પાઠ5 : પદાર્થોનું અલગીકરણ

42. રોજિંદા જીવનમાં ગાળણ પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે?
ઉત્તર: 
(1) ચા માંથી ચાની પત્તી દૂર કરવા 
(2) શાકભાજી, ફળોના રસમાંથી બીજ અને દૂર કરવા 
(3) માખણ તાળ્યા પછી પ્રવાહી સ્વરૂપનું ઘી છૂટું પાડવા માટે 
(4) પીવાના પાણીને ગાળવા માટે આ રીતે રોજીંદા જીવનમાં ગાળણ પદ્ધતિને ઉપયોગમાં લેવાય છે.

43. ગાળણ માટે વપરાતાં સાધનોના નામ લખો.
ઉત્તર: 
(1) ફિલ્ટર પેપર મૂકેલી ગળણી. 
(2) તાર કે પ્લાસ્ટિકની ઝીણા તાર/કાપડ વળી ગળણી. 
(3) પ્રયોગ કરવા માટે : ગળણી, ફિલ્ટર પેપર, સ્ટેન્ડ, બે - ત્રણ બિકર, કાપડનો ટુકડો વગેરે ગાળણ માટે વપરાતાં સાધનો છે.

44. જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે, ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ............. કહે છે.
ઉત્તર: ગાળણ

45. વ્યાખ્યા આપો: બાષ્પીભવન
ઉત્તર: પાણીની બાષ્પમા રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે.

46. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવાની સમગ્ર પ્રક્રિયા વણૅવો.
ઉત્તર: બાષ્પીભવન

47. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવાની સમગ્ર પ્રક્રિયા વણૅવો.
ઉત્તર: દરિયાના પાણીમાં ઘણા ક્ષાર દ્રાવ્ય થયેલા હોય છે. આમાંનો એક ક્ષાર એ સામાન્ય મીઠું છે. જ્યારે દરિયાના પાણીને છીછરા ખાડા માં ભરવામાં આવે ત્યારે સુર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે. ધીમે ધીમે પાણી બાષ્પીભવન દ્વારા બાષ્પ (વરાળ)માં ફેરવાઈ ને વાતાવરણમાં ભળી જાય છે. થોડા દિવસોમાં તમામ પાણી બાષ્પમાં ફેરવાય છે અને તેમાં દ્રાવ્ય થયેલા ક્ષારો ઘન સ્વરૂપે બાકી રહે છે. આ ક્ષારોનું શુદ્ધીકરણ કરીને તેમાંથી મીઠું મેળવાય છે.

48. ખાંડના દ્રાવણમાંથી તેનાં ઘટકોને છૂટા પાડવા કઇ પદ્ધતિ વપરાય છે? કારણ સહીત સમજાવો.
ઉત્તર: ખાડના દ્રાવણમાંથી ઘટકો છૂટા પાડવા માટે બાષ્પીભવન પદ્ધતિ વપરાય છે. ખાંડના દ્રાવણને બિકર માં લઈ ગરમ કરી ઊંકાળતા તેમાંથી પાણી બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે. જેનું ઘનીભવન કરી પ્રવાહી સ્વરૂપ મેળવી શકાય. જ્યારે ખાંડના કણો ઘન સ્વરૂપે પાત્રમાં જ રહે છે. આમ ખાંડ અને પાણીને અલગ કરી શકાય.

49. વ્યાખ્યા આપો: ઘનીભવન
ઉત્તર: પાણીની વરાળનું ઠંડા પડીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે.

50. દ્રાવણ ક્યારે સંતૃપ્ત થયું કહેવાય?
ઉત્તર: જ્યારે દ્રાવણમાં દ્રાવણ ને ગરમ કર્યા પછી પણ વધુ દ્રાવ્ય ન ઓગળે ત્યારે તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે.

51. વ્યાખ્યા આપો :
(1) સંતૃપ્ત દ્રાવણ ઉત્તર: જે દ્રાવણમાં વધુ ન ઓગળી શકાય તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે.

(2) અસંતૃપ્ત દ્રાવણ ઉત્તર: જે દ્રાવણમાં વધુ દ્રાવ્ય ઓગળી શકાય તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે.

52. જોડકા જોડો :


વિભાગ અ

વિભાગ બ

1. મીઠું અને પાણી

1. ગાળણ

2. કાંકરા અને ચોખા

2. ઊપણવું

3. ફોતરાં અને અનાજ

3. વીણવું

4. ચાની પત્તી અને ચા

4. બાષ્પીભવન અને ઘનીભવન


ઉત્તર

1. – 4

2. – 3

3. – 2

4. – 1


53. લણણી સમયે દાણાએને ડૂંડાંથી અલગ અલગ કરવામાં આવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✖

54. ખાંડનું દ્વાવણ ઘન અને પ્રવાહી ઘટકોમાંથી બને છે. (✔ કે ✖)
ઉત્તર : ✔

55. મોટા જથ્થામાં દાણાને છડવા માટે યંત્રો નથી વપરાતાં. (✔ કે ✖)
ઉત્તર : ✖

56. ઊપણવાની પદ્ધતિ માટે પવન જરૂરી છે. (✔ કે ✖)
ઉત્તર : ✔

57. દળેલું મીઠું અને દળેલી ખાંડનાં મિશ્રણને ઊણપવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖

58. ચાળવાની ક્રિયાથી મિશ્રણના ઘટકો છૂટા પાડવા મિશ્રણ સરખા કદનાં ન હોય તેવા ઘન પદાર્થોનું હોવું જોઇએ. (✔ કે ✖) 
ઉત્તર : ✔

59. પાણીમાં દ્વાવ્ય પદાર્થને નિતારણ પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. (✔ કે ✖) 
ઉત્તર : ✖

60. અનાજમાંથી ફોતરાં નિતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖

61. સીંગતેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા પૃથ્થકરણ ગળણી વપરાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✔

62. પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે. (✔ કે ✖) 
ઉત્તર : ✖

63. ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖

64. પ્રવાહીમાં ઓગાળેલા ઘન પદાર્થોને છૂટા પાડવા બાષ્પીભવન પદ્ધતિ વપરાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✔