પાઠ ૨ આહારના ઘટકો
40. ત્રુટિજન્ય રોગો એટલે શું?ઉત્તર : કેટલાંક રોગો પ્રોટીન, વિવિધ પ્રકારના વિટામિન કે ખનીજક્ષારોની ઊણપથી થાય છે. જેને ત્રુટિજન્ય રોગો કહે છે.
41. કૅલ્શિયમ, આયોડિન અને આયર્નની ઊણપથી થતાં રોગો અને તેમનાં લક્ષણો જણાવો.ઉત્તર :
ખનીજ દ્રવ્ય : કૅલ્શિયમ ત્રુટિજન્ય રોગ : હાડકાં અને દાંતનો કોહવાટ
ચિહ્નો : નબળાં હાડકાં અને દાંતમાં સડો થવો
ખનીજ દ્રવ્ય : આયોડિન ત્રુટિજન્ય રોગ : ગૉઇટર (ગલગંડ)
ચિહ્નો : ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જવી, બાળકોમાં માનસિક મંદતા
ખનીજ દ્રવ્ય : આયર્ન ત્રુટિજન્ય રોગ : એનિમિયા (પાડુંરોગ)
ચિહ્નો : નબળાઇ, રક્તકણોનું પ્રમાણ ઘટવું
42. વિટામિન –Dની ઊણપથી..................થાય છે.
ઉત્તર : રિકેટ્સ (સુકતાન)
43. .................ની ઊણપથી બેરીબેરી રોગ થાય છે.
ઉત્તર : વિટામિન – B
44. આપણા આહારમાં.................ના અભાવથી રતાંધળાપણું થાય છે.
ઉત્તર : વિટામિન – A
45. જો કોઇ વ્યક્તિને લાંબા સમય સુધી પ્રોટીન તથા કાર્બોદિત ન મળે તો તેમને શું શું અસર થઇ શકે ?
ઉત્તર : આહારમાં લાંબા સમય સુધી પ્રોટીન ન મળવાથી શારીરિક વૃદ્ધિ, વિકાસ, નવા કોષોનું સર્જન જેવી ક્રિયાઓ અટકી જાય અને ત્રુટિજન્ય રોગો થાય. કાર્બોદિત પદાર્થ લાંબા સમય સુધી ન મળે તો તે શારીરીક કાર્ય કરી શકે નહીં. આમ, સ્વાસ્થ પર વિપરીત અસર થાય છે.
46. વિટામીનની ઉણપથી થતાં રોગો અને તેમનાં લક્ષણો જણાવો.
ખનીજ દ્રવ્ય : વિટામિન – A ત્રુટિજન્ય રોગ / વિકૃતિ : આંધળાપણું
ચિહ્નો : નબળી દ્રષ્ટિ, રાત્રે ઓછું દેખાવું, ક્યારેક દેખાતા બંધ થઇ જવું
ખનીજ દ્રવ્ય : વિટામિન – B ત્રુટિજન્ય રોગ / વિકૃતિ : બેરીબેરી
ચિહ્નો : નબળા સ્નાયુઓ, કામ કરવા માટે અશક્તિ, થાક
ખનીજ દ્રવ્ય : વિટામિન – C ત્રુટિજન્ય રોગ / વિકૃતિ : સ્કર્વી
ચિહ્નો : પેઢામાંથી લોહી પડવું તથા ઘા માં રૂઝ આવવા વધુ સમય લાગવો.
ખનીજ દ્રવ્ય : વિટામિન – D ત્રુટિજન્ય રોગ / વિકૃતિ : રિકેટ્સ (સુક્તાન)
ચિહ્નો : હાડકાનું નાજુક બની વળી જવું, ઘૂંટણ પાસે પગ ભટકાવવા
47. ..................ની ઊણપથી બાળકોમાં માનસિક મંદતા આવી શકે છે.
ઉત્તર : આયોડિન
48. ...............એનિમિયા માટે જવાબદાર ખનિજક્ષાર છે.
ઉત્તર : આયર્ન
49. .................યોગ્ય પ્રમાણમાં લેવાથી સ્કર્વી નામનો રોગ થતો નથી.
ઉત્તર : વિટામિન – C
50. તફાવત લખો.
(1) ખનીજક્ષાર– વિટામિન
ઉત્તર :
ખનીજક્ષાર
|
વિટામિન
|
1. ખનીજક્ષારોની આવશ્યકતા
શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે છે.
