પાઠ ૬ આપણી આસપાસ થતા ફેરફારો
1. વ્યાપક રૂપે જોઈએ તો ફેરફારના કેટલા પ્રકાર છે?ઉત્તર : બે
2. ફેરફારના પ્રકાર જણાવો.
ઉત્તર : ફેરફારના બે પ્રકાર છે : (1)ભૌતિક ફેરફાર (2)રાસાયણિક ફેરફાર
3. કરવતની પટ્ટીને જ્યોત પર ગરમ કરતાં શું થાય છે? તેને કયો ફેરફાર કહેવાય છે?
ઉત્તર : કરવતની પટ્ટીને જ્યોત પર ગરમ કરતાં તે કાળા રંગમાંથી લાલ રંગમાં ફેરવાય છે. જે ભૌતિક ફેરફાર છે.
4. વ્યાખ્યા આપો: ભૌતિક ગણધર્મો
ઉત્તર : પદાર્થના આકાર, માપ(પરિમાણ), રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે.
5. પદાર્થના માત્ર ............ ગુણધર્મમાં થતાં ફેરફારને જ ભૌતિક ફેરફાર કહે છે.
ઉત્તર : ભૌતિક
6. ભૌતિક ફેરફાર એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર : જે પ્રક્રિયામાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તેને 'ભૌતિક ફેરફાર' કહે છે. ઉદાહરણ તરીકે એક પાત્રને થોડુંક પાણીથી ભરીને સ્ટવ પર મુકો.પાણી ઉકળે ત્યારે એની સપાટી પરથી ઉદ્દભવતી વરાળ ઉપર જતી દેખાશે.આ ઉકળતા પાણીની વરાળ તેથી થોડાક ઉપર એક વાસણ ને હેન્ડલ વડે પકડીને થોડો સમય ઉંધુ રાખતા, વાસનાની સપાટી પર પાણી બાજી જાય આમ, પાણી- વરાળ -પાણી એ ભૌતિક ફેરફાર કહેવાશે.
7. વૃક્ષના પાંદડા અને વચ્ચેથી તોડતા છે પણ મળે છે તેને........... ફેરફાર કહે છે.
ઉત્તર : ભૌતિક
8. વાટકામાં માખણ પીગળવું એ .......... ફેરફાર છે.
ઉત્તર : ભૌતિક
9. વ્યાખ્યા આપો: કાટ લાગવાની પ્રક્રિયા
ઉત્તર : લોખંડના ટુકડાને થોડો દિવસ સુધી ખુલ્લો મુકી દેતા તેની સપાટી પર કથ્થાઈ રંગ નું સ્તર બની જાય છે. આ પદાર્થને કાટ કહે છે. આ પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહે છે.
10. કાટ એ લોખંડ નથી, કાટ લોખંડથી જુદો............ છે.
ઉત્તર : ઘન પદાર્થ
11. મેગ્નેશિયમ પટ્ટી ને સળગાવતા તે ............... પ્રકાશથી બળવા લાગે છે.
ઉત્તર : તેજસ્વી સફેદ
12. મેગ્નેશિયમ પટ્ટી સંપૂર્ણપણે બળી જાય પછી શું મળે છે?
ઉત્તર : મેગ્નેશિયમ પટ્ટી સંપૂર્ણપણે બળી જાય પછી રાખ તરીકે સફેદ પાવડર મળે છે.
13. મેગ્નેશિયમ હાયડ્રોકસાયડ ............. પ્રકૃતિ ધરાવે છે.
ઉત્તર : બેઇઝ
14. કૉપર સલ્ફેટની લોખંડ સાથેની પ્રક્રિયાથી ક્યા ફેરફાર જોવા મળે છે તે જણાવો.
ઉત્તર : કૉપર સલ્ફેટની લોખંડ સાથેની પ્રક્રિયાથી નવો પદાર્થ આયર્ન સલ્ફેટ બને છે, જે લીલા રંગનો પદાર્થ છે. તે લીલા રંગનો પદાર્થ છે. તે સિવાય લોખંડની સપાટી પર કથ્થાઇ રંગના કૉપરના કણો જોવા મળે છે.
