પાઠ ૬ દહન અને જ્યોત
21.પદાર્થનું તાપમાન જયાં સુધી તેના જ્વલનબિંદુ સુધી ન પહોંચે ત્યાં સુધી તે સળગતો નથી. (✔ કે X)ઉત્તર : ✔
22.કારણ આપો : દીવાસળી ઓરડાના તાપમાને સળગતી નથી પરંતુ તેને માચીસની બાજુ પર ઘસતાં સળગી ઊઠે છે.
ઉત્તર : દીવાસળીના માથા પર ઍન્ટિમની ટ્રાઇસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટનું મિશ્રણ ગુંદર વડે લગાડવામાં આવે છે.ઘસવાની સપાટી પર કાચનો પાવડર તથા થોડો લાલ ફૉસ્ફરસ હોય છે.જ્યારે દીવાસળીને સપાટી પર ઘસવામાં આવે છે ત્યારે કેટલાક લાલ ફૉસ્ફરસનું સફેદ ફૉસ્ફરસમાં રૂપાંતર થાય છે. જે દીવાસળીના માથા પર રહેલા પોટેશિયમ ક્લોરેટ સાથે પ્રક્રિયા કરી ઍન્ટિમની ટ્રાઇસલ્ફાઇડને સળગાવવા માટે જરૂરી ગરમી ઉત્પન્ન કરે છે અને દહન શરૂ કરે છે.
23.કારણ આપો : કેરોસીનનો સંગ્રહ કરવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ઉત્તર : કારણ કે,કેરોસીન ઓરડાના તાપમાને જાતે આગ પકડતું નથી.પરંતુ જો કેરોસીનને થોડુંક ગરમ આવે તો તે આગ પકડે છે.કેરોસીનનું જવલનબિંદુ નીચું છે.આથી,કેરોસીનનો સંગ્રહ કરવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ.
24.નીચેનામાંથી કોનું જવલનબિંદુ સૌથી નીચું હશે?
(A) કાગળ
(B) લાકડું
(C) લોખંડ
(D) તાંબુ
ઉતર:(A) કાગળ
25.‘પદાર્થનું તાપમાન તેના જવલનબિંદુ સુધી પહોંચે પછી જ તે સળગે છે.’ તે દર્શાવતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર :
ઉતર:(A) કાગળ
25.‘પદાર્થનું તાપમાન તેના જવલનબિંદુ સુધી પહોંચે પછી જ તે સળગે છે.’ તે દર્શાવતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર :
હેતુઃ પદાર્થને જયાં સુધી તેના જવલનબિંદુ જેટલુ તાપમાન ન મળે,તેમ સાબિત કરવું.
સાધન–સામગ્રી : કાગળના કપ,મીણબત્તી,પાણી,દીવાસળી,ત્રિપાઈ,તારની જાળી
સાધન–સામગ્રી : કાગળના કપ,મીણબત્તી,પાણી,દીવાસળી,ત્રિપાઈ,તારની જાળી
આકૃતિ :
પદ્ધતિઃ સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિપાઈ પર તારની જાળી ગોઠવી નીચે મીણબત્તી મૂકો.હવે, એક કાગળના કપમાં પાણી ભરી તારની જાળી પર ગોઠવો.દીવાસળીથી મીણબત્તી પ્રગટાવો.શું થાય છે તેનું અવલોકન કરો.કાગળનો કપ સળગે છે?પાણી ગરમ થાય છે?
અવલોકન : કાગળના કપમાં રહેલું બધું જ પાણી ગરમ થઈ,વરાળ બની ઊડી જાય ત્યાં સુધી ઉષ્માઊર્જા પાણી શોષી લે છે.તેથી કાગળનો કપ ગરમ થતો નથી,તથા સળગતો નથી.પાણી ખલાસ થઈ જતાં જવલનબિંદુ જેટલું તાપમાન મળતાં પેપર કપ સળગે છે.
નિર્ણય : પદાર્થને જયાં સુધી જવલન બિંદુ જેટલું તાપમાન મળે નહીં ત્યાં સુધી તે સળગતો નથી.
26.જ્વલનશીલ પદાર્થો કોને કહે છે?ઉદાહરણ આપો.
ઉત્તર : જે પદાર્થોનું જવલનબિંદુ નીચું હોય અને તે જયોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થોને જવલનશીલ પદાર્થો કહે છે.ઉદાહરણ : પેટ્રોલ,આલ્કોહોલ,પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ (LPG).
27.કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે,પરંતુ ઍલ્યુમિનિયમની પાઇપ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો જલદીથી સળગતો નથી.સમજાવો.
ઉત્તર: માત્ર કાગળ જવલનબિંદુ જેટલું તાપમાન મેળવી લે છે,એટલે તરત સળગે છે.પાઇપ ફરતે કાગળ વીંટાળેલો હોય અને તેને ગરમ કરવામાં આવે તો અપાતી ઉષ્માઊર્જા પાઇપ શોષી લે છે.તેથી કાગળના ટુકડાને સળગતાં વાર લાગે છે.પાઇપ મહત્તમ ઉષ્મા મેળવે ત્યાર પછી કાગળ સળગશે.
28.કારણ આપોઃ આગ લાગી હોય તેની ઉપર ફાયરબ્રિગેડવાળા આગ પર પાણીનો સતત મારો ચલાવે છે.
ઉત્તર : પાણી જવલનશીલ પદાર્થને ઠંડો પાડે છે.તાપમાન જવલનબિંદુ કરતાં ઓછું થવાથી આગ ઓલવાય છે.જવલનશીલ પદાર્થ પર સતત પાણીનો મારો કરતાં આગને હવામાંથી ઓક્સિજન મળતો નથી.આથી, આગ લાગી હોય તો ફાયરબ્રિગેડવાળા પાણીનો સતત મારો કરે છે.
29. અગ્નિશામક સેવાઓ માટે કયો નંબર ડાયલ કરવો જોઈએ?
ઉત્તર : 101
30. કઈ આગ બુઝાવવા પાણીનો ઉપયોગ કરી શકાય છે?
ઉત્તર : લાકડાંથી લાગેલી આગ
31.કારણ આપો : વિદ્યુતનાં સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી.
ઉત્તરઃ પાણી એ વિદ્યુતનું વહન કરે છે.જો વિદ્યુતનાં સાધનોમાં આગ લાગી હોય તો પાણી એ વિદ્યુતનું વહન કરતું હોવાથી આગ વધારે ફેલાય છે અને આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહેલા લોકોને નુકસાન પહોંચાડી શકે છે.માટે વિદ્યુતનાં સાધનોમાં આગ લાગી હોય ત્યારે પાણી આગ ઓલવવા વપરાતું નથી.
32. તેલથી લાગેલી આગને____ વડે નિયંત્રિત કરી શકાય નહીં.
ઉતર: પાણી
0 Comments