પ્રકરણ 2 આપણી આસપાસ ના  દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન-12 ટૂંક નોંધ લખો : નિલંબન અથવા નિલંબિત દ્રાવણ.

ઉત્તર : 
  • જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન અથવા નિલંબિત દ્રાવણ કહે છે .
  • નિલંબિત દ્રાવણ એક વિષમાંગ મિશ્રણ છે.  
  • નિલંબિત દ્રાવણમાંના કણો નરી આંખે જોઈ શકાય છે.  દા.ત., અલ્પ દ્રાવ્ય બેરિયમ સલ્ફેટ  (BaSO4) નું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બેરિયમ સલ્ફેટના કણો પાણીમાં વિક્ષેપિત થઈને અપારદર્શક માધ્યમ બનાવે છે. બેરિયમ સલ્ફેટના નાના કદના કણો પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે તરતા દેખાય છે,એટલે કે દ્રાવણમાં નિલંબિત રહે છે અને તે નરી આંખે જોઈ શકાય છે.
  • ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ અને સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ પણ નિલંબિત દ્રાવણ નું ઉદાહરણ છે.

પ્રશ્ન-13 નિલંબિત દ્રાવણના ગુણધર્મો લખો. 
ઉત્તર : નિલંબિત દ્રાવણના ગુણધર્મો નીચે પ્રમાણે છે :
(1) આ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે. 
(2) નિલંબન ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય છે. 
(3) નિલંબિત કણો દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશનાં કિરણોનું પ્રકીર્ણન કરે છે.જેથી પ્રકાશનાં કિરણોનો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાય છે.
(4) નિલંબિત કણોને ખલેલ પહોંચાડ્યા સિવાય મુકી રાખવામાં આવે,તો દ્રાવણના કણો નીચે બેસી જાય છે. એટલે કે નિલંબિત દ્રાવણ સ્થાયી નથી. 
(5) નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે અને નિલંબિત કણો નીચે બેસી ગયા પછી દ્રાવણ પ્રકાશનું પ્રકીર્ણન કરી શકતું નથી.        

પ્રશ્ન-14 કલીલ દ્રાવણ એટલે શું સમજાવો.
ઉતર : 
  • જે દ્રાવણમાં, દ્રવ્ય પદાર્થ એ દ્રાવક માં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે, તેવા દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે.
  • કલીલ એક વિષમાંગ પ્રણાલી હોય છે.
  • કલીલ દ્રાવણ ના ઘટક તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ હોય છે.
  • દા.ત દૂધ,વાદળ, ધુમાડો, ધુમ્મસ

પ્રશ્ન-15 ટૂંકનોંધ લખો : ટિંડલ અસર.
ઉતર: 
  • કલીલ કણોના કદ નાનું હોવાથી તેને નરી આંખે જોઇ શકાતા નથી. કલીલ દ્રાવણ માંથી જ્યારે પ્રકાશનું કિરણ પુંજ પસાર કરવામાં આવે ત્યારે કલીલ કણો વડે પ્રકાશમાં કિરણ પુંજ નું પ્રકીર્ણન થાય છે આ અસરને ટીન્ડલ અસર પામે છે.
  • આ અસર ટિંડલ નામના વૈજ્ઞાનિક શોધી હોવાથી તેને ટિંડલ અસર કહે છે. 
  • બંધ ઓરડાની છતમાં રહેલા નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે ત્યારે તે પ્રજ્વલિત થાય છે,કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશ કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે. 
  • વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે.ગાઢ જંગલોની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશનાં કિરણો પસાર થાય છે ત્યારે ટિંડલ અસર જોઈ શકાય છે. જંગલમાંના ધુમ્મસ કે ઝાકળના પાણીના અતિસૂક્ષ્મ કણો પ્રકાશનાં કિરણોનું પ્રકીર્ણન કરે છે.

