પાઠ 3 મુઘલ સામ્રાજ્ય 1. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઉત્તર : બાબરે
2. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? ઉત્તર : બાબર અને ઇબ્રાહિમ લોદી
3. કયા મુઘલ બાદશાહ નામનો અર્થ 'નસીબદાર' થાય છે? ઉત્તર : હુમાયુ
4. હુમાયુએ દિલ્લી પાસે કયું નગર વસાવ્યું હતું? ઉત્તર : દીનપનાહ
5. શેરશાહ નું મૂળ નામ શું હતું? ઉત્તર : ફરીદખાં
6. ગ્રાન્ડ ટ્રક રોડ નું નિર્માણ કોને કરાવ્યું હતું? ઉત્તર : શેર શાહે
7. અકબર નો જન્મ ............ નામના સ્થળે થયો હતો. ઉત્તર : અમરકોટ
8. પાણીપતનું બીજું યુદ્ધ......... અને......... વચ્ચે થયું હતું. ઉત્તર : અકબર , હેમુ
9. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો. ઉત્તર : અકબરે
10. અકબરે કયું નગર વસાવીને ત્યાં પોતાની રાજધાની બનાવી હતી. ઉત્તર : ફતેપુર સિક્રી
11. દિન- એ- ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? ઉત્તર : અકબરે
12. અકબરે કયો વેરો નાબુદ કર્યો હતો? ઉત્તર : યાત્રાવેરો
13. કયો મુગલ બાદશાહ મહાન ચિત્રકાર હતો? ઉત્તર : જહાંગીર
14. કયા મુઘલ બાદશાહ નું નામ ખૂર્રમ હતું? ઉત્તર : શાહજહાં
15. દિલ્હીનો લાલ કિલ્લો...........એ બનાવડાવ્યો હતો. ઉત્તર : શાહજહાંએ
16. મેવાડના રાણા સંગ્રામ સિંહ કયા નામે પ્રખ્યાત હતા? ઉત્તર : રાણા સાંગા
17. મેવાડ નો કયો રાજા અકબરની સામે મેદાનમાં પડ્યો હતો? ઉત્તર : રાણા પ્રતાપ
18. છત્રપતિ શિવાજી નો જન્મ કઇ સાલમાં થયો હતો? ઉત્તર : ઈ.સ.1627 માં
19. છત્રપતિ શિવાજી નો જન્મ કયા જિલ્લામાં થયો હતો? ઉત્તર : શિવનેરીના
20. મુઘલ શાસન તંત્રમા લશ્કરનો વડો કયા નામે ઓળખાતો હતો? ઉત્તર : મિરબક્ષ
21. શિવાજીનો રાજ્યાભિષેક કયા થયો હતો? ઉત્તર : રાજગઢ માં
22. અકબરે શરૂ કરેલી નવી મહેસુલી વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી? ઉત્તર : મનસબદારી
23. સાસારામમાં મકબરો કોને બંધાવ્યો હતો? ઉત્તર : શેરશાહે
24. મુઘલ બાદશાહે તાજમહેલ ક્યાં બંધ આવ્યો હતો? ઉત્તર : આગ્રામાં
25. અકબરના દરબારના નવ રત્નો મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતું? ઉત્તર : તાનસેન
26. મુગલ બાદશાહ શાહજહાએ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું? ઉત્તર : દિલ્હીમાં
27. જહાંગીરના દરબારમાં કયો વિશ્વ વિખ્યાત ચિત્રકાર હતો? ઉત્તર : મનસુર
28. બાબર મૂળ નામ ..................બાબર હતું. ઉત્તર : ઝહીરુ દિન મુહમ્મદ
29. શેરશાહે.......... ના યુદ્ધ માં હુમાયુને હરાવ્યો હતો. ઉત્તર : કનોજ
30. શેરશાહ નું મૂળ નામ...... હતું. ઉત્તર : ફરિદખા
3 Comments
14 માં પ્રશ્ન નો જવાબ શાહજહાં આવે છે.
ReplyDeleteધન્યવાદ ! સુધારો થઇ ગયેલ છે.
DeleteThis comment has been removed by the author.
ReplyDelete