કૉપર સલ્ફેટનું દ્રાવણ (વાદળી રંગ) + લોખંડ (આયર્ન) --> આયર્ન સલ્ફેટનું દ્રાવણ (લીલો રંગ) + કૉપર (કથ્થઇ અવશેષ)
15. એક ચમચી જેટલો વિનેગર લઇ તેમાં એક ચપટી ખાવાનો સોડા ઉમેરતાં શું થાય ?
ઉત્તર : એક ચમસી જેટલા વિનેગરમાં એક ચમસી ખાવાનો સોડા ઉમેરતાં પરપોટા બનવાનો (બુડબુડ) અવાજ સંભળાશે અને વાયુના પરપોટા ઉપર આવતા જણાશે. જે કાર્બન ડાયક્સોઇડ વાયુ છે.
16. બેકિંગ સોડાનું રાસાયણિક નામ ......................... છે.
ઉત્તર : સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ
17. જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવમાં આવે છે ત્યારે પરપોટા થઇને વાયુ મુક્ત થાય છે, આ ક્યા પ્રકારનો ફેરફાર છે? શા માટે ?
ઉત્તર : જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડા ભેળવવામાં આવે છે. ત્યારે પરપોટા થઇને વાયુ મુક્ત થાય છે જે રાસાયણિક ફેરફાર છે કારણ કે આ ફેરફારમાં નવા પદાર્થોનું નિર્માણ થાય છે અને તે ઉલટાવી શકાતો નથી.
18. નીચેની રાસાયણિક પ્રક્રિયા પૂરી કરો :
વિનેગર (એસિટિક એસિડ) + ખાવાનો સોડા (સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ) ..................................
ઉત્તર : કાર્બન ડાયક્સોઇડ + અન્ય પદાર્થ
19. ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયૉક્સાઇડ પસાર કરતાં શું મળે છે?
ઉત્તર : ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયૉક્સાઇડ પસાર કરતાં કૅલ્શિયમ કાર્બોનેટ અને પાણી નવા પદાર્થો તરીકે મળે છે.
20. કાર્બન ડાયૉક્સાઇડ અને ચૂનાના નીતર્યા પાણી વચ્ચે થતી પ્રક્રિયાનું સમીકરણ લખો.
ઉત્તર : કાર્બન ડાયૉક્સાઇડ + ચૂનાનું નીતર્યું પાણી કેલ્શિયમ કાર્બોનેટ + પાણી
21. જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયક્સોઇડ પસાર કરવામાં આવે છે, ત્યારે તે........................ને કારણે દૂધિયું બની જાય છે.
ઉત્તર : કાર્બન ડાયક્સોઇડ
22. વ્યાખ્યા આપો : રાસાયણિક ફેરફાર
ઉત્તર : જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે. તેવા ફેરફારને ‘રાસાયણિક ફેરફાર’ કહે છે.
23. ટૂંકનોંધ લખો : રાસાયણિક ફેરફાર
ઉત્તર : જે ફેરફાર એક અથવા એક કરતા વધુ નવા પદાર્થો બને છે. તેવા ફેરફારને ‘રાસાયણિક ફેરફાર’ કહે છે. રાસાયણિક ફેરફારને ‘રાસાયણિક પ્રક્રિયા’ પણ કહેવામાં આવે છે. કૉપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરતાં, કૉપર સલ્ફેટ અને લોખંડ વચ્ચે પ્રક્રિયા થાય છે. કૉપર સલ્ફેટ અને લોખંડ ભેગા મળીને નવો પદાર્થ આયર્ન સલ્ફેટ બનાવે છે. જે લીલા રંગનો હોય છે. ખીલીની સપાટી પર જોવા મળતા કથ્થઇ રંગના કણો એ કોપરના હોય છે.
કોપર સલ્ફેટનું દ્રાવણ + લોખંડ --> આયર્ન સલ્ફેટનું દ્રાવણ + કોપર
રાસાયણિક ફેરફાર વડે એક અથવા એક કરતા વધુ નવા પદાર્થો બને છે. તે સિવાય ઉષ્મા ઉત્સર્જન પામે કે શોષાય છે, વાયુ પણ બની શકે, રંગમાં ફેરફાર થાય છે. આ આ વધારાની ઘટના પણ થઈ શકે છે.

0 Comments