પાઠ ૬ દહન અને જ્યોત
1.મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતાં શું થાય છે?ઉત્તર : મેગ્નેશિયમની પટ્ટીના દહન દરમિયાન મૅગ્નેશિયમની પટ્ટી તેજસ્વી જયોત સાથે સળગે છે. મૅગ્નેશિયમ ઑક્સાઇડ નામનો ઘન સફેદ પાઉડર બને છે અને ઊર્જા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે.
2.વ્યાખ્યા આપો : દહન
ઉત્તર : જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પ્રકાશ અને ઉષ્મા બંને અથવા બેમાંથી એક ઊર્જા ઉત્પન્ન કરે છે,તેને દહન કહે છે.
3.કોલસાને હવાની હાજરીમાં સળગાવતાં શું થાય છે?
ઉત્તર : કોલસાને હવાની હાજરીમાં સળગાવતાં તે સળગીને કાર્બન ડાયોક્સાઇડ,ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે.
4.વ્યાખ્યા આપો : દહનશીલ પદાર્થ
ઉત્તર : જે પદાર્થનું દહન થઈ શકે છે,તેને દહનશીલ પદાર્થ કહે છે.
5.વ્યાખ્યા આપો : અદહનશીલ પદાર્થ
ઉત્તર : જે પદાર્થનું દહન થઈ શકતું નથી,તેને અદહનશીલ પદાર્થ કહે છે.
6.આપેલ પદાર્થોનું 'દહનશીલ પદાર્થો' અને 'અદહનશીલ પદાર્થો'માં વર્ગીકરણ કરો : (મીણ,પ્લાસ્ટિક,કાગળ, પથ્થર,ખીલી,દીવાસળી,કાચ,પૂંઠું,ચાવી,લાકડાની માપપટ્ટી,પેટ્રોલ,5 રૂપિયાનો સિક્કો,કાપડનો ટુકડો,સૂકાં પાંદડાં, હાઇડ્રોજન વાયુ,નાઇટ્રોજન વાયુ)
ઉત્તર :
દહનશીલ પદાર્થો : મીણ,કાગળ,દીવાસળી,પૂઠું,લાકડાની માપપટ્ટી,પેટ્રોલ,કાપડનો ટુકડો,સૂકાં પાંદડાં, હાઇડ્રોજન વાયુ હાઇડ્રોજન
અદહનશીલ પદાર્થો :પ્લાસ્ટિક,પથ્થર,ખીલી,કાચ,ચાવી,5 રૂપિયાનો સિક્કો,નાઇટ્રોજન વાયુ
7.દહન પ્રક્રિયા માટે કયો પદાર્થ જરૂરી છે?
ઉત્તર : ઓક્સિજન
8.સૂર્યમાં ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન થવાનું કારણ જણાવો.
ઉત્તર : સૂર્યમાં ચાલતી ન્યૂક્લિઅર પ્રક્રિયાના લીધે સૂર્યમાં પ્રકાશ અને ઊર્જા ઉત્પન્ન થાય છે.
9.દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
હેતુ: દહન માટે હવા જરૂરી છે, તેમ સાબિત કરવું
સાધન-સામગ્રી : મીણબત્તી,કાચની ચીમની,દીવાસળી,લાકડાના ટુકડા,કાચની તક્તી

આકૃતિ :
સૌપ્રથમ સળગતી મીણબત્તીને ટેબલ પર મૂકો.
(A) કાચની ચીમનીને લાકડાના ટુકડાનો આધાર આપી એવી રીતે ગોઠવો જેથી હવા નીચેથી દાખલ થઈ શકે.
(B)હવે,લાકડાનો ટુકડો હટાવી ચીમનીને ટેબલની સપાટી પર અડવા દો.
(C) હવે ચીમની પર કાચની તકતી ગોઠવો.ત્રણેય વખતે મીણબત્તીની જયોતનું અવલોકન કરો.
અવલોકન :
(A) જયારે ચીમનીમાં હવા નીચેથી દાખલ થાય છે ત્યારે મીણબત્તી મુક્ત રીતે સળગે છે,કે તેને નવી હવા મળતી રહે છે.
(B) ચીમનીમાં ઘેરાયેલી હવા હોય ત્યાં સુધી જયોત સ્થિર રહે છે,પરંતુ નીચેથી નવી દાખલ થતી નથી,તેથી જયોત અસ્થિર બને છે,ધુમાડો ઉત્પન્ન કરે છે તથા થોડા સમય પછી ઓલવાય છે.
