કાવ્ય ૪ તને, ઓળખું છું માં

વ્યાકરણ


1.શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો:

1.પવિત્ર જગ્યા કે વ્યક્તિ ની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે - પરિક્રમા
2.આંગળીના છેડાનો ભાગ - ટેરવા
3.ક્ષેમ કુશળ રહો - ખમ્મા

2.નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

1.મારગ -રસ્તો, પંથ
2.અભાગી- દુર્ભાગ્યશાળી, કમભાગી
3.સદા-હંમેશા, કાયમ
4.સ્મરણ-યાદ, સ્મૃતિ
5.લ્હેરખી- તરંગ
6.ભાગ્યશાળી- ભાગ્યવાન, સદભાગી
7.પીડા -દુઃખ, વેદના
8.તીરથ- ધર્મસ્થાન, તીર્થ
9.મમતા- પ્રેમ, લાગણી
10.રાત્રિ-નિશા, રજની
11.આકાશ- નભ, ગગન
12.સમુદ્ર- દરિયો, સાગર

3. તળપદા શબ્દોના અર્થ લખો:


1. પરકમ્મા- પ્રદક્ષિણા
2. તીરથ- ધર્મસ્થાન

4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી અર્થ લખો ના ક્રમમાં ગોઠવો:

1. અભાગી *ભાગ્યશાળી

2. પ્રેમ*નફરત

3. સ્મરણ*વિસ્મરણ

4. દુઃખ*સુખ

5. સરખા પ્રાસવાળા શબ્દો કાવ્ય માંથી શોધીને લખો

1. આંસુ - ચોમાસુ
2. ફેંકે - ટેકે
3. સામે - પામે

6.નીચે આપેલા શબ્દો ને કાવ્ય પંક્તિ ના ક્રમમાં ગોઠવો:

1. ફરી ઊભો પર તારી પગ થાઉં ટેકે મમતાના
જવાબ. પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે 

2. ખૂણે વરસે છે ઘરને એકલવાયું ચોમાસુ
જવાબ. ઘરને ખૂણે એકલવાયુ વરસે છે ચોમાસું, 

3. હોય છે સદા ના પામે? કોણ માને અભાગી આમ
જવાબ. કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે?

7. નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો:

પાંપણ, ઓળખું, વરસે, સ્મરણ, તીરથ, લુ

જવાબ. ઓળખું,તીરથ, પાંપણ,લુ, સ્મરણ

8. નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારા શબ્દોમાં લખો:

1. તમને તમારી માતા ગમે છે, એના કારણો કે પ્રસંગો જણાવો:

જવાબ. મને મારી માતા ખૂબ જ ગમે છે કારણ કે, તે મને ખૂબ જ સારી રીતે સાચવે છે. કોઈપણ કામ કરું ત્યારે તે મને માર્ગદર્શન પૂરું પાડે છે. મારું સતત ધ્યાન રાખે છે. જ્યારે કોઈ મને હેરાન કે પરેશાન કરતું હોય ત્યારે તે હંમેશા મને શાંત કરે છે. શાળા એ જાવ ત્યારે પણ મારું ખૂબ સાવચેતીપૂર્વક ધ્યાન આપી, લેશન વગેરે કરાવે છે. અને પરીક્ષાની અગાઉ જ મારા દરેક વિષયની ખુબ સરસ તૈયારી કરાવે છે. સમયસર મને દરેક કાર્ય કરવામાં મદદ કરે છે. આથી મને મારી માતા ખૂબ જ ગમે છે. તેમજ તે મારો આત્મવિશ્વાસ પણ વધારે છે.

2. મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો?
જવાબ. મોટો થઈને હું મારી માતાને ખૂબ જ સાચવીશ. અને તેના સ્વાસ્થ્યનો ખૂબ જ ધ્યાન રાખીશ. તેની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે હું તેને ઘરકામમાં ખૂબ જ મદદ કરીશ. અને તેમને દરેક જગ્યાએ મદદરૂપ થઈશ. હું મારી માતાને ધર્મસ્થાનોમાં તીર્થ યાત્રા કરાવીશ. અને એમને કોઈપણ જાતનું દુઃખના લાગે તેની કાળજી રાખીશ. તેમને જે વસ્તુ ગમશે તે હું તેમને લાવી આપવાનો પ્રયત્ન કરીશ. તેમજ તેને ભજન સાંભળવા ગમે તો હું તેના માટે સીડી પ્લેયર લાવી આપીશ. આમ મારી માતાને ક્યારેય કોઈ પણ એ વાતનું દુઃખ થવા દઈશ નહીં.

3. મા વિશેની અન્ય કોઈ એક કવિતાની પાંચ પંક્તિઓ લખો.
જવાબ. 
ગયાં વીતી વર્ષો દશ ઉપર બે-ચાર તુજથી

થયે જુદા, તોયે મુજ

હૃદયની શૂન્ય કુટીરે

વીરાજેલી બા! તું નવ કદીયે હું દૂર ચસવા

દવુ, મારે માટે વિકટ પંથ માં તું જ સઘળું.

હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,

હજી તારો હાલો કરણ પટ માહી રણઝણે,

અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા

નથી ઝાખી થૈ કૈં,કંઇ સહજ વા ગોડ છ બદલી.

4. 'તને ઓળખું છું, મા' કવિતા પરથી માતૃઋણનો તમને ગમતો કોઈપણ એક પ્રસંગ તમારી નોટબુકમાં લખો.
જવાબ. આ કાવ્યમાં કવિએ માતા ના પ્રેમની વાત કહી છે. 

માતાને બાળક પ્રત્યે અપાર સ્નેહ હોય છે. એ આ કાવ્યમાં ખુબ સચોટ રીતે દર્શાવવામાં આવ્યો છે. કાવ્યમાં કવિ કહે છે કે બાળક ગમે ત્યાં હરતું ફરતું હોય, પરંતુ માતા નો પડછાયો હંમેશા તેના ઉપર રહેલો હોય છે. અને તેને લુ ઝરતા વાતાવરણમાં પણ ઠંડા પવનની લહેરખી આવી જતો હોય છે. એટલે કે ગમે તેવી મુશ્કેલીઓથી પોતાનું સંતાન વીટળાયેલુ હોય, તો માતા ની વાણી રૂપે શબ્દો એ બાળકને ઠંડક આપે છે. આમ માતાની આ ખુબજ મોટી ભેટ સંતાનોને મળેલી હોય છે.