પાઠ ૮ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો 


11. બંધારણના મૂળભુત લક્ષણો જણાવો.

ઉત્તર : 26 મી જાન્યુઆરી, 1950થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટો વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભુત લક્ષણો નીચે મુજબ છે :

(1) લેખિત દસ્તાવેજ 

(2) બંધારણનું કદ 

(3) એક જ નાગરિત્વ

(4) મજબુત કેન્દ્રવાળા સ્વાયતંત્ર

(5) કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા 

(6) દ્વિગૃહી પ્રથા 

(7) સ્વતંત્રા અને એકકૃતિ ન્યાયતંત્ર

(8) બંધારણમાં સુધારા 

(9) સાર્વત્રિક પુખ્તવય મત્તાધિકાર 

(10) ધર્મનિક્ષપેક્ષતા 

(11) અદાલતી સમીક્ષા 

(12) મૂળભુત હકો અને ફરજો 

(13) રાજ્યનિતીના માર્ગદર્શક સિદ્ધાંતો 

(14) પછાત વર્ગો અને આદિજાતિ માટે જોગવાઇ 

12. ભારતના બંધારણનું કદ વિસ્તૃત છે. સમજાવો.
ઉત્તર : ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું 595 અનુચ્છેદો અને 8 પરિશિષ્ટ સાથેનું છે.

આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસનવ્યવસ્થા અને તેમના આંતરસંબધો લોકોના પછાત અને વંચિત સમુહ માટેની ખાસ જોગવાઇઓ કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતા લાંબુ, વિસ્તૃત અને વિરાટપૂર્ણ બન્યું છે.

13. મજબુત કેન્દ્રવાળુ સમવાયતંત્ર સમજાવો 
ઉત્તર : 
  • સંઘ શબ્દ દ્રારા ભારતમાં સંઘ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારે પણ બદલી શકાય નહિ તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.

  • એકમ રાજ્યોને કેન્દ્રથી છુટા પાડવાનાં અધિકાર નથી.

  • ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે. જે માટે ત્રણ યાદીઓ બંધારણમાં મુકવામાં આવી છે :

  • (1) કેન્દ્ર યાદી : સંઘ યાદિમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલ્વે, રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે.

  • (2) રાજ્યોની યાદી : જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાની ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ સિંચાઇ, આરોગ્ય ભૂમિ, રાજ્યોનો આંતરિક વેપાર–વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રિય અનામત પોલીસ દળોને મોકલી શકે છે.

  • (3) સંયુક્ત યાદી : સંયુકત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. આમ, સમવાયતંત્ર કેન્દ્રને સંયુકત યાદીમાં પક્ષ સત્તાઓ આપી છે. આ યાદીમાં દિવાની અને ફોજદારી બાબતો લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે.

  • શેષ સત્તાઓ : જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઇ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તા કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદા ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર ને છે.

  • ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. આબકારી જકાત, આયાત, નિકાસ, જકાત આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે વેચાણવેરો, મંનોરજન વેરો, મહેસૂલ, શિક્ષણવેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે.
14. કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા સમજાવો.
ઉત્તર :
ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીની જોગાવઇ કરવામાં આવી છે:

(1) યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોગવાઇઓ જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે.

(2) રાજ્યના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઇઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે તેમ ન હોય ત્યારે કેન્દ્ર સરકારે બંધારણીય કટોકટી જાહેર કરી શકાય છે. અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે છે.

(3) સતત ભાવ વધારાના કારણે નાણાંના મુલ્યો ઝડપથી ધોવાણ થતું હોય તો નાણાંકીય કટોકટી જાહેર કરી શકાય.

આમ કટોકટી આ ત્રણેય જોગવાઇઓ હેઠળ આપણું સવાયતંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઇ જાય છે. તેટલા સમયગાળા પૂરતુ સવાયતંત્ર સ્થગિત થઇ જાય છે.

15. દ્વિગૃહી પ્રથા સમજાવો ?

ઉત્તર : 
  • સંસદના બે ગૃહ હોય છે. (1) ઉપલું ગૃહ – રાજ્યસભા અને (2) નીચલુ ગૃહ – લોકસભા છે.

  • પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે.

  • પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે.

  • પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે.

  • સંસદીય સરકાર બે સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે.

  • પ્રધાનમંડળના અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે.

  • કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્યપ્રધાનના હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે.

  • રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે.

  • લોકસભા એ કાયમી ગૃહ નથી.

  • તેની મુદત પાંચ વર્ષની હોય છે.રાજ્ય સભામાં સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચુટાઇને આવેલ ધારાસભ્યોને ચૂંટે છે. તેઓ જે–તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

  • રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત, અનુભવી એવી 12 વ્યક્તિઓ સભ્ય તરીકે પસંદગી રાષ્ટ્રપતિ કરે છે.

  • રાજ્યસભા કાયમી ગૃહ છે.

  • તેના સભ્યો દર વર્ષે નિવૃત થાય છે. તેટલા જ સભ્યો ફરીથી ચૂંટવાને પાત્ર છે.

  • આમ, રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે.

  • રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે. જ્યારે લોકસભાની સત્તા વિશેષ ચડિયાતી અને નિર્ણાયક છે.

  • રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી.
16. બંધારણમાં સુધારા થાય છે. જણાવો.
ઉત્તર : ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતા પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી નથી. બંધારણમાં ફેરફારની કલમોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે.

(1) અમુક જોગવાઇઓમાં સંસદમાં હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે.

(2) અમુક જોગવાઇઓમાં સંસદના બને ગૃહોના કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઇ શકે છે.

(3) બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોના બહુમતી ઉપરાંત અડધા કરતા વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજુરી જરૂરી છે.

17. ભારત ધર્મનિપેક્ષતા ધરાવે છે. સમજાવો.

ઉત્તર :
  • ભારતીય બંધારણ રાજ્યને પોતાનો ધર્મ કે સંપ્રદાય નથી રાજ્ય તટસ્થ છે.

  • ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. રાજ્ય કોઇપણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી.

  • ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીનો ધાર્મિક માન્યતા શ્રદ્ધા અને આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરવાની પ્રસાર–પ્રસારણ કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવે છે.

  • જો કે ભારતીય બંધારણમાં ધાર્મિક લધુમતીઓને કેટલાક વિષય અધિકારો અને સલવતો આપવામાં આવી છે.

  • સામાન નાગરિક ધારાની જોગવાઇ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી. આમ આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે.
18. પછાત વર્ગો એન આદિવાસી જાતિ માટે કઇ જોગવાઇ કરેલી છે. જણાવો.
ઉત્તર : 
  • સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે, ભારતના બંધારણમાં વિશેષ જોગવાઇઓ કરવામાં આવી છે.

  • ધારાગૃહોમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પુરું પડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે.

  • સરકારી નોકરીમાં અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેગ માટે અનામત ક્વોટાની બેઠકો તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક આપી છે.

  • પછાત, જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ, સવલતો, ફી માફી, સગવડોના લાભ, ‘હકારાત્મક ભેદભાવનાઓ’ કે ‘રક્ષણાત્મક ભેદાભાવ’ ની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે.
19. રાજ્યનીતિના માગદર્શક સિદ્ધાંતો જણાવો ?
ઉત્તર : લોકોના રક્ષણ, સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યે કરવાનો છે. રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્યશાસનમાં માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શક આપે છે. તેથી પણ તે સિદ્ધાંતો ‘માર્ગદર્શક સિદ્ધાંતો’ કહેવાય છે.