21. તમે મીઠું પાણીમાં ઓગાળીને પછી જોઈ શકો છો? ના તો કેમ?
ઉત્તર : ના, મીઠું પાણીમાં ઓગાળી પછી જોઈ શકાતું નથી ,કેમ કે મીઠું સફેદ હોવાથી તેનું દ્રાવણ રંગીનહિંન છે. મીઠું પાણીમાં પૂરેપૂરુ ઓગળી ને સંપૂર્ણપણે અદ્રશ્ય બની જાય છે.22. અમૃત દરિયામાં તરતા આવડતું ન હોય તો તેવો માણસ પણ ડૂબી જતો નથી .શા માટે?
ઉત્તર : મૃત દરિયાના પાણીમાં ૧ લિટર પાણીમાં લગભગ 300 ગ્રામ જેટલું મીઠું હોય છે. મૃત દરિયાનું પાણી ખૂબ જ ખારુંહોવાથી તે વજનમાં ભારે હોય છે .પાણીના ભરેપણા કારણે તરતા આવડતું ન હોય તો તેવો માણસ પણ ડૂબી જતો નથી.
23. ખાંડ પાણી માં જલ્દી ઓગળે તેની રીતો બતાવો.
ઉત્તર : (1)ખાંડ પાણીમાં નાખીને ચમચી થી સતત હલાવતા રહેવું જોઈએ. (2)ખાંડને પાણીમાં નાખીને એને ગરમ કરવું જોઈએ. (3)ખાંડ વાટીને તેના નાના કણો પાણીમાં ઓગાળવા જોઈએ.
24. તમે મીઠા વાળા પાણી અને ચોક વાળા પાણી ને થોડો સમય રાખ્યા બાદ શું તફાવત જોઈ શકો છો?
ઉત્તર : મીઠાવાળા પાણીમાં મીઠું પૂરેપૂરું ગયું છે, તેથી મીઠું પાણીમાં દેખાતું નથી જ્યારે ચોક પાવડર વાળા પાણીમાં ચોક પાવડર ઓગળતો નથી તેથી તે પાણીના તળિયે એકઠો થાય છે .જે જોય શકાય છે
25. તમે તમારો હાથરૂમાલ ભીનો થયો છે અને તમારે તે સૂકવો છે? તો તમે શું કરશો?
ઉત્તર : (1)હાથ થી સારી રીતે નીચોવી નાખી અને તેને તડકામાં સૂકવી દો. (2) પવન આવતો હોય તેવી જગ્યાએ સૂકવો. (3)પંખો ચાલુ કરીને હાથરૂમાલ એ તેની સામે ધરી રાખીશ.(5) હાથરૂમાલ ના એક બાજુ ના બે છેડાની હાથથી પકડી ખુલ્લામાં ઝડપ થી ઉપર-નીચે હલાવ્યા કરીશ.
26. તમને થોડો સાકરના ટુકડા આપવામાં આવ્યા છે .તેમને ઝડપથી ઓગળવાની રીતો સુચવો.
ઉત્તર : તેને પાણીમાં નાખીને ચમચી વડે હલાવાથી સાકરના ટુકડા ઝડપથી ઓગળી જાય છે. પાણીને ગરમ કરવાથી પણ સાકરના ટુકડા ઝડપથી ઓગળી જાય છે.સાકરના ટુકડાને ભાંગી તેના નાના-નાના કણો કરીને પાણીમાં નાખી હલાવતા તે ઝડપથી ઓગળી જાય છે.
27. આપેલ પદાર્થો પાણીમા ઓગળે છે કે નહીં તે તપાસવું.(પ્રયોગ)
ઉત્તર :
આપેલ પદાર્થો : ખાંડ , રેતી, મીઠું, ચોક નો ભુક્કો, લાકડાનો વહેર.
સાધનસામગ્રી : કાચ ના પાંચ પાત્ર ચમચી
પદ્ધતિ : કાચના પાંચ પાત્ર લો. પ્રત્યેક પાત્રમાં લગભગ 2/3 ભાગ પાણી લો. પહેલા પાત્રમાં એક ચમચી ખાંડ બીજા પાત્રમાં એક ચમચી નાખો.ત્રીજા ચોથા અને પાંચમા પાત્રમાં અનુક્રમે મીઠું , ચોકનો ભૂકો અને લાકડાનો વહેર નાખો. દરેક પાત્ર મિશ્રણને ચમચી વડે હલાવો. થોડા સમય રાહ જુઓ. પાણીમાં ઉમેરવામાં આવેલ પદાર્થનું શું થાય છે તેનું અવલોકન કરો. તમારા અવલોકન ની નોંધ કરો.
અવલોકન : ખાંડ અને મીઠું પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે. રેતી ચોક નો ભુક્કો અને લાકડાનો વહેર પાણીમાં ઓગળતા નથી.
નિર્ણય : ખાંડ મીઠું પાણી ઓગળે છે જ્યારે રેતી ચોક નો ભુક્કો અને લાકડાનો વહેર પાણીમાં ઓગળતા નથી.
28. બંધબેસતાં જોડકાં રચો.
વિભાગ અ | વિભાગ બ | ઉત્તર |
1. ખાંડ | 1. પાણી પર તરે છે. | 1. – 4 |
2. કોપરેલ | 2. પાણીમાં તરત ડુબી જાય છે. | 2. – 1 |
3. રેતી | 3. વરાળ બની જાય છે. | 3. – 5 |
4. લખોટી | 4. પાણીમાં ઓગળી જાય છે. | 4. – 2 |
| 5. પાણીમાં ઓગળતી નથી. |
|
0 Comments