પ્રશ્ન-16 કલિલ દ્રાવણના ગુણધર્મો લખો.
ઉત્તર : 
કલિલ દ્રાવણના ગુણધર્મો નીચે પ્રમાણે છે : 
(1) કલિલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે. જોકે દેખાવમાં સમાંગ મિશ્રણ લાગે છે.
(2) દ્રાવ્યના કણો (વિક્ષેપિત કલા) દ્રાવક (વિક્ષેપન માધ્યમ) માં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, જેને કલિલ કહે છે.
(3) કલિલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે.
(4) તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી,પરંતુ અસ્ટ્રાસેન્ટિફયુઝ જેવા સાધનથી અલગ કરી શકાય છે. 
(5) તેમાંના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતાં મોટા,પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતાં નાના હોય છે. 
(6) તે પ્રકાશનાં કિરણોનું પ્રકીર્ણન કરે છે,જેને ટિંડલ અસર કહે છે.આવી જ ટિંડલ અસર બંધ રૂમમાં ઝીણા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશથી જોઈ શકાય છે.જેમાં રૂમના વાયુમય વિક્ષેપિત માધ્યમ  (હવા) માં ધૂળના રજકણો જેવી વિક્ષેપિત કલા હોય છે. આમ, તે વાયુમય (એરોસોલ) કલિલ છે. 
(7) કલિલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે, તો નીચે બેસી જતા નથી. આથી તે સ્થાયી છે.

પ્રશ્ન 17 કલિલના ઉદાહરણો જણાવો. 
ઉત્તર : 

વિક્ષેપિત કલા

વિક્ષેપન માધ્યમ

કલિલનો પ્રકાર

ઉદાહરણ

પ્રવાહી

વાયુ

એરોસોલ

ધુમ્મસ ,વાદળ ,ઝાકળ

ઘન

વાયુ

એરોસોલ

ધુમાડો વાહનમાંથી બહાર નીકળતો ધુમાડો

વાયુ

પ્રવાહી

ફીણ

શેવિંગ ક્રીમ ,પ્લવન

પ્રવાહી

પ્રવાહી

ઈમલ્સન

દૂધ, ફેસ ક્રીમ

ઘન

પ્રવાહી

સોલ

મિલ્ક ઓફ મેગ્નેસીયા, કાદવ  

વાયુ

ઘન

ફીણ

ફીણ, રબર ,વાદળી ,પ્યુંમાઈસ પથ્થર

પ્રવાહી

ઘન

જેલ

જેલી, ચીઝ, માખણ

ઘન

ઘન

ઘનસોલ

રંગીન જેમ્સ સ્ટોન, દુધિયો કાચ


પ્રશ્ન 18 તફાવત આપો: ભૌતિક અને રાસાયણિક ફેરફાર
ઉતર :

 ભૌતિક ફેરફાર

    રાસાયણિક ફેરફાર

1. જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તે ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે.

1. જે ફેરફાર દરમિયાન પદાર્થનો રાસાયણિક સંઘટન બદલાતું હોય તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે.

2. આ ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો માં ફેરફાર થાય છે.

2. આ ફેરફારમાં પદાર્થના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો માં ફેરફાર થાય છે.

3. આ ફેરફાર કાયમી નથી

3. આ ફેરફાર કાયમી છે



પ્રશ્ન 19 તત્ત્વ વિશે સામાન્ય સમજૂતી આપો.
ઉત્તર : 
  • ઈ.સ.1661 માં રૉબર્ટ બૉઇલ નામના વૈજ્ઞાનિકે ‘તત્ત્વ', શબ્દનો ઉપયોગ કર્યો હતો.
  • ફ્રેન્ચ વેજ્ઞાનિક એન્ટોની લોરેન્ટ લેવોઇઝરે તત્ત્વની વ્યાખ્યા નીચે મુજબ આપી હતી : ‘દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્ત્વ કહે છે, જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી.'         
  • તત્ત્વનું ધાતુ,અધાતુ અને અર્ધધાતુ એમ ત્રણ પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે .                 
  • હાલના સમયમાં તત્ત્વોની સંખ્યા 100 થી વધારે છે,તે પૈકી 92 તત્ત્વો કુદરતમાંથી મળે છે અને બાકીનાં માનવનિર્મિત છે.  
  • મોટા ભાગનાં તત્ત્વો ઘન સ્વરૂપે છે. ઓરડાના તાપમાને 11 તત્ત્વો વાયુ સ્વરૂપે છે.         
  • ઓરડાના તાપમાને 2 તત્ત્વો પ્રવાહી સ્વરૂપે છે : બ્રોમિન અને મરક્યુરી.                            
  • ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને (303 K) ગેલિયમ અને સીઝિયમ ધાતુઓ પ્રવાહી સ્વરૂપે હોય છે.

