પાઠ ૬ દહન અને જ્યોત
33.પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા પાણી શા માટે વપરાતું નથી? ઉત્તર : પાણી પેટ્રોલ કરતાં ભારે છે.
34.કારણ આપો : પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
ઉત્તર : પેટ્રોલ એ પાણી કરતાં હલકું છે,આથી પાણી પેટ્રોલની નીચે રહે છે.પરિણામે પેટ્રોલનો ઓક્સિજન સાથેનો સંપર્ક તૂટતો નથી અને પેટ્રોલની સપાટી સળગ્યા કરે છે અને આગ બુઝાવી શકાતી નથી.માટે પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
35.સળગતા પદાર્થનો ઑક્સિજન સાથેનો સંપર્ક તોડવા શાનો ઉપયોગ કરીશું?
ઉત્તર : CO2
36.CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે?સમજાવો.
ઉત્તર : જવલનશીલ પદાર્થોથી લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ એ ઉત્તમ અગ્નિશામક છે. ઓક્સિજન કરતાં CO2, ભારે હોવાને કારણે આગને ધાબળાની માફક લપેટે છે.બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જતાં,આગ નિયંત્રણમાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડનો વધુ એક ફાયદો એ છે કે તે મોટા ભાગે વિદ્યુતનાં સાધનોને નુકસાન પહોંચાડતો નથી.
37.નીચેના પૈકી કયો પદાર્થ અગ્નિશામક નથી?
(A) ઓક્સિજન
(B) રેતી
(C) CO
(D) સાબુનું ફીણ
ઉત્તર : (A) ઓક્સિજન
38. નીચેના પૈકી કયો પદાર્થ જ્વલનશીલ નથી?
(A) કાર્બન ડાયોક્સાઇડ

(B) ઑક્સિજન
(C) પેટ્રોલ
(D) કેરોસીન
ઉત્તર : (A) કાર્બન ડાયોક્સાઇડ
39. કોઈ પણ પદાર્થ વડે લાગેલી આગ બુઝાવવા માટેની આવશ્યક શરતો જણાવો.
ઉત્તર :

(1) બળતણનો જથ્થો મળતો અટકાવવો.
(2) સળગતા પદાર્થનો ઓક્સિજન (હવા) સાથેનો સંપર્ક તોડવો.
(3) સળગતા પદાર્થનું તાપમાન તેના જવલનબિંદુ કરતાં નીચું લાવવું.
40.કારણ આપો: ઘણી વખત આગ લાગી હોય ત્યાં સોડિયમ બાયકાર્બોનેટનો સૂકો પાઉડર પુષ્કળ પ્રમાણમાં નાખવામાં આવે છે.
ઉત્તરઃ કારણ કે,સોડિયમ બાયકાર્બોનેટનો સૂકો પાવડર આગ લાગે ત્યારે નાખવાથી તે આગની નજીક CO2 નું આવરણ બનાવે છે,તેથી આગનો હવામાંના ઑક્સિજન સાથેનો સંપર્ક તૂટી જાય છે અને આગ ઓલવાઈ જાય છે.
41.ફાયર સિસ્ટમ,અગ્નિશામક સિલિન્ડર ક્યાં ક્યાં હોય છે?
ઉત્તર: ફાયર સિસ્ટમ,અગ્નિશામક સિલિન્ડર એ શાળા,હોસ્પિટલ,ઑફિસ,બહુમાળી ઇમારતો,સભાગૃહો,કૉલેજ, બેન્ક,પોસ્ટ ઓફિસ વગેરે જગ્યાએ જોવા મળે છે.
42.વ્યાખ્યા આપો : ઝડપી દહન
ઉત્તરઃ દહનશીલ પદાર્થ ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે,જેને ઝડપી દહન કહેવામાં આવે છે.
43. વ્યાખ્યા આપોઃ સ્વયંસ્કુરિત દહન
ઉત્તર : સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ સળગી જાય છે તેને સ્વયંસ્કુરિત દહન કહેવામાં આવે છે.
44.કોલસાના ભૂકાના____ દહનને કારણે કોલસાની ખાણમાં ઘણીવાર ભયાનક આગ લાગે છે.
ઉત્તર : સ્વયંસ્કુરિત
45.વિસ્ફોટ એટલે શું?
ઉત્તર : જયારે ફટાકડાને સળગાવવામાં આવે ત્યારે,ગરમી,પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે.આવી પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે.
46. જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ____થાય છે.
ઉત્તર : વિસ્ફોટ
47.મીણબત્તીને સળગાવતાં એ જયોત ઉત્પન કરે છે. (✔ કે X)
ઉતર: ✔
48.કઈ વસ્તુને સળગાવતાં જયોત ઉત્પન્ન થાય છે?
(A) કાચ

(C) કેરોસીન
(D) પાણી
ઉત્તર : (C) કેરોસીન
49.કોલસાનું દહન કરતાં જ જ્યોત ઉત્પન્ન થાય છે. (✔ કે X)
ઉત્તર : X
50.દહન થતાં જ્યોત ઉત્પન્ન કરતી વસ્તુઓનાં નામ આપો.
ઉત્તર : કેરોસીન,કપૂર,મીણબત્તી.
51.દહન થતાં જ્યોત ઉત્પન્ન ન કરતી વસ્તુઓનાં નામ આપો.
ઉત્તર : કોલસો,અગરબત્તી.
52.મીણબત્તી તેના દહન દરમિયાન જયોતથી સળગે છે. શા માટે?
ઉત્તર : મીણબત્તીમાં પીગળેલું મીણ વાટ દ્વારા ઉપર ચડે છે,અને દહન દરમિયાન તેનું બાષ્પીભવન થાય છે તથા જયોત ઉત્પન્ન કરે છે.આમ,જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે અને તે જયોત આપે છે.

0 Comments