પાઠ ૮ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો

1. બંધારણને જીવંત અને મૂળભુત દસ્તાવેજ કહેવાય ?
ઉત્તર : 
  • કોઇપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવાય છે.

  • બંધારણ એ દેશનો પાયાનો મહત્વનો દસ્તાવેજ છે.

  • બંધારણની જોગવાઇઓના આધારે દેશના કાયદા ઘડવામાં આવે છે.

  • દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણની જોગવાઇઓ આધીન જ હોવા જોઇએ.

  • બંધારણ કાયદાઓથી સર્વોપરી છે.

  • બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષા, ઇચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવત અને મૂળભુત દસ્તાવેજ કહેવાય છે.
2. બંધારણની ઘડતર પ્રક્રિયા સમજાવો.
ઉત્તર : 
  • આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્રારા 25મી માર્ચ, 1946ના રોજ ત્રણ સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી.

  • બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. તેમાં જુદી–જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

  • મહત્વના સભ્યોમાં જવાહર નેહરુ, સરદાર વલ્લભાઇ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામપ્રસાદ મુખરજી, એચપી.મોદી, એચ.વી.કાય ફેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, એન.ગોપાલ, સ્વામી આપંગર કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિર તથા મહિલા અધ્યક્ષ સરોજિની નાયડુ, વિજ્યાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિનો સમાવેશ થયો હતો.

  • બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉ.રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ ડૉ.ભીમરાવ આંબેડકર હતા.

  • આ સભામાં તેમની કામગીરી નવમી ડિસેમ્બર 1946 થી શરૂ કરી હતી.

  • બંધારણ સભાએ બે વર્ષ, અગિયાર માસ અને અઠાર દિવસોમાં મળેલી કુલ 166 બેઠકો કામગીરી પૂર્ણ કરી હતી.

  • આ પ્રક્રિયામાં તેઓઐ દુનિયાની જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગત પૂર્ણ ચર્ચા–વિચારણા કરીને બંધારણના આખરી સ્વરૂપ આપ્યું હતું.

  • બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા વધારા સાથે 395 અનુચ્છેદો અને 9 પરિશિષ્ટ થયા.

  • 26મી નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું અને કાયદાનું સ્વરૂપ 26 મી જાન્યુઆરી ને ‘પ્રજાસત્તાકદિન’ તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ.

  • બંધારણ સભામાં રાષ્ટ્રચિહ્ન તરીકે ‘ચાર સિંહની આકૃત્તિ’ ને અને સુત્ર તરીકે ‘સત્યમેવ જયતે’ ઘોષિત કરવામાં આવ્યા હતા.

  • આપણા બંધારણમાં લોકોના મૂળભુત હકો, ફરજો, રાજ્યનીતીના માર્ગદર્શન સિદ્ધાંતો, સરકારનાં અંગ અને કાર્ય તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ થયો છે.

  • આપી ભારતનું બંધારણ વિશ્વનો સૌથી મોટુ, વિસ્તૃત અને વિરાટ લેખિત દસ્તાવેજ ગણાય છે.

3. આમુખ શું છે? સમજાવો.
ઉત્તર :
  • આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે.

  • બંધારણની શરૂઆત આમુખથી થાય છે.

  • આમુખમાં દર્શાવેલ શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાનું પ્રતીતિ થાય છે.

  • આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં ‘કલ્યાણરાજ’ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શો સિદ્ધિ કરવા ઇચ્છે છે. એવું સ્પષ્ટ કરે છે.

  • આમ, આમુખ દ્રારા ઘડવૈયાના માનસનો પરિચય થાય છે.
4. 1976માં બંધારણમાં ક્યા ફેરફાર કરવામાં આવ્યા?
ઉત્તર : 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી “ સમાજવાદી “ , “ બિનશપ્રદાયિક” શબ્દો ઉમેરવામાં આવ્યા તેમજ ‘ રાષ્ટ્રીય એકતા ’ અને ‘ રાષ્ટ્રીય સંખડીતતા ‘ નો પણ સમાવેશ કરવામાં આવ્યો.

5. લોકશાહી એટલે શું ?
ઉત્તર : લોકશાહી એટલે લોકોનું લોકો દ્રારા લોકો માટે ચાલતું રાજ્ય.

6. આમુખનું મહત્વ જણાવો ?
ઉત્તર : 
  • આમુખને બંધારણનો આત્મા કહે છે. તે રીતે તેનું મહત્વ વિશેષ છે. કોઇપણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનના માર્ગદર્શન પુરી પાડે છે.

  • કાયદાના હેતુ તથા તેના આદર્શો કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે? તે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે.

  • ક્યા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે. તેના નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ બંધારણનો અર્ક છે.

  • કાયદાની કોઇ કલમમાં કે વિગતોમાં કોઇ વિસંવાદિતા ઊભી થાય. કાયદાનો હેતુ સ્પષ્ટ થતાં ન હોય તો આમુખ કાયદાની કલમને સમજવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. આમ, આમુખ બંધારણની જોગવાઇઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે.

  • આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડ્યો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પરિબળ છે.
7. કઇ જોગવાઇ ભારતને લોકશાહી દેશ તરીકે ઘોષિત કરે છે.
ઉત્તર : લોકશાહીમાં બંધારણમાં મૂળભુત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિરપક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણીપંચની રચના અને કાર્યો વગેરે જોગવાઇઓ ભારત ને લોકશાહી દેશ તરીકે ઘોષિત કરે છે.

8. સાર્વત્રિક પુખ્યવય મતાધિકાર એટલે શું?
ઉત્તર : સાર્વત્રિક પુખ્યવય મત્તાધિકાર એટલે કોઇપણ ધર્મ, જાતિ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઇપણ નાગરિકને મત આપવાનો અધિકાર છે.

જો કે મતદાન યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે.

9. સમજાવો : ભારતનું બંધારણ સામાજિક દસ્તાવેજ છે.
ઉત્તર : સમાજવાદી સમાજરચનામાં રાષ્ટ્રીય સંસાધનોની, ન્યાયમુખી વહેંચણી ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય , હસ્તક હોય રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્નો કરવામાં આવયો હોય. કોઇ વ્યક્તિ કે સમુહોના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય. જે દ્રારા સામાજીક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોનો માર્ગદર્શન આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજીક દસ્તાવેજ છે.

10. સમજાવો : ભારત બિનસંપ્રદાયિક દેશ છે.
ઉત્તર : 
  • બંધારણીય જોગવાઇ મુજબ ભારત ધાર્મિક, રાજ્ય બની શકે નહી.

  • ભારતના રાજ્યોને પોતાનો કોઇ ધર્મ નથી. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઇ દખલગીરી કરશે નહી. તેથી રાજ્ય કોઇ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહિ.

  • રાજ્ય કોઇપણ બિનસંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકાશે નહિ.

  • દેશના કોઇપણ નાગરિકને પોતાના ઇચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે.

  • રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઇપણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકે નહી.

  • તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે.

  • આમ, બિનસાંપ્રાદાયિકતા એ બંધારણનું મુળભુત અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે.