પાઠ ૬ આપણી આસપાસ થતા ફેરફારો
24. પ્લાસ્ટિક અને સાબુ કઇ પ્રક્રિયા દ્રારા બનાવાય છે?
ઉત્તર : રાસાયણિક
25. રાસાયણિક ફેરફાર દ્રારા નવો પદાર્થ મળે છે અને તેની સાથે વધારાની કઇ ઘટનાઓ બની શકે છે તે જણાવો.
ઉત્તર : રાસાયણિક ફેરફાર દરમિયાન ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે કે શોષાય છે. ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે, ગંધમાં પરિવર્તન આવે છે. અથવા નવી ગંધ બને છે, રંગમાં ફેરફાર થઇ શકે છે, વાયુ પણ બની શકે છે.
26. કોઇ પણ પદાર્થનું.........................એ રાસાયણિક ફેરફાર જ છે.
ઉત્તર : દહન થવું
27. ફટાકડા ફૂટે એ રાસાયણિક ફેરફાર છે.– સમજાવો.
ઉત્તર : ફટાકડા ફૂટે ત્યારે વિસ્ફોટમાં ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ ઉપરાંત અણગમતો વાયુ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણને પ્રદુષિત કરે છે. આથી જ ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવે છે. આમ ફટાકડા ફૂટે એ રાસાયણિક ફેરફાર છે.
28. સફરજનના ટુકડાને કાપીને મૂકી રાખતા તેની સપાટી.................રંગની થઇ જાય છે.
ઉત્તર : કથ્થઇ
29. ઓઝોન સ્તર દ્રારા થતી સુરક્ષા અને રાસાયણિક ફેરફાર જણાવો.
ઉત્તર : પૃથ્વીના વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલું ઓઝોનનું સ્તર એ સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી વિકિરણોને શોષે છે. તે વિકિરણનું શોષણ કરીને ઓક્સિજનના અણુઓમાં રૂપાંતર પામે છે. ઓઝોન એ ઓક્સિજન કરતા જુદો છે. આમ જ્યારે ઓઝોન ઓક્સિજનમાં રૂપાંતર પામે છે ત્યારે નવો પદાર્થ ઓક્સિજન મળે છે. આથી તે રાસાયણિક ફેરફાર છે.
30. ખોરાકનું પાચન એ..............................ફેરફાર છે.
ઉત્તર : રાસાયણિક
31. તફાવત આપો : ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર

ભૌતિક ફેરફાર | રાસાયણિક ફેરફાર |
1. પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા ગુણોને ‘ભૌતિક ગુણધર્મો’ કહે છે. તેમાં થતાં ફેરફારને ‘ભૌતિક ફેરફાર’ કહે છે. | 1. જે ફેરફારથી એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે, તેવા ફેરફારને ‘રાસાયણિક ફેરફાર’ કહેવામાં આવે છે. |
2. આવા ફેરફારો પ્રતિવર્તી હોય છે. | 2. આવા ફેરફારો પ્રતિવર્તી હોતા નથી. |
3. આવા પ્રકારના ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી. | 3. આવા પ્રકારના ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થાય છે. |
32. જ્યારે મીણબત્તી સળગે છે, ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફાર થાય છે. આ ફેરફારોને ઓળખો તથા એક બીજું ઉદાહરણ જણાવો કે, જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતાં હોય.
ઉત્તર : જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે મીણનું પીગળવું એ ભૌતિક ફેરફાર છે. જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે, ગરમી તથા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જે રાસાયણિક ફેરફાર છે. રસોઇ માટે વપરાતો LPG એ સિલિન્ડરમાં પ્રવાહી સ્વરૂપે હોય છે જ્યારે તે સિલિન્ડરમાંથી બહાર આવે ત્યારે તે વાયુમાં રૂપાંતરણ થાય છે જે ભૌતિક ફેરફાર છે. ત્યારબાદ તેનું દહન થાય છે. આમ, LPG નું દહન એ રાસાયણિક ફેરફાર છે.
33. સમજાવો કે લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર છે.