2. કેલ્શિયમ હાડકાં અને દાંત
માટે તેમજ, આયર્ન હિમોગ્લોબિનના બંધારણ માટે જરૂરી છે.
3. આયોડિન અતિશય અલ્પ માત્રામાં
જરૂરી છે.
|
1. વિવિધ વિટામિન આપણને રોગો
સામે રક્ષણ આપે છે.
2. વિટામિન A આંખ અને ચામડીના તંદુરસ્ત વિકાસ માટે તથા વિટામિન C પેઢા માટે જરૂરી છે.
3. બધાં જ વિટામિન શરીરને
યોગ્ય સમયે મળવા જરૂરી છે.
|
2. વિટામિન B અને વિટામિન C
વિટામિન B
|
વિટામિન C
|
1. વિવિધ પ્રકારનાં વિટામિનોનો સમૂહ છે.
2. દૂધ, ઇંડા, માંસ, યકૃત, શીંગ, આખા ધાન્ય વગેરેમાંથી મળે છે.
3. તેની ઊણપથી બેરીબેરીનો રોગ થાય છે.
|
1. રોગપ્રતિકારક શક્તિ કેળવનાર વિટામીન છે.
2. નારંગી, ટામેટા, આમળા, લીંબુ જેવા ખાટાં ફળોમાંથી મળે છે.
3. તેની ઊણપથી સ્કર્વી નામનો રોગ થાય છે.
|
51. વિવિધ ખાદ્ય પદાર્થોમાં રહેલાં પોષક દ્રવ્યોનો વ્યય કેવી રીતે અટકાવી શકાય?
ઉત્તર : નીચેના ઉપાયો દ્રારા પોષક દ્રવ્યોનો વ્યય અટકાવી શકાય છે:
(1) ખોરાકને પલાવીને રાંધવો.
(2) ફળો અને શાકભાજીને આખા જ ધોયા પછી પાણીથી સાફ કરવા જોઇએ.
(3) બહુ ઊંચા તાપમાને કે વધુ લાંબા સમય સુધી રાંધવું નહીં.
(4) જે શાકભાજી કાચાં ખાઇ શકાય તેવા હોય તેને રાંધવા નહીં.
52. અવલોકન જણાવો.
1. ફળોને છાલ ઉતારીને કે કાપીને ધોવામાં આવે તો..............
ઉત્તર : પાણીમાં દ્રાવ્ય અને ફળની છાલમાં રહેલા વિટામીન અને ખનીજક્ષારો દૂર થાય.
2. વિટામિન – C ધરાવતા પદાર્થોને રાંધવાથી.........
ઉત્તર : વિટામિન – C ધરાવતાં પદાર્થોને રાંધવાથી ગરમીના કારણે વિટામિન – C નાશ પામે છે.
3. લાંબા સમય સુધી વિટામીન – A નહીં મળવાથી..............
ઉત્તર : દ્રષ્ટિ નબળી પડે છે, રાત્રે દેખાતું બંધ થાય છે, ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થાય છે.
4. રોજના ભોજનમાં ચરબીયુક્ત પદાર્થો વધારે લેવાથી.............
ઉત્તર : શરીરમાં મેદસ્વિતાનું પ્રમાણ વધે છે, હૃદય પર વિપરીત અસર થાય છે.
5. લીંબુ અને આમળાનો યોગ્ય ઉપયોગ કરવાથી.................
ઉત્તર : શરીરમાં વિટામિન – C નું પ્રમાણ જળવાય છે, જેથી રોગપ્રતિકારક શક્તિ કેળવાય છે.
53. ભારતના વિવિધ પ્રદેશોમાં ખોરાક એકસમાન હોય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
54. દૂધ અને દૂધનાં ઉત્પાદકો દુનિયાના દરેક દેશમાં ખાદ્યસામગ્રી તરીકે વપરાય છે. (✔ કે ✖ )
ઉત્તર : ✔
55. વનસ્પતિ કે તેના ભાગ આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત નથી. ( ✔ કે ✖)
ઉત્તર : ✖
56. આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણીઓ છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
57. કેટલીક વનસ્પતિ ઝેરી પણ હોય છે? (✔ કે ✖)
ઉત્તર : ✔
58. મધમાખી ફૂલના મધુરસને મધમાં ફેરવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
59. કચુંબરમાં કાચાં ટામેટાં, ગાજર, ફણગાવેલા મગ હોઇ શકે. (✔ કે ✖)
ઉત્તર : ✖
0 Comments