એસીડ, બેઇઝ અને ક્ષાર

41. આપણા જઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય તો શું થાય છે?
ઉત્તર : આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. ત્યારે આપણને એસિડિટી થાય છે. જે કેટલીક વખત પીડાદાયક હોય છે.

42. કારણ આપો : જ્યારે આપણને કીડી કરડે છે. ત્યારે આપણી ચામડી પર તે જગ્યાએ ક્લેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ.
ઉત્તર : કારણ કે જયારે કીડી કરડે છે ત્યારે ચામડીમાં ફોર્મિક એસિડ નામનું એસિડિક દ્રબ્ય દાખલ કરે છે. આ એસિડની અસરને દૂર કરવા માટે બેકિંગ સોડા અથવા ક્લોમાઇન દ્રાવણને ચામડી પર ઘસવું જોઇએ. જે ઝીંક કાર્બોનેટ ધરાવતું હોય છે.

43. આપણને કીડી કરડે છે ત્યારે તે આપણી ચામડીમાં ક્યું દ્રાવણ દાખલ કરે છે?
ઉત્તર : ફોર્મિક એસિડ

44. ક્લેમાઇનમાં.................હોય છે.
ઉત્તર : ઝિંક કાર્બોનેટ

45. રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન કેવી બની જાય છે?
ઉત્તર : એસિડિક

46. જો જમીન વધુ પડતી એસિડિક કે બેઝિક હોય તો છોડ પર શું અસર થાય છે?
ઉત્તર : જો જમીન વધુ પડતી એસિડિક કે બેઝિક હોય તો છોડનો વિકાસ થતો નથી.

47. જો જમીન વધુ પડતી એસિડિક કે બેઝિક હોય તો શું કરવું જોઇએ?
ઉત્તર : જો જમીન વધુ પડતી એસિડિક હોય ત્યારે તેમાં ક્વિક લાઇમ (કેલ્શિયમ ઓક્સાઇડ) કે સ્લેકડ લાઇમ (કૅલ્શિયમ હાઇડ્રોક્સાઇડ) ભેળવવામાં આવે છે. જો જમીન બેઝિક હોય તો, તેમાં જૈવિક પદાર્થ ઉમેરવામાં આવે છે. જૈવિક પદાર્થો એસિડને મુક્ત કરે છે, જેથી જમીન કુદરતી રીતે તટસ્થ બને છે.

48. કારણ આપો : કારખાનાઓમાંથી નીકળતા કચરાને વહેવડાવતા પહેલા તટસ્થ કરવામાં આવે છે.
ઉત્તર : કારણ કે કારખાનાઓમાંથી નીકળતો કચરો એસિડિક હોય છે. જો આવા કચરાને સીધો જ પાણીમાં વહેવડાવી દેવામાં આવે તો તેમાંનો એસિડ માછલી તથા બીજા પાણીના જીવોનો નાશ કરી નાખે છે. આથી, ફેક્ટરીમાંથી નીકળતા કચરાને બેઝિક પદાર્થો ઉમેરીને તટસ્થ બનાવવામાં આવે છે.

49. ફૅક્ટરીમાંથી નીકળતો સીધો કચરો પાણીમાં વહેવડાવી દેવામાં આવે તો શું થાય છે?
ઉત્તર : ફૅક્ટરીથી નીકળતો સીધો કચરો પાણીમાં વહેવડાવી દેવામાં આવે તો કચરામાં એસિડ માછલી તથા બીજા પાણીના જીવોનો નાશ કરી નાખે છે.

50. રોજિંદા જીવનમાં થતી તટસ્થીકરણની બે પ્રક્રિયા સમજાવો.
ઉત્તર :
 અપચો : જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય તો અપચો થાય છે. કેટલીક વખત અપચો પીડાદાયક છે. અપચાથી મુક્ત થવા પ્રતિ એસિડ ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મૅગ્નેશિયા લઇએ છીએ જે મૅગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે તે વધુ પડતા એસિડની અસરનું તટસ્થીકરણ કરે છે.

કીડીનું કરડવું : કીડી કરડે ત્યારે ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે. તેની અસરને દૂર કરવા બેકિંગ સોડા અથવા કેલ્માઇન દ્રાવણને ચામડી પર ઘસવું જોઇએ. જે ઝીંક કાર્બોનેટ ધરાવે છે.

51. ઘરની ચીજવસ્તુઓ સાફ કરવામાં જેમ કે, બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસને ભૂરું બનાવે છે. તે કેવી પ્રકૃત્તિ ધરાવે છે.
ઉત્તર : બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે. જે બેઝિક પ્રકૃત્તિ ધરાવે છે. જેથી તે લાલ લિટમસને ભૂરું બનાવે છે.

52. એસિડનો સ્વાદ કડવો હોય છે. (✔ કે ✖)
ઉત્તર :


53. લિટમસ લાઇકેનમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. (✔ કે ✖)
ઉત્તર :


54. નાઇટ્રિક એસિડ લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે. (✔ કે ✖)
ઉત્તર :


55. સોડિયમ હાઈડ્રોક્સાઇડ ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે. (✔ કે ✖)
ઉત્તર :

56. સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્વાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે. (✔ કે ✖)
ઉત્તર :


57. કુદરતી સૂચક માટે જાસૂદના ફુલનો ઉપયોગ થાય છે. (✔ કે ✖ )
ઉત્તર :


58. આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. (✔ કે ✖)
ઉત્તર :


59. બેઇઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે. (✔ કે ✖)
ઉત્તર :