ઉત્તર : લાકડાનું દહન થાય છે ત્યારે તે બળે છે જેથી નવો પદાર્થ ઉત્પન્ન થાય છે. જે રાસાયણિક ફેરફાર છે. જ્યારે લાકડાને તેના ટુકડાઓમાં કાપવામાં આવે ત્યારે લાકડાનો આકાર બદલાય છે. જેમાં નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી તે ભૌતિક ફેરફાર છે.
34. નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતાં ફેરફારોનું ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો :
પ્રકાશસંશ્લેષણ, પાણીમાં સાકર અને ખાંડનું ઓગળવું, કોલસાનું દહન, મીણનું પીગળવું, એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવવી, ખોરાકનું પાચન
ઉત્તર :
ભૌતિક ફેરફાર : પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું, મીણનું પીગળવું, એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવવી.
રાસાયણિક ફેરફાર : પ્રકાશસંશ્લેષણ, કોલસાનું દહન, ખોરાકનું પાચન
35. લોખંડની વસ્તુ પર કાટ લાગવાથી શું થાય છે.
ઉત્તર : લોખંડની વસ્તુ પર કાટ લાગવાથી તેની સપાટી પર કથ્થઇ રંગનું સ્તર બની જાય છે.
36. લોખંડ પર કાટ લાગવાની પ્રક્રિયાનું સમીકરણ જણાવો.
ઉત્તર : લોખંડ + ઓક્સિજન (હવામાંથી) + પાણી લોખંડનો કાટ (આયર્ન ઓક્સાઇડ)
37. પાણી અને..........................ને કારણે લોખંડ પર કાટ લાગે છે.
ઉત્તર : ઓક્સિજન
38. લોખંડ પર કાટ લાગતો અટકાવવાની રીત જણાવો.
ઉત્તર : લોખંડ પર કાટ અટકાવવા માટે તેના પર રંગ કે ગ્રીસનું સ્તર ચડાવવામાં આવે છે. આવું સ્તર તેના પર નિયમિત રીતે લગાડતા રહેવું જોઇએ, જેથી તેમાં કાટ ન લાગે. આ સિવાય લોખંડ પર ક્રોમિયમ કે ઝીંક (જસત) નો ઢોળ ચડાવવો જોઇએ. લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને ‘ગેલ્વેનાઇઝેશન’ કહે છે. ઘરમાં વપરાતી પાણીનું વહન કરતી લોખંડની પાઇપ (નળી) ને કાટ લાગવાથી બચાવવા તે ગેલ્વેનાઇઝ કરેલી હોય છે.
39. વ્યાખ્યા આપો : ગેલ્વેનાઇઝેશન
ઉત્તર : લોખંડ પર ક્રોમિયમ કે ઝીંકનો ઢોળ ચડાવવાની ક્રિયાને ‘ગેલ્વેનાઇઝેશન’ કહે છે.
40. કારણ આપો : પાણીના વહન માટેની લોખંડની પાઇપ ગેલ્વેનાઇઝ કરેલી હોય છે.
ઉત્તર : કારણ કે પાણીના વહન માટે વપરાતી લોખંડની પાઇપનું લોખંડ પાણીના સંપર્કમાં આવવાથી કાટ લાગી જાય છે. આથી કાટ લાગતો અટકાવવા અથવા કાટ લાગવાની પ્રક્રિયા ધીમી પડવા તેના પર ક્રોમિયમ કે ઝીંક નો ઢોળ ચડાવવામાં આવે છે. જેથી પાઇપ લાંબો સમય સુધી સારી રહે.
41. જહાજમાં લોખંડના ભાગ પર કાટ કેવી રીતે લાગે છે? તેનાથી થતું નુકશાન જણાવો.
ઉત્તર : જહાજનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો રહે છે. જહાજની બહારની સપાટી પાણીના ટીપાંના સતત સંપર્કમાં રહે છે. વધુમા
સમુદ્ધનું પાણી અનેક પ્રકારના ક્ષાર પણ ધરાવે છે. ક્ષારવાળું પાણી લોખંડની કટાઇ જવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જહાજને કાટ લાગવાથી તેનું નીચેનું પતરું ખવાઇ જાય છે. આમ, જહાજને રંગ કર્યા પછી પણ તેના પર લાગતો કાટ ઘણું નુકશાન કરે છે.
