પાઠ : 9 મૂળભુત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

1. માનવ હક કોને કહેવામાં આવે છે?
ઉત્તર : વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થવાથી સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે. તેને માનવ હકો કહેવામાં આવે છે.

2. માનવ હક દિન કોને કહે છે?
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ તારીખ 10 ડિસેમ્બર, 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તેથી 10મી ડિસેમ્બર ને ‘માનવ હક દિન’ તરીકે ઉજવાય છે.

3. મૂળભુત હક કોને કહેવાય છે?
ઉત્તર : માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્વના હકોનો આપણે આ સ્વીકાર કરવામાં આવ્યો અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણસભાએ તેમને રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણસભાએ તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યુ છે. આમ, જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભુત હકો કહેવામાં આવે છે.

4. સમજાવો : મૂળભુત માનવઅધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે?
ઉત્તર : 
  • આ માનવ હકો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે.
  • મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યુનતમ જરૂરિયાતો(રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય) તેને ગૌરવપૂર્વક અને સન્માન જનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે. તે જાતનું રાજકીય અને સામાજીક વાતાવરણ મળી રહે એનો રાજ્યને સ્વીકાર કરીને તેના રક્ષણની બાંયધરી આપવામાં આવે છે.
  • આવા પાયાના મૂળભુત માનવ અધિકારો એ લોકશાહી શાસનપ્રથાની પાયાની ઓળખ છે.

5. સમાનતાનો હકો વિશે જણાવો?
ઉત્તર : 
  • કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • કાયદા સમક્ષ સમાનતા એટલે કોઇ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારો અભાવ.
  • એકસરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એકસરખો કાયદો લાગુ પડશે. આ હક મુજબ વ્યક્તિમાં વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહિ. તેમની સાથે કાયદાનો વ્યવહાર એકસરખો રહેશે.
  • વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરે વિશેષાધિકારો આપ્યા છે.
  • કોઇ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમનો પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડે નહીં.
  • દરેક કાયદો તમામને માટે એકસરખી રીતે લાગુ પડવો જોઇએ.
  • કોઇપણ નાગરિકને દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેરસ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવો કે કૂવાઓનો વપરાશ કરવાની તમામને એકસરખી સમાન તક આપવામાં આવી છે.
  • સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઇઓ આધારે ભેદભાવ ગણાશે નહિ.
  • સમાજની અનુસૂચિત, અનુસૂચિત જનજાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્યોને ખાસ જોગવાઇ કરતા રોકશે નહી.
  • સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ શિક્ષણ પ્રવેશ મેળવવા માટે અનામતની બેઠકોની અલગ જોગવાઇએ સમાનતાનો ભંગ ગણાશે નહિ.
  • રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણુક સંબધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છુટ આપવામાં આવી છે.
  • સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપને અસ્પૃશ્યતાની જ નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઇ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે.
  • સમાજમાં કૃત્રિમ ભેદભાવને ઊભા કરતા ઇકલાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. જેમકે નામની આગળ સર, દીવાનજી, રાવ બહાદુર જેવા વિશેષણ લાગતા હતા તે દૂર થયા છે.
  • સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓ ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્રારા ભારત રત્ન, પહ્મભૂષણ, પહ્મવિભૂષણ, પહ્મશ્રી જેવા વિશેષ્ટતાદર્શક એવોર્ડ આપવામાં આવે છે.
  • લશ્કરી સેવાઓમાં ‘પરમવીરચક્ર’ અપાય છે. લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે છે. તે સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતા નથી.
  • આમ, આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ છે. અને ભારતમાં ‘કાયદાનું શાસન’ છે તે સ્થાપિત થાય છે. અલગ પ્રકારના સમુહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઇ હોઇ શકે છે. દા.ત., વકીલો, ડોક્ટરો, શિક્ષિકો, વીમાકંપનીઓ, સ્ત્રીઓ, અગીરો માટે અલગ કાયદાઓ છે. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો જ ભાગ છે.
6. મૂળભુત હકો સમજાવો?
ઉત્તર : રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્રના રક્ષણ અર્થે તથા સરમુખત્યાર શાહી સામેના રક્ષણ માટે મૂળભુત હકો જરૂરી છે. તે નીચે મુજબ છે:

(1) સમાનતાનો હક

(2) સ્વતંત્રતાનો હક

(3) શોષણ સામેનો હક

(4) ધાર્મિક સ્વતંત્ર્યનો હક

(5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો

(6) બંધારણીય ઇલાજોનો હક

7. કેવી બાબતોની સમાનતાનો હકોનો ભંગ ગણાય નહીં?
ઉત્તર : 
  • સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઇઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં.
  • સમાજની અનુસૂચિત, અનુસૂચિત જનજાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિકિ રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઇ કરતા રોકશે નહીં.
  • સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. જોકે હકોનો ભંગ ગણાશે નહીં.