(C) નીચેની તથા ઉપરની બંને જગ્યાએ હવા નથી મળતી તેથી કાચની તકતી ઢાંક્યા પછી તરત જ જયોત ઓલવાઈ જાય છે.
નિર્ણય : મીણબત્તી કે કોઈ પણ પદાર્થને સળગવા માટે હવા જરૂરી છે,હવાની ગેરહાજરીમાં પદાર્થ સળગી શકે નહીં.
10.દહન પ્રક્રિયા દરમિયાન બળતણમાં રહેલી રાસાયણિક ઊર્જા કયા સ્વરૂપમાં ફેરવાય છે?
(A) વિદ્યુતઊર્જા
(A) વિદ્યુતઊર્જા
(B) પ્રકાશઊર્જા
(C) ઉષ્માઊર્જા
(D) B અને C બંન
ઉત્તર : (D) B અને C બંને
11.દહન પ્રક્રિયા દરમિયાન પદાર્થ કોની સાથે સંયોજાય છે?
(A) નાઇટ્રોજન
(A) નાઇટ્રોજન
(B) હવા
(C) ઓક્સિજન
(D) એક પણ નહીં
ઉત્તર :(C) ઓક્સિજન
12.દહન પ્રક્રિયા દરમિયાન ઊર્જા કયા સ્વરૂપે મુક્ત થાય છે?
(A) ઉષ્મા
(A) ઉષ્મા
(B) પ્રકાશ
(C) તાપમાન
(D) A અને B બંને
ઉત્તર : (D) A અને B બંને
13.નીચેના પૈકી કયો પદાર્થ સામાન્ય તાપમાને સળગતો નથી?
(A) પથ્થર
(A) પથ્થર
(B) કાગળ
(C) રૂ
(D) સાવરણાની સળી
ઉતર:(A) પથ્થર
14.જે શરતો હેઠળ દહન થઈ શકે છે,તેની યાદી બનાવો.
ઉત્તર :
ઉત્તર :
(1) દહનશીલ પદાર્થની હાજરી
(2) હવા અથવા ઑક્સિજન વાયુની હાજરી
(3) જવલનબિંદુ જેટલું તાપમાન
15. નીચેના પૈકી કયો પદાર્થ સળગી શકે છે?
(A) દીવાસળી
(A) દીવાસળી
(B) લોખંડ
(C) કાચ
(D) ખીલી
ઉતર: (A) દીવાસળી
16. કોઈ પણ પદાર્થના દહન માટે તેને_____વાયુ મળતો રહેવો જરૂરી છે.
ઉતર: ઑક્સિજન
ઉતર: ઑક્સિજન
17.જો કોઈ વ્યક્તિનાં કપડાં આગ પકડી લે તો શું કરવું જોઈએ?
ઉત્તર : જો કોઈ વ્યક્તિનાં કપડાં આગ પકડી લે તો તે આગને ઓલવવા માટે હવા સાથેનો સંપર્ક તોડવા માટે વ્યક્તિને ધાબળા વડે લપેટવી જોઈએ.
ઉત્તર : જો કોઈ વ્યક્તિનાં કપડાં આગ પકડી લે તો તે આગને ઓલવવા માટે હવા સાથેનો સંપર્ક તોડવા માટે વ્યક્તિને ધાબળા વડે લપેટવી જોઈએ.
18.દાવાનળ એટલે શું?
ઉત્તર : ઉનાળાની સખત ગરમીમાં કેટલીક જગ્યાએ સૂકું ઘાસ અને પાંદડાં સળગી ઊઠે છે.આ આગ ઘાસમાંથી વૃક્ષમાં ફેલાય છે.આમ,ખૂબ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે,જેને દાવાનળ કહે છે.
ઉત્તર : ઉનાળાની સખત ગરમીમાં કેટલીક જગ્યાએ સૂકું ઘાસ અને પાંદડાં સળગી ઊઠે છે.આ આગ ઘાસમાંથી વૃક્ષમાં ફેલાય છે.આમ,ખૂબ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે,જેને દાવાનળ કહે છે.
19.વ્યાખ્યા આપો : જવલનબિંદુ
ઉત્તર : જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તે પદાર્થનું જવલનબિંદુ કહે છે.
ઉત્તર : જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તે પદાર્થનું જવલનબિંદુ કહે છે.
20.દહનશીલ પદાર્થને સળગવા માટે કેટલું તાપમાન જરૂરી છે?
ઉત્તર : જવલનબિંદુ જેટલું
ઉત્તર : જવલનબિંદુ જેટલું
0 Comments