42. સમજાવો – લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવાથી બચાવી શકાય છે.
ઉત્તર : જ્યારે લોખંડના દરવાજાને રંગવામાં આવે છે. ત્યારે લોખંડનું સ્તર ઓક્સિજન તથા પાણીના સીધા સંપર્કમાં આવતું નથી પરિણામે તેને ઝડપથી કાટ લાગતો નથી. આમ, આથી લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવાથી બચાવી શકાય છે.
43. લોખંડની અંદર કઇ ધાતુઓ ઉમેરી બનાવેલી વસ્તુ પર કાટ લગતો નથી ?
ઉત્તર : લોખંડની અંદર કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મૅગેનીઝ જેવી ધાતુઓ ભેળવીને સ્ટેઇનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે. જેને કાટ લાગતો નથી.
44. સમુદ્રના પાણીનું બાષ્પીભવન થતાં જે મીઠું મળે છે તે મીઠું.....................છે.
ઉત્તર : અશુદ્ધ
45. વ્યાખ્યા આપો: સ્ફટિકીકરણ
ઉત્તર : કોઇ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહે છે.
46. સ્ફટિકીકરણ એ ક્યા પ્રકારના ફેરફારનું ઉદાહરણ છે?
ઉત્તર : ભૌતિક
47. કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે મેળવશો?
ઉત્તર : બીકરમાં એક કપ પાણી લઇને તેમાં થોડાક ટીપાં મંદ સલ્ફયુરિક એસિડનાં ઉમેરો. પાણીને ગરમ કરો. પાણી ઉકળે ત્યારે તેમાં ધીમે ધીમે કોપર સલ્ફેટનો પાવડર નાખતાં જાવ અને સાથે સાથે હલાવતા જાવ. નવો પાવડર ઓગળી ન શકે ત્યાં સુધી પાવડર ઓગળો. હવે દ્રાવણને ઠંડું પડવા દો. ત્યારબાદ દ્રાવણ સહેજ પણ હલી શકે નહીં. થોડાક સમય બાદ આ દ્રાવણમાં તળીયે કોપર સલ્ફેટના સ્ફટિકો જોવા મળશે. જેમ વધારે સમય માટે રાખશો તેમ સ્ફટિકો મોટા થતા જશે.

48. દૂધમાંથી દહીં બનાવાની પ્રક્રિયાને ફેરફાર કહેવાય. (✔ કે ✖)
ઉત્તર : ✔
49. પેન્સિલના વચ્ચેથી બે ભાગ કરીએ તો તેના આકારમાં થતા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
50. પાણીમાંથી બરફ થાય છે અને બરફમાંથી પાણી મેળવી શકાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
51. પ્લાસ્ટિકનો એક ટુકડો ઘરની બહાર મૂકતા તેની પર કાટ લાગી જાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
52. દહનની સાથે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
53. શાકભાજી કે ફળ જ્યારે સડી જાય છે, ત્યારે સુંગધ આવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
54. સફરજનના ટુકડાને કાપીને મૂકી રાખતા સપાટી પર બદલાતો રંગ એ રાસાયણિક ફેરફાર છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
55. લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
56. પાંદડાંમાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
57. વરાળનું ઠારણ એ રાસાયણિક ફેરફાર નથી. (✔ કે ✖)
ઉત્તર : ✔
58. મીણબતીનું સળગવું તે ભૌતિક અને રાસાયણિક ફેરફાર છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
59. લોખંડની પાઇપ પર જસતનો ઢોળ ચડાવતાં તેને ઝડપની કાટ લાગતો નથી. (✔ કે ✖)
ઉત્તર : ✔
60. દરિયા કિનારાની નજીક રહેતા લોકોના ઘરમાં લોખંડની વસ્તુ પર કાટ લાગવાની પ્રક્રિયા ધીમી હશે. (✔ કે ✖)
ઉત્તર : ✖
61. લોખંડ અને તેના કાટ બંને એક જ પદાર્થ છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
62. અશુદ્ધ મીઠના સ્ફટિક નાના હોય છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
0 Comments