પ્રશ્ન 20 ધાતુ તત્વો ના ગુણધર્મો જણાવો.
ઉતર :
  • ધાતુ તત્વો નીચેના પૈકી બધા જ ગુણધર્મો ધરાવે છે.
  • ધાતુઓ ચળકાટ ધરાવે છે. 
  • કેટલીક ધાતુઓ ચાંદી જેવો ચળકતો શ્વેત અથવા સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે. 
  • ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે. 
  • ધાતુઓ તણાવપણું અને ટિપાઉપણું ધરાવે છે. 
  • ધાતુઓ રણકાર ધરાવે છે .  
  • સોનું,ચાંદી,કૉપર,લોખંડ,સોડિયમ અને પોટેશિયમ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપની ધાતુઓ છે,જ્યારે મરક્યુરી (પારો) એ માત્ર એક જ પ્રવાહી સ્વરૂપની ધાતુ છે. 

પ્રશ્ન 21 અધાતુ તત્ત્વોના ગુણધર્મો જણાવો.
ઉત્તર : 
  • અધાતુ તત્ત્વો નીચેના પૈકી બધા જ અથવા અમુક ગુણધર્મો ધરાવે છે: 
  • અધાતુ તત્ત્વો વિવિધ રંગ ધરાવે છે. 
  • તેઓ વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે. તેઓ તણાવપણું,ટિપાઉપણું કે ચળકાટ જેવા ગુણધર્મો ધરાવતા નથી. 
  • કેટલાંક અધાતુ તત્ત્વો અપરરૂપ ધરાવે છે. -> હાઇડ્રોજન,ઑક્સિજન,આયોડિન,કાર્બન,બ્રોમિન,ક્લોરિન અધાતુ તત્ત્વો છે. 

પ્રશ્ન 22 અર્ધધાતુ તત્ત્વો એટલે શું?ઉદાહરણ આપો. 
ઉત્તર : અમુક તત્ત્વો ધાતુ અને અધાતુ તત્ત્વોની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે,તે તત્ત્વોને અર્ધધાતુ તત્ત્વો કહે છે. દા.ત., બોરોન,સિલિકોન,જર્મોનિયમ

પ્રશ્ન 23 સંયોજન એટલે શું? સમજાવો.
ઉત્તર : 
  • બે અથવા વધારે તત્ત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે ત્યારે બનતા નવા ગુણધર્મોવાળા પદાર્થને સંયોજન કહે છે.સંયોજન બનતી વખતે તત્ત્વો વજનના નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે.
  •  દા.ત., પાણી એ હાઇડ્રોજન અને ઑક્સિજન એમ બે તત્ત્વોનું 1:8 દળ પ્રમાણમાં બનેલું સંયોજન છે. સંયોજનના ગુણધર્મો તેનાં ઘટક તત્ત્વોના ગુણધર્મો કરતાં અલગ પડે છે. 
  • દા.ત., પાણી એ હાઇડ્રોજન અને ઑક્સિજનના ગુણધર્મ ધરાવતું નથી. 
  •  સંયોજનના ઘટકોને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાય,પરંતુ ભૌતિક ક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાતા નથી.
પ્રશ્ન 24 મિશ્રણ અને સંયોજન વચ્ચેનો તફાવત આપો.
ઉત્તર : 
મિશ્રણ સંયોજન
તત્વો અથવા સંયોજનો એક બીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે. પરંતુ કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. તત્વો એક બીજા સાથેની પ્રક્રિયાથી નવા સંયોજનો બનાવે છે.

 

મિશ્રણની સંરચના પરિવર્તનશીલ હોય છે. નવા સર્જાતા પદાર્થોનું ઘટક પ્રમાણ હમેંશા નિશ્ચિત હોય છે.
મિશ્રણ તેમાં રહેલા ઘટક કણો (ઘટક પદાર્થો)ના ગુણધર્મો દર્શાવે છે. નવા સર્જાતા પદાથોના ગુણધર્મો મૂળ પદાર્થના ગુણધર્મોથી સંપૂર્ણરીતે અલગ હોય છે.
તેના ઘટકોને ભૌતિક પદ્ધતિઓ દ્વારા સરળતાથી અલગ કરી શકાય છે. તેના ઘટકોને માત્ર રસાયણિક અથવા વિજરસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જ અલગ કરી શકાય છે.

પ્રશ્ન 25 શુદ્ધ પદાર્થ અને મિશ્રણ કઈ કઈ બાબતોમાં જુદા પણું દર્શાવે છે. 
ઉતર :