પાઠ : 9 મૂળભુત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
16. મૂળભુત ફરજોનું મુખ્ય હેતુ શું છે?
ઉત્તર :
મૂળભુત ફરજો દ્રારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શ અને મુખ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો.
રાષ્ટ્રની એકતા, અખંડિતા અને સર્વાભોમિત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું પયાશક્તિ યોગદાન આપે તે થકી સમાજમાં શાંતિ સલામતી, સદભાવના, સંવાદિતા અને કોમી એખલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે. તેનું સ્મરણ કરાવવાનો છે.
17. મૂળભુત ફરજો જણાવો ?
ઉત્તર :
રાષ્ટ્રની એકતા, અખંડિતા અને સર્વાભોમિત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું પયાશક્તિ યોગદાન આપે તે થકી સમાજમાં શાંતિ સલામતી, સદભાવના, સંવાદિતા અને કોમી એખલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે. તેનું સ્મરણ કરાવવાનો છે.
17. મૂળભુત ફરજો જણાવો ?
ઉત્તર :
- બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો.
- સ્વતંત્ર્ય સંગ્રામના ઉદાત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો તે અનુસાર વર્તવું.
- ભારતના સાર્વભોમત્વ, એકતા અને અખંડિતાનું સમર્થન કરવુ અને તેનું રક્ષણ કરવું.
- જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવુ અને ઉત્સાહભેર જોડાવું.
- ભારતના બધા લોકો વચ્ચે ભાઇચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી. લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનાર વ્યવહારોનો ત્યાગ કરવો.
- રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું.
- જંગલોના, સરોવર, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવુ તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી.
- વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ કરવો.
- જાહેર માલ–મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો.
- વૈયક્તિક અને સામુહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિનાં સભાનો ઉતરોતર સર કરતું રહે.
- મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એ તેના માતા–પિતાની ફરજ રહેશે.
ઉત્તર : ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભુત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયુ છે.
19. મૂળભુત ફરજો માટે જાગૃતિ ફેલાવા આપણે શું કરવું જોઇએ ?
ઉત્તર :
- નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઇએ.
- સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દુષણો કે અનિષ્ટો જેવા કે અસ્પૃશ્યતા, વેઠપ્રથા, બાળમજૂરી, સ્ત્રીશોષણ, જાતીય સતામણી દહેજપ્રથા, સ્ત્રીભૃર્ણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ સદંતર નાબુદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ નાગરિક તરીકે આપણી છે.
- સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવુ જોઇએ તેનું સ્પષ્ટ દિશાસૂચન આ ફરજો આપણને આપે છે.
- જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રસાર–પ્રચાર થાય તેવા મહત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વબંધુત્વ, ન્યાયી અને શોષણવિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઇ શકે.
ઉત્તર :
- આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે.
- સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને ધ્યેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું.
- સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઇ ચોક્કસ સમુહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે.
- કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઉ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને કુમાળી વયના બાળકોનું આર્થિક મજબુરીના કારણે આરોગ્ય કથળે એવા ધંધા કે બિનઆરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે.
- ઔદ્યોગિક આર્થિક લાચારીના કારણે તેમનું કોઇપણ પ્રકારે શોષણ ન થાય તે સ્વરૂપ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાથે તે માટે જરૂરી તકો અને સવલતો ઉમેરી કરવા માટે રાજ્ય ખાસ પગલા ભરશે.
- સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. પ્રસુતિ રજાનો ધારો, ગ્રેચ્યુઇટીધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવો ઉદ્દેશથી ઘડવામાં આવ્યો છે.
- કૃષિ અને પુશપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાત તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે.
- રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓને કારણે કોઇપણ જરૂરમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇન્કાર કરવામાં નહિ આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદો ઘડશે.
ઉત્તર :
- અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હેતુના ઉત્કર્ષ માટે રાજ્યને વિશેષ પ્રયાસો, કાળજીપુર્વક કરવાના રહેશે. જેથી સામાજીક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ કરશે.
- ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દિવાની કાયદો ઘડવા ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન, લગ્ન વિચ્છેદો, ભરણપોષણ, સગીરો, દતકવિધાન, વસિયત વગેરેમાં એક સરખો દિવાની કાયદો ઘડીને સામાજીક ન્યાયની દિશામાં સરકાર પગલા ભરશે.
- રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય, વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે, વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગો શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થયા તે માટે અસરકારક જોગવાઇઓ કરશે.
ઉત્તર :
- રાજ્ય ગ્રામપંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલા ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે.
- રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્ર ને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે જેથી ન્યાયધીશો નિષ્પક્ષ, નીડર, નીર્ભિક રીતે ન્યાય ચૂકવીએ.
- આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે, રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનવપૂર્વકના સંબંધો જાળવવા માટે, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંઘિઓના લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા એન આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નનોનું લવાદ દ્રારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને એ બાબતોને અગ્રિમ પ્રોત્સાહન આપશે.
ઉત્તર :
- 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને, બંધારણના આરંભ થયાના દસ વર્ષની અંદર, મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય પ્રયાસ કરશે.
- જે હવે મૂળભુત હક બન્યો છે.
- રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું યથાપ્રસંગ, લૂંટફાટ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે.
- આમ, રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાત તે જોવાનો ઉદ્દેશ છે.
ઉત્તર :
- લોકોનું આરોગ્ય અને પોષણનુસાર સુધરે તે માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવાનો માટેના પગલાને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણાશે.
- આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રશ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મુકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ સિવાયના માદકપીણા, ડ્રગ્ઝ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મુકશે.
- દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટેનો ખાસ પ્રબંધ રાજ્ય કરશે.
- કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને, માનસિક તદુંરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યો ને કરવા જણાવેલ છે.
0 Comments