પાઠ ૬ જળ એજ જીવન

22. અતિવૃષ્ટિ એટલે શું?

ઉત્તર : ચોમાસાની ઋતુમાં સતત ખુબ વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે.

23. અનાવૃષ્ટિ એટલે શું?
ઉત્તર : ચોમાસાની ઋતુમાં વરસાદ ન પડે કે ખૂબ જ ઓછો પડે તેને અનાવૃષ્ટિ કહે છે.

24. જમીન કેવી રીતે પાણી શોષે છે?અને તે કુવા અને વાવ સુધી કેવી રીતે પહોંચે છે?
ઉત્તર : જમીન પર પડેલું વરસાદનું પાણી જમીનમાં શોષાય ઊંડે ઉતરે છે અને કૂવા અને વાવ સુધી પહોંચે છે.આ સમસ્યા એક સાદા પ્રયોગ દ્વારા સમજીએ. એક પ્લાસ્ટિકનો ડબ લો. તેમાં માટી ભરોએમાં ધીમે ધીમે પાણી રેડો એ પાણી શોષાઈ જાય પછી થોડું વધારે પાણી રેડો. તે પાણી પણ માટી મા ઉતરી જશે હવે માટીના વચ્ચે ખાડો કરો. થોડો સમય બાદ જૂઓ ખાડામાં પાણી આવતું દેખાશે આ જ પ્રમાણે જમીનમાં કૂવો અને વાવ ખોદવાથી શોષાયેલું પાણી તેમાં પહોંચે છે.

25. ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો?
ઉત્તર : મારા ગામની ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકી બનાવેલ છે. એ ટાંકીના પાણીનું જોડાણ નળ દ્વારા ગામના દરેક ઘરમાં આપવામાં આવ્યું છે. મારા ઘરમાં એ નળમાંથી પાણી મેળવીએ છીએ.

26. પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે?
ઉત્તર : પાણીનો ઉપયોગ પીવામાં રસોઈમાં, નાહવામાં ધોવામાં, સફાઈ કામ માં , બાગ-બગીચામાં , ખેતીવાડીમાં , મકાનના બાંધકામમાં , વીજળી અને વરાળઉત્પન્ન કરવામાં તેમજ નાના-મોટા ઉદ્યોગોમાં પણ થાય છે.

27. ઘરમાં પાણીની બચત કરવા માટે શું કરવું જોઈએ?
ઉત્તર : (1)પીવા માટે જોઈએ તેટલું જ પાણી પ્યાલામાંમાં લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે. (2)સ્નાન કરતી વખતે તથા વાસણ કપડા ધોવા માટે જરૂર જેટલું જ પાણી વાપરવું જોઈએ. (3)જરૂરીયાત કરતા વધારે પાણી વાપરવું જોઈએ નહીં. (4)રસોઈ બનાવવા ખપ જેટલા જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.(5) જરૂર હોય એટલા જ સમયે નળ ચાલુ રાખવો. (6)બ્રશ અને શેવિંગ કરતી વખતે નળ ચાલુ ન કરવો પરંતુ છેલ્લે સફાઈ કરતી વખતે નળ ચાલુ કરવો .

28. 'પાણી એ જીવનનું અમૃત છે.' સમજાવો.
ઉત્તર : આપણું જીવન પાણી પર નિર્ભર છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસ બેભાન થઈ જાય છે. વધુ પડતું પાણી ગુમાવે તો માણસનું મૃત્યુ પણ પામી છે. શરીરની જૈવિક પ્રક્રિયાઓ જેવી કે પાચન ક્રિયા ઉત્સર્જન ક્રિયા રુધિર નું ભ્રમણ માટે પાણી ખુબ જ આવશ્યક છે.આમ જીવન ટકાવવા પાણી જરૂરી હોવાથી પાણી એ જીવનનું અમૃત છે.

29. તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો હોય તેવી ચાર બાબતો જણાવો.
ઉત્તર : હા, અમારી સોસાયટીમાં ઘણા લોકો પોતાના આંગણામાં ધુળ ના ઉડે તે માટે તથા ઉનાળામાં ઠંડક માટે પાઈપ પડે પાણીનો છંટકાવ કરી પાણીનો બગાડ કરે આ ઉપરાંત નળ ની નીચે વાસણ ધોતા કપડાં ધોતા સમયે પાણીનો ખૂબ જ બગાડ થતો હોય છે. શોચાલય ના ઉપયોગ સંપૂર્ણ શોચ ક્રિયા દરમ્યાન પાણીનો નળ ચાલુ રાખે છે.

30. વરસાદી પાણીને શું લાભ થાય છે?
ઉત્તર : વરસાદ થી આપણને પીવા માટે ઘર વપરાશ માટે અને ખેતી કરવા માટે પાણી મળે છે. વરસાદ પડે તો જ આપણે અને બીજો પાક તેમજ શાકભાજી ઉત્પન કરી શકીએ છીએ. વરસાદના પાણીથી તળાવ નદી અને કૂવામાં પાણી જમા થાય છે જેથી તે બારેમાસ વાપરવા માટે પાણી મળી 

31."ધરતી પર પાણી સૌ કોઈ માટે છે" --પાણી બચાવવાના છ સૂત્ર લખો.
ઉત્તર : (1)જળ એજ જીવન. (2)પાણીને પાણી સમજીને ન વેડફો.(3) ટીપે ટીપે સરોવર ભરાય છે.(4) પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે. (5)પાણી જીવનનું અમૃત છે. (6)પાણી બચાવો પાણી આપણને બચાવશે.

32. બંધબેસતા જોડકાં જોડો.

વિભાગ અ

વિભાગ બ

ઉત્તર

1. નદીમાંથી કાઢેલી શાખા

1. વરસાદ

1. – 3

2. પાણીનો મુખ્ય સ્ત્રોત

2. ઝરણું

2. – 1

3. પગથિયાં વાળો કુવો

3. નહેર

3. – 5

4. નદીનું શરૂઆતનું નાનું સ્વરૂપ

4. બોરવેલ

4. – 2

 

5. વાવ