કાવ્ય ૪ તને, ઓળખું છું માં

(ઊર્મિ ગીત) મનોહર ત્રિવેદી

પ્રશ્ન 1.નીચે આપેલા વિક લ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો:

1. 'તને ઓળખું છું, માં' કવિતા ના કવિ કોણ છે?

A. ગાંધીજી

B. ધૂમકેતુ

C. મનોહર ત્રિવેદી✅

D. રાજેન્દ્ર શાહ

2.બાળકના ક્ષેમકુશળ માટે માતા ના મુખેથી કયો શબ્દ વારંવાર પડે છે?

A. ખમ્મા✅

B. ઓવારણા

C. અભાગી

D. સાચવજે

3.બાળકને દુઃખ લઇ લેવાના ભાવથી માતા શું કરે છે?

A. માથે હાથ ફેરવે છે

B. ઓવારણા લે છે✅

C. હાથ પકડી બેઠો કરે છે

D. સતત એની સાથે રહે છે

પ્રશ્ન-૨.નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:

1.કવિતા નો પ્રકાર ઉર્મિગીત છે -ખરું

2.કવિને જ્યારે ઘરથી દૂર જવાનો પ્રસંગ આવે છે ત્યારે તેમની આંખની સામે તેમની મા હોય છે-ખરું

પ્રશ્ન-3.નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો:

1. માતાના હાથના સ્પર્શથી શેનો અનુભવ થાય છે ?
જવાબ. માતાના હાથના સ્પર્શથી જાણે દરેક પીડા શું થઈ જતી હોય, એટલે કે દરેક મુશ્કેલી માંથી નીકળી જતા હોઇએ તેઓ અનુભવ થાય છે.

2.માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે ?
જવાબ. માની મમતાને ન પામી શકનાર માટે કવિ 'અભાગી' શબ્દ વાપરે છે.

3.'અભાગી' શબ્દ નો અર્થ આપો.
જવાબ. 'અભાગી' શબ્દ એટલે દુર્ભાગ્યશાળી કે જેને વ્યક્તિ નો કે વસ્તુ નો પ્રેમ ભાગ્યમાં નથી તેવા.

4.કવિ કોની પરિક્રમા કરવા નુ કહે છે ?
જવાબ. કવિ મા ની પરિક્રમા કરવાનું કહે છે.

5.કવિને લુ ઝરતા મારગમાં કોની લહેરખી મળે છે?
જવાબ. કવિ ને લુ ઝરતા મારગમાં માં ની લાગણીરૂપી લહેરખી મળે છે .

પ્રશ્ન 4.નીચે આપેલા પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યો માં લખો

1.કવિને માતા ની લહેરખી ક્યારે અનુભવાય છે?
જવાબ. કવિને માતા ની લહેરખી તેઓ જ્યારે લુ ઝરતા વાતાવરણમાં, એટલે કે મુશ્કેલીથી વિટળાયેલા સમય માં ફસાયા હોય, ત્યારે માતા ની લહેરખી સ્વરૂપે તેમાંથી તે બહાર નીકળી શકે છે. એવું લાગે છે આમ કવિ માતાની લહેરખી મુશ્કેલ સમયમાં અનુભવે છે.

2.કવિ માતા ની પરિક્રમા કેવી રીતે કરે છે?
જવાબ. કવિ માતા ની પરિક્રમા તીરથ સમજી વારંવાર કરે છે. કવિ કહે છે કે 'સ્મરણ સ્મરણ તીરથ એમ તારી પરિક્રમા કરૂ'. આમ તીર્થ સમાન ગણી માતા ની પરિક્રમા કરે છે.

3.એકલવાયું વરસે છે ચોમાસુ એવું કવિ ક્યા સંદર્ભે કહે છે ?
જવાબ.  કવિ કહે છે કે માતાને જ્યારે કોઈ કારણસર વેદના થાય છે, ત્યારે તે ઘરના સભ્યો સામે રડી અને તે વર્ણન કરતી નથી. પરંતુ જ્યારે કોઈ કારણસર તે દુઃખી થાય છે, તે દુઃખને તે ઘરના એક ખૂણામાં જઈને રડી ને કાઢી નાખે છે. આમ માતા દુઃખની લાગણી પોતે જ ઠાલવે છે. ને કોઈને ખબર પડતી નથી.

4.કવિ માની મમતાના ટેકે ક્યાંરે ઊભા થવાની વાત કરે છે ?
જવાબ.  જ્યારે કોઈ પ્રશ્ન ને લીધે પોતાને હડધૂત કરવામાં આવે છે. કે પરિવારમાંથી અળગો કરવામાં આવે છે, ત્યારે કવિ માની મમતાને ટેકે ઊભો થઈ શકે છે. એવું કહે છે. આમ માતા ની લાગણી રૂપિ વાણી બાળકને આધાર સ્તંભ બની જાય છે.

5.કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે ?
જવાબ. કવિ માતા ની મમતા અનેક પ્રસંગોમાં અનુભવે છે, જેમકે લુ ઝરતા વાતાવરણમાં માતા ની વાણી નો પવન રૂપી વેગ તેમને શીતળ ઠંડી ની લહેરખી લાગે છે. તેમજ જ્યારે કોઈ બાળકને હેરાન-પરેશાન કરે કે પરિવારમાંથી છૂટો પાડી દે છે, ત્યારે બાળક માતાની મમતાને અનુભવે છે. આમ કવિ મુશ્કેલીરૂપ પરિસ્થિતિમાં માતાની મમતા અનુભવે છે.

5.પરીક્મ્માં કોની કોની કરવામાં આવે છે? શા માટે ?
જવાબ. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે કોઈપણ દેવ કે પવિત્ર સ્થાનની પ્રદક્ષિણા ના કરવી એ પવિત્ર માનવામાં આવે છે. માટે ધાર્મિક સ્થળોએ જઈને લોકો તેમની ફરતે પરિક્મ્મા કરતા હોય છે. આવી પરિક્રમા દેવોની, કોઈ ધાર્મિક સ્થળોની, માતા-પિતાની તેમજ કેટલાક વૃક્ષોની પણ થતી હોય છે. આમ ધાર્મિક ગણાતા દરેક દેવ તેમજ ધર્મસ્થાન ની પરિક્મ્મા કરવી પવિત્ર માનવામાં આવે છે. તેથી પરિકમ્મા કરવામાં આવે છે.