ચળવળો
7. વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળ શરૂઆત થઇ હતી.
- ભારતમાં ઉદ્દભવેલી ઉગ્રક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર છેક ઇગ્લેન્ડ, કેનેગ, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, રશિયા વગેરે દેશોમાં પ્રસાર પામી. શ્યામકૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ, ઉઘમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભિખાઇજી કામા, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલા, મૈલાના બશીર, ચંપક સમણ પિલ્લાઇ, ડૉ. મયુરસિંહ જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા.
- વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્રારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો. ઇગ્લેન્ડથી છૂપી રીતે રસોઇના બિસ્તરામાં પિસ્તોલ ભારત મોકલતા.
- ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મગનલાલ ધીંગરાએ હત્યા કરી.
- 1907માં અમેરિકાના કોલિગ્રેન્ટિયામાં ‘ઇન્ડિયન ઇન્ડિયેન્સ લીગ’ સંસ્થા સ્થાપાય. જેનું પાછળથી લાલા હરસયાલે ‘ગદર’ યાદી નામ આપ્યું. ચાર ભાષામાં ‘ગદર’ સામાયિક શરૂ કરાયું.
- આ પ્રવૃત્તિમાં ‘હિન્દ રાષ્ટ્રીય સંયમસેવક દળ’ની રચના કરી.
- ઇરાકને વડુમથક બનાવી, ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી.
- જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી ‘આંતરરાષ્ટ્રીય સામાયિક પરિષદ’માં સૌપ્રથમ મેડમ કામાએ તૈયાર કરેલ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
- અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના ‘રાષ્ટ્રીય પ્રમુખ’ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરાઇ, જેમાં બરતુલ્લા, આબિદુલ્લા, મૈલાના, બશીર, રામશેરસિંહ, ડૉ.મયુરસિર વગેરે હતા. આ સરકારે રશિયા, ઇરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા પ્રયાસ કર્યા. તુર્કીના વડા અનવર પાશા અને ગર્વનર પકા મળેલા.
- રેશમી રૂમાલ ઉપર લખેલું ‘ગાલીખનામા’ ષડ્યંત્ર તમામ મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઇ ખ્રિસ્તીઓની સામે જંગ માડયો એ પકડાઇ ગયું.
- રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોની પટ્ટી રશિયાના ઝારને મોકલાવી. જેમાં ‘ઝાર ને ઇગ્લેન્ડ સાથેનો સંબંધ તોડી નાખવા’ જણાવેલું.
- રશિયાના ક્રાંતિકારી દ્રોટસ્કીએ ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપેલું.
- બર્મામાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. ઉપરાંત કામાગાટામાટુ અને તેશામાટુ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં પ્રેરકબળ પૂરું પાડયું.
8. મોર્લે–મિન્ટો સુધારા વિશે લખો.
ઉત્તર : ‘ભાગલા પાડો અને રાજ કરો’ ની નીતિ અપનાવી અંગ્રેજોએ હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમી વેમનસ્ય ઊભું કરવા માટે યોજના ઘડી. આગાખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાઇસરૉય મિન્ટિ ને મળ્યું . તે વખતે હિન્દી વજીર મોર્લે હતા. આ સુધારાને મોર્લે–મિન્ટો સુધારો કરે છે.
9. રોલેટ એક્ટ વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- બ્રિટિશ સરકારે ઇગ્લેન્ડના કાયદાખાતાના પ્રધાન રોલેટના અધ્યક્ષ પદ ‘રોલેટ એક્ટ’ કાયદો કાઢ્યો.
- આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમ કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતા કાયદા તરીકે ઓળખાયો.
- આ કાયદા મુજબ કોઇ પણ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી શકાતી. જેથી ગાંધીજી આને ‘કાળો કાયદો’ કહ્યો. મોતીલાલ નેહરુના મતે ‘દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર’ લઇ લેવામાં આવ્યો હતો.
- આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઇ હતી. તેથી નેતાઓ અને પ્રજાએ ઠેર–ઠેર વિરોધ કર્યો. સભાઓ, દેખાવો, હડતાલોનું તેના વિરોધમાં આયોજન થયું. ગાંધીજી દિલ્લીમાં સરકારે ધરપકડ કરી પંજાબમાં ડૉ.સત્યપાલ અને ડૉ.કિચલુની ધરપકડ કરતા આંદોલન વધુ ઉગ્ર થયું. સરકારે દમનનો દોર છૂટો મુક્યો.
10. જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- પંજાબમા અમૃતસરમાંથી લોકપ્રિય નેતાઓ ડૉ. સત્યપાલ અને ડૉ.કિચલૂની ધરપકડ થઇ. તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન થયું.
- લશ્કરના સૈનિકોને લઇને જનરલ ઓડોનીલ ડાયર ત્યારે ત્યાં પહોંચી ગયો. કશી જ પૂર્વ ચેતાવણી આપ્યા વગર મશીનગનથી ગોળીઓની વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાવ્યો.
- બાગની ચારેય બાજુએ ઊચી દિવાલો વચ્ચે અવાવારુ કુવો અને બહાર નીકળવાનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બન્યા.
- સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા અને 1200 ઘવાયા જ્યારે કોગ્રેસ નીમેલી તપાસ સમિતિના મતે 1000 માણસો માર્યા ગયેલા.
- બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર હંટર કમિશન દ્રારા જનરલ ડાયરનો બચાવ કર્યો અને અજાણ્તા થઇ ગયેલી પ્રામાણિક ભૂલ તરીકે ગણી. બીજી બાજુ ડાયરે જ્યારે ઇગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરાયું.
- આથી હિન્દની પ્રજાને જબરદસ્ત આઘાત લાગ્યો. આ અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પરત્વેને રહી સહી શ્રદ્ધા પણ ડગી ગઇ.
- આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે જુદી પાડી.
11. ખલિફા ચળવળ વિશે સમજાવો.
ઉત્તર :
- પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પડખે જોડાયું. તેથી ઇગ્લેન્ડનો વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી હતી. તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી.
- તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા હતો. તેણે જે કડક શરતો લદાયેલી તેનો વિરોધ કરીને તેને હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ થઇ તેને ‘ખલિફા ચળવળ’ કહેવાય છે.
- અલી ભાઇઓ મૌલાના સૌકતઅલી અને મૌલાના મોહમદ અલી આંદોલનના મુખ્ય નેતાઓ હતા.
- હિન્દી–મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કોગ્રેસને આ અંદોલનને ટેકા આપવાનો અનુરોધ કર્યો.
- કોગ્રેસના ટેકાથી આ આંદોલન વ્યાપક બન્યું.
0 Comments