4: ભારતની રાષ્ટ્રીય ચળવળો
12. અસહકારના આંદોલન વિશે સમજાવો.
ઉત્તર :
- અસહકારના આંદોલનને નાગપુરના અધિવેશમાં બહાલી મળી. કોગ્રેસ હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ ‘સ્વચારને બદલે સ્વરાજ્ય’ જ જોઇએ. એવી બુંલેદ માગણી કરી.
- રચનાત્મક પાસું : આંદોલનના પાસામાં હિન્દું–મુસ્લિમ એકતા દ્રઢ બનાવવી. ‘સ્વદેશી’ ચીજવસ્તુઓનો આગ્રહ કરવો, દોર દોર રેટિયો ફરતા કરવા, ટિળક સ્વફંડમાં એક કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણના સમાવેશ થતો હતો.
- ખંડનાત્મક પાસું : જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા, કોલેજોનો ત્યાગ કરવો, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામા આપવા, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર, સરકારી સમારંભો, ઇલકાબો વગેરેનો ત્યાગ કરવો જેના અનેક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો.
13. અસહકારના આંદોલનનું મુખ્ય કાર્ય સમજાવો.
ઉત્તર :
- આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાની ‘કેસર હિંદ’ અને રવીન્દ્ર નાથ ઠાકુરે ‘નાઇટહુડ સન્માન’ વગેરેનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો.
- વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. ઠેર–ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટી. ડ્યુક ઓફ કૈનાટ ભારત આવ્યા. ત્યારે તેમનો બહિષ્કાર કરાયો, પ્રિન્સ ઓફ વેટ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. આવા પગલાએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તજેનના પ્રગટાવી.
- બીજી તરફ રાષ્ટ્રીય શાળા–કોલેજની સ્થાપના થઇ. જેમાં કાશી, બિહાર, જામિયા, મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થાપાઇ.
- સ્વદેશીઓ પ્રચાર જોરશોરથી થતા ઇગ્લેન્ડથી આયાત થતા કાપડ, મોજશોખની ચીજવસ્તુઓમાં ભારે ઘટાડો થતા તેનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. ઇગ્લેન્ડને ભારે આર્થિક નુકશાન પર સરકાર ચોંકી ઊઠી.
- ટિળક કેડમાં એક કરોડથી વધુ નાણાં એકઠા થયા તેમજ આંદોલનો દરમિયાન હિન્દુ–મુસ્લિમ એકતા અનેક પ્રસંગો પ્રગટ થયા.
- હિન્દ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોયલા બળવા ટીકાપાત્ર કહી શકાય અને તે બ્રિટિશ સરકારે સખતાઇ સાથે દબાવી દીદ્યા.
- આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમનનીતિનો સહારો લીદ્યો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ઘરપકડો અને અમાનુયી અત્યાચાર કરવામાં આવ્યા. હિન્દુ–મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
14. સમજાવો : અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેચાયું.
ઉત્તર :
- ઉત્તરપ્રદેશના ગોરખપુરના જિલ્લામાં આવેલા ચોરીચૌરા ગામે નીકળેલા સરઘસના લોકો પર ગોળીબાર કર્યો.
- પોલીસની ગોળીઓ ખુટી ગઇ ત્યારે પોલીસ ચોકીમાં ભરાઇ ગયા.
- ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી અને 21 પોલીસવાળા મૃત્યુ પામ્યા.
- આ હિંસક બનાવના સમાચાર જાણ્યા બાદ ગાંધીજી એ જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહિ સમજાવનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મુકીને મે હિમાલય જેવી મોટી ભૂલ કરી છે. એમ કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું લેવાની જાહેરાત કરી.
15. અસહકારનું આંદોલનનું મહત્વ અને તેની અસરો જણાવો.
ઉત્તર :
- અસહકારનું આંદોલન પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી ન હતી; પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યોક્રમો દ્રારા તેમણે લોકોને અધિકારો પ્રત્યે સભાન કર્યાં.
- સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની.
- ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતી આવી. સ્વરાજ માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો.
- યુવાનો અને સ્ત્રીઓ પર રાષ્ટ્રસેવામાં આગળ વધ્યા અને કોગ્રેસ લોકોની સંસ્થા બની.
- દેશના રાષ્ટ્રીય શિક્ષણ આયાતી શાળા શરૂ થઇ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું.
- જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો–નગરો તેમજ બુદ્ધિજીવીઓ પુરતુ સમિત હતુ. તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું.
16. સ્વરાજ્ય પક્ષ વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત–મોકૂફ બાદ ચિંતરજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ સ્વરાજ્ય પક્ષેથી રચના કરી તેમના હેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નિતીઓનો વિરોધ કરવાનો હતો.
- સ્વરાજ્ય પક્ષના સ્થાપકે પણ ગાંધીજીના અસ્પૃશ્યતાના નિવારણ, હિન્દુ, મુસ્લિમ એકતા, રેડિયોને ઘુમતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો.
- એ સમયે યોજાયેલા ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રિય ધારાસભામાં અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો ચુંટાઇ આવતા સ્પષ્ટ બહુમતી મળી. બંગાળ પ્રાંતમાં જોકે બહુમતી ન મળી. છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવી શક્યા.
- કેન્દ્રિય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નેહરુ અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્તરજનદાસની વરણી થઇ.
- સ્વરાજ્ય પક્ષે સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામજુર કરી સરકારી અન્યાયી નીતિરીતોનો વિરોધ કર્યો તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી.
- સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે જ સહકારને ‘સાયમન કમિશન’ બે વર્ષ વહેલું નીમવું પડ્યું.
- ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી. ઊચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી.
- ભારતના લોકોમાં લોકશાહીના પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે. એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દનો શિક્ષિત વર્ગ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાયો.
- લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃત્તિનો પુન:સંચાર થયો. ‘સ્વરાજ્ય પ્રાપ્તિ’ ને વધુ નજીક લાવવામાં આ પક્ષે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો. એ સઘળી બાબતોમાં તેનું મહત્વ એન મુલ્ય રહેલું છે.
- જુન, 1925માં ચિતરજનદાસનું અવસાન થતા ‘સ્વરાજ્ય પક્ષ’ નબળો પડ્યો.
- કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાકે ‘નેશનલ પાર્ટી’ નામનો નવો પક્ષ સ્થાપતા સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઇ.
- તે પછી ચુંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય નો સામનો કરવો પડ્યો.
- જો કે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્ર બેનરજી તો તેની કામગીરીની આકરી ટીકા પણ કરી.
0 Comments