પાઠ ૬ જળ એ જ જીવન
1. ગડીસીસર શબ્દમાં સર નો અર્થ શું થાય?
જવાબ : તળાવ
2. પહેલાના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરોની પાણીની સુવિધા માટે શું બનાવતા હતા.
જવાબ : વાવ
3. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?
જવાબ : વરસાદ
4. અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે?
જવાબ : અડાલજની વાવ
5. કયા કાર્ય કરવા માટે પાણીની જરૂર પડતી નથી
જવાબ : કાગળ ના રમકડા બનાવવા માટે
6. દાડકીમાઈ ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હલ થઈ?
ઉત્તર : તળાવ બનાવીને
7. ગડીસિસર એ ......... ના રાજા ગડસી એ બંધાવેલ તળાવ છે.
ઉત્તર : જેસલમેર
8. ઘરમાં પાણીનો વધુ સંગ્રહ કરવા ઈંટ સિમેન્ટ રેતી થી ……......... આવે છે
ઉત્તર : ટાંકી
9. ..............માં પગથિયાં દ્વારા અંદર ઊતરીને પાણી મેળવવામાં આવતું.
ઉત્તર : વાવ
10. એક પ્રવેશદ્વાર વાળી વાવને....... કહેવામાં આવે છે.
ઉત્તર : નંદા
11. પહેલાના સમયમાં વરસાદથી તળાવ છલકાય ત્યારે લાડુ બનાવીને વેચવામાં આવતા હતા. તેને..............કહે છે.
ઉત્તર : મેઘલાડુ
12. વધુ વરસાદ આવે તો ગામના............. છલકાઈ જાય છે.
ઉતર : તળાવ
13. પાણી એ....... સંપત્તિ છે.
ઉત્તર : કુદરતી
14. ................ વડે જમીનમાં રહેલું ભૂગર્ભજળ મોટર પંપ ની મદદથી બહાર કાઢવામાં આવે છે.
ઉત્તર : બોરવેલ
15. પાણીનો સ્ત્રોત એટલે શું?
ઉત્તર : પાણી ક્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીનો સ્ત્રોત કહે છે.
16. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?
ઉત્તર : પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે.
17. પાણીના સ્ત્રોત કયા કયા છે?
ઉત્તર : વરસાદ , કુવા , બોર , ઝરણાં , નદી , તળાવ , સરોવર વગેરે પાણીના સ્ત્રોત છે
18. આપણે પીવાનું પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ?
ઉત્તર : આપણે પીવાનું પાણી કુવા , બોર , તળાવ , નદી કે ઘર માં આવેલા નળમાંથી મેળવીએ છીએ
19. તમારા ઘરમાં પાણીનો સંગ્રહ શામા કરવામાં આવે છે?
ઉત્તર : મારા ઘરમાં પાણીનો સંગ્રહ બનાવેલ ભૂગર્ભ ટાંકી અને ઘરના ધાબા પર બનાવેલી ટાંકીમાં કરવામાં આવે છે.
20. જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં ક્યાં વહી જાય છે?
ઉત્તર : જમીન પર પડેલા વરસાદ પાણી ભૂગર્ભ ગટરમાં તળાવમાં તથા નદીમાં વહી જાય છે અને નદી મારફતે દરિયામાં જાય છે. કેટલું પાણી જમીનમાં પણ શોષાય છે.
21. પૃથ્વી પર પાણીની જરૂર કોને કોને પડે છે?
ઉત્તર : પૃથ્વી પર પાણીની જરૂર મનુષ્ય , પશુઓ , પંખીઓ , જીવજંતુઓ , વનસ્પતિ વગેરે તમામ સજીવોને પડે છે.
0 Comments