પ્રકરણ 2 આપણી આસપાસ ના દ્રવ્યો શુદ્ધ છે?
પ્રશ્ન 1 ‘શુદ્ધ દ્રવ્ય' એટલે શું?
ઉત્તર : સામાન્ય રીતે શુદ્ધ દ્રવ્યનો અર્થ ભેળસેળથી મુક્ત દ્રવ્ય એવો કરી શકાય.
પ્રશ્ન 2 શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ જણાવો.
ઉતર :
- શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
- કોઈ એક શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું છે.
- આ દ્રવ્ય પદાર્થોને ભૌતિક પ્રક્રિયા દ્વારા અન્ય પ્રકારનાં દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી.
- શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે એકસમાન હોય છે.
- આ દ્રવ્યનાં પ્રાપ્તિસ્થાનો ભલે ગમે તે હોય, પરંતુ તેના ગુણધર્મો એકસમાન રહે છે.
પ્રશ્ન 3 મિશ્રણ એટલે શું? મિશ્રણ ના પ્રકાર જણાવો.
ઉતર:
- બે કે બે કરતાં વધારે તત્વો ભેગા થાય તેને મિશ્રણ કહે છે.
- મિશ્રણના બે પ્રકાર છે.
2. વિષમાંગ મિશ્રણ
પ્રશ્ન 4 સમાંગ મિશ્રણ એટલે શું?
ઉતર: સમગ્ર રીતે એક સમાન સંધટન ધરાવતું આ મિશ્રણને સમાંગ મિશ્રણ કહેવામાં આવે છે સમાંગ મિશ્રણ નુ ઉદાહરણ મીઠાનું પાણી માં બનાવેલ દ્રાવણ લઈ શકાય છે.
પ્રશ્ન 5 વિષમાંગ મિશ્રણ એટલે શું?
ઉતર:અસમાન સંરચના ધરાવતા આ મિશ્રણને વિષમાંગ મિશ્રણ કહે છે તેના ઉદાહરણ તરીકે પાણી અને તેલનું મિશ્રણ લઇ શકાય છે.
પ્રશ્ન 6 તફાવત આપો: સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ.
ઉતર:
સમાંગ મિશ્રણ |
વિષમાંગ મિશ્રણ |
1. તે સમાન સંઘટન ધરાવતું મિશ્રણ છે. |
1. તે અસમાન સંઘટન ધરાવતું મિશ્રણ છે. |
2. તેના ભાગો ભૌતિક રીતે અલગ પડતા નથી. |
2. તેના ભાગો ભૌતિક રીતે અલગ પડે છે. |
3. મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. |
3. મિશ્ર થયા બાદ અલગ-અલગ ભૌતિક અવસ્થા ધરાવે છે. |
4. ખાંડ અને પાણી મીઠું અને પાણી આયોડીન અને આલ્કોહોલ વગેરે સમાંગ મિશ્રણ ના ઉદાહરણ છે |
4. રેતી અને ખાંડ,મીઠું અને લાકડાનું ભૂકો,પાણી અને તેલ વગેરે વિષમાંગ મિશ્રણના ઉદાહરણ છે. |
પ્રશ્ન 7 દ્રાવણ,દ્રાવક અને દ્રાવ્ય ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:
દ્રાવણ : બે કે તેથી વધુ પદાર્થોના સમાગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે.
દ્રાવક : દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહે છે. અથવા દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય, તેને દ્રાવક કહે છે.
દ્રાવ્ય : દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે તેને દ્રાવ્ય કહે છે. અથવા દ્રાવણમાં જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય, તેને દ્રાવ્ય કહે છે.
ટૂંકમાં, દ્રાવણ = દ્રાવ્ય + દ્રાવક
દા.ત.,10 ગ્રામ ખાંડને 100 ગ્રામ પાણીમાં ઓગાળી ખાંડનું દ્રાવણ બનાવીએ,તો ખાંડને દ્રાવ્ય (ઓછો જથ્થો 10 ગ્રામ),પાણીને દ્રાવક (વધુ જથ્થો 100 ગ્રામ) અને ઓગળેલી ખાંડના ગળ્યા પ્રવાહીને દ્રાવણ (સમાંગ મિશ્રણ) કહે છે.
દ્રાવણના કણોમાં સમાંગતા જોવા મળે છે.
પ્રશ્ન 8 મિશ્રધાતુ એટલે શું?ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર :
- બે કે તેથી વધુ ઉપયોગી ગુણધર્મોના સુમેળવાળી ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુના ઘન મિશ્રણને મિશ્રધાતુ કહે છે.
- મિશ્રધાતુ એ એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે, કારણ કે તે ઘટક તત્ત્વોના ગુણધર્મો દર્શાવે છે અને તે અલગ અલગ સંઘટન ધરાવી શકે છે.
- મિશ્રધાતુમાંના મૂળભૂત ઘટકોને કોઈ પણ ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાતા નથી.
- દા.ત.,
2. નિકોમ = નિકલ(Ni) 60% + ક્રોમિયમ (Cr) 40%
3. કાંસું = કૉપર(Cu) 90% + ટિન (Sn) 10%
પ્રશ્ન 9 દ્રાવણ અને તેના ગુણધર્મો સમજાવો.
ઉતર :
બે કે બે કરતા વધારે પદાર્થોના સમાંગ મિશ્રણ ને દ્રાવણ કહેવામાં આવે છે.
લીંબુ શરબત ને દ્રાવણનુ ઉદાહરણ કહી શકાય છે.
દ્રાવણ ના ગુણધર્મો
(1) દ્રાવણ સમાંગ મિશ્રણ છે.
(2) દ્ગાવણ ના કણો નો વ્યાસ 1nm કરતાં કદમાં નાના હોય છે તેથી તેને નરી આંખે જોઇ શકાતા નથી.
(3) દ્રાવણના કણોનુ કદ અતિસૂક્ષ્મ હોવાને કારણે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું તે વિખેરણ કરી શકતા નથી. તેથી જ દ્રાવણમાં પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી.
(4) દ્રાવણના કણોને ગાળણ પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી.
પ્રશ્ન 10 દ્રાવ્યતા એટલે શું?
ઉત્તર :
- નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે.
- નિયત તાપમાને આપેલા દ્રાવકમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા ભિન્ન ભિન્ન હોઈ શકે છે.
પ્રશ્ન 11 સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહે છે?
ઉત્તર :
- નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. અથવા ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળી ના શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે.
- આથી સામાન્ય રીતે પદાર્થ ઓગળી ગયા પછી તેમાં વધારે દ્રાવ્ય ઉમેરી,દ્રાવણને ગરમ કર્યા પછી ઠંડું પડતા સંતૃપ્ત દ્રાવણ મળે.
- જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. અસંતૃપ્ત દ્રાવણમાં થોડો વધુ દ્રાવ્ય પદાર્થ ઉમેરતાં તે ઓગળી શકે છે.
0 Comments