પાઠ 7 પાણી સાથે ના પ્રયોગ
1. પૂરી વણીને ગરમ તેલમાં મુકતા સૌપ્રથમ શું થાય છે?
ઉત્તર : પુરી ડૂબી જાય છે.
2. ટાંકણી ને પાણી ભરેલી ડોલમાં નાખતા શું થાય છે?
ઉત્તર : પાણીમાં ડૂબી જાય છે
3. પાણીમાં રહેલી ખાંડને જલ્દીથી ઓગાળવા શું કરશો?
ત્તર : પાણીને ગરમ કરી ચમચી વડે હલાવતા રહીશું.
4. લીંબુ પાણીમાં ડૂબી જાય છે પરંતુ .............પર તરે છે.
ઉત્તર : મીઠા વાળા પાણી
5. પાણી ભરેલી ડોલમાં ઈંડુ મુકતા તે .......... છે.
ઉત્તર : ડૂબી જાય
6. મીઠું........... માં ઓગળે છે.
ઉત્તર : પાણી
7. .............બનાવવા માટે પાણી, ખાંડ, લીંબુના રસનું મિશ્રણ કરવામાં આવે છે.
ઉત્તર : લીંબુ શરબત
8. પાણી માં ઓગળે તેવા પદાર્થો............... ને પદાર્થો કહે છે.
ઉત્તર : દ્રાવ્ય
9. ચોક, રેતી અને ખાંડ પૈકી................. પાણીમાં ઓગળી જાય છે.
ઉત્તર : ખાંડ
10. પાણી ઉકાળતા.............. તેનું મા રૂપાંતર થાય છે.
ઉત્તર : વરાળ
11. પુરીના લુઆ ને પાણી ભરેલી વાટકીમાં મુકતા શું થાય છે?
ઉત્તર : પુરી ના લુઆ ને પાણી ભરેલી વાટકીમાં મુકતા તે પાણી માં ડુબી જાય છે..
12. સેજલ ના હાથમાંથી સાબુ અને સાબુદાની પાણી ભરેલી ડોલમાં પડી તો શું જોવા મળ્યું?
ઉત્તર : સેજલ ના હાથ માંથી સાબુ અને સબુદાની પાણી ભરેલી ડોલમાં પડી તો સાબુ પાણીમાં ડૂબી ગયો પરંતુ સાબુદાની પાણી પર તરતી જોવા મળી.
13. પાણીમાં મીઠું ઓગાળે છે એમાં મીઠું શું કહેવાય?
ઉત્તર : પાણીમાં મીઠું ઓગાળે છે આમાં મીઠું દ્રાવ્ય પદાર્થ કહેવાય.
14. પાણી પર તરતી વસ્તુઓ ના પાંચ ઉદાહરણ આપો.
ઉત્તર : પાણી પર તરતી વસ્તુઓ ના પાંચ ઉદાહરણ પ્લાસ્ટિક ,લાકડું ,રબર નું બૂચ ,થરમોકોલ ,વાદળી વગેરે છે.
15. બાષ્પીભવન એટલે શું
ઉત્તર : પ્રવાહી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે.
16. મૃત દરિયાના એક લીટર પાણીમાં આશરે કેટલા ગ્રામ મીઠું ઓગળેલું હોય છે
ઉત્તર : અમૃત દરિયાના એક લીટર પાણીમાં આશરે ૩૦૦ ગ્રામ મીઠુંઓગળેલું હોય છે.
17. પાણીમાં રહેલા કેવા પ્રકારના પદાર્થો ને ગાળણી થી દૂર કરી શકાય છે?
ઉત્તર : પાણીમાં ઓગળ્યા ના હોય તેવા પદાર્થો ને ગાળી ને દૂર કરી શકાય છે.
18. તમારા ઘરે કઈ કઈ વસ્તુઓ સૂર્યના તડકામાં સૂકવીને બનાવાય છે?
ઉત્તર : મારા ઘરમાં પાપડ ,બટાકાની કાતરી ,ઘઉંની સેવ ,સાબુદાણા ની ચકરી વગેરે સૂર્યના તડકામાં સૂકવીને બનાવાય છે.
19. ચા બનાવવા માટે તમે પાણીમાં શું શું નાખશો? તેમાંથી કઈ કઈ વસ્તુ પાણીમાં ઓગળશે?
ઉત્તર : ચા બનાવવા માટે પાણીમાં દૂધ ,ખાંડ અને ચાની પત્તી નાખીશું. તેમાંથી દૂધ અને ખાંડ પાણીમાં ઓગળી જશે.
20. વસ્તુઓના જુથ કયા કયા ગુણધર્મને આધારે પાડવામાં આવે છે
ઉત્તર : વસ્તુઓના જૂથ પદાર્થના દેખાવ ,સખતપણું, પાણીમાં ઓગળે કે ના ઓગળે, પાણીમાં તરે કે ડુબે અને પારદર્શકતા જેવા ગુણધર્મને આધારે પાડવામાં આવે છે.